Home Crime ભુજ નજીક થયેલી 5.71 લાખની લુંટનો ભેદ ઉકેલાયો; બે ઝડપાયા આર્થીક મંદી...

ભુજ નજીક થયેલી 5.71 લાખની લુંટનો ભેદ ઉકેલાયો; બે ઝડપાયા આર્થીક મંદી વચ્ચે ટીપ્સે લુંટારૂ બનાવ્યા

1334
SHARE
ભુજના લખુરાઇ 4 રસ્તા નજીક થયેલી લુંટનો ભેદ ઉકેલાઇ ગયો છે.2 દિવસ પહેલા બપોરના સમયે સી.એમ.એસ કંપનીનો કર્મચારી બેંકમાં ઉધરાણી કરી પૈસા જમા કરાવવા માટે જઇ રહ્યો હતો ત્યારેજ બે અજાણ્યા શખ્સો બાઇક પર છરી વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતા જે લુંટનો બનાવ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાંખ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિવિધ વિસ્તારોમા લાગેલા CCTV ની તપાસ કરતા એક શંકાસ્પદ બાઇક તપાસના દાયરામા આવી હતી જેની તપાસ કરતા તે બાઇક નાના રેહા ગામના પૃથ્વીરાજસિંહ ઉર્ફે લાલો શિવુભા જાડેજાનુ હોવાનુ સામે આવ્યુ હતુ. જે આધારે તપાસ કરતા ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતા તેના મિત્ર રવીરાજસિંહ વાધેલાના ઘરે હોવાનુ ખુલતા પોલિસ ટીમ ત્યા પહોંચી હતી અને પ્રૃથ્વીરાજસિંહ તથા રવિરાજસિંહ દિલુભા વાધેલાની તપાસ કરતા તેઓએ લુંટની કબુલાત કરી હતી અને તેની પાસેથી લુંટમા ગયેલ પૈસા તથા મોબાઇલ,રોકડ અને બાઇકને પોલિસે કબ્જે કર્યા હતા. પોલિસ તપાસમા વધુ બે શખ્સોના નામ પણ ખુલ્યા છે
આર્થીક મંદી વચ્ચે મળેલી ટીપ્સથી લુંટારૂ બન્યા
પચ્છિમં કચ્છ જીલ્લા પોલિસવડાએ આજે ગુન્હાનો ભેદ ઉકેલાતા પત્રકાર યોજી માહિતી આપતા જણાવ્યુ હતુ. કે પ્રૃથ્વીરાજસિંહ જાડેજાએ આર્થીક મંદિમાં આ લુંટને અંજામ આપ્યો હોવાનુ પ્રાથમીક રીતે જણાવી રહ્યો છે. લુંટના થોડા દિવસો પહેલા તેના મિત્ર સાથે રાજદિપસિંહ બાલુભા જાડેજા રાત્રીના સમયે બેઠા હતા ત્યારે ઇન્સ્ટ્રાકાર્ટની ઓફીસે કામ કરતા સિધ્ધરાજસિંહ જીલુભા જાડાએ ટીપ્સ આપી ઓફીસનો કર્મચારી રોજ 4 લાખથી વધુ રોકડ લઇ જાય છે. જેથી લુંટનો પ્લાન બનાવી 9 તારીખે લુંટનો અંજામ આપ્યો હતો. પોલિસ તપાસમાં વધુ બે શખ્સોના નામ ખુલતા પોલિસે તેની શોધખોળ શરૂ કરી છે. પ્રૃથ્વીરાજસિંહ ગેરજ ચલાવે છે પરંતુ પાછલા થોડા મહિનાથી ધંધો ન હોતા આર્થીક સંકળામણ અનુભવતા તેને આ લુંટને અંજામ આપ્યો હોવાનુ જણાવી રહ્યો છે
ભુજના ધોરાદિવસે બનેલી લુંટની ધટનાથી પોલિસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા. જો કે 2 દિવસમાંજ પોલિસે લુંટનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આર્થીક સંકળામણથી લુંટ માટે પ્રેરાયેલા બે લુંટારૂઓ ઝડપાઇ ગયા છે. જ્યારે ટીપ્સ આપી મદદગારી કરનાર અન્ય બે શખ્સોની પોલિસે ઝડપવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા બી-ડીવીઝનના સ્ટાફ લુંટનો ભેદ ઉકેલવા તપાસમાં જોડાયા હતા.