Home Social breking લોકગાયીકા ગીતા રબારીએ ઘરમાં વેક્સીન લીધી! વિવાદ થતા આરોગ્ય કર્મચારીને DDO...

breking લોકગાયીકા ગીતા રબારીએ ઘરમાં વેક્સીન લીધી! વિવાદ થતા આરોગ્ય કર્મચારીને DDO ની નોટીસ

5533
SHARE
લોકડાઉન દરમ્યાન સરેઆમ કાયદાનુ ઉલ્લધન કરી રાજ્યભરમાં ડાયરાઓની અને ખાનગી કાર્યક્રમોમાં રંગત જમાવનાર ગીતારબારીને લઇને વધુ એક વિવાદ સર્જાયો છે ગીતા રબારીએ આજે પોતાના ઓફીસીયલ ફેસબુક પેજ પર વેકસીન લીધા અંગેની માહિતી સેર કરી હતી. પરંતુ ફોટોમા કોઇ સેન્ટર પર વેક્સીન લેવાના બદલે કોઇ વૈભવી ઘરમાં વેક્સીન લેવાનુ દ્રશ્ર્ય થતા ભારે વિવાદ સર્જાયો હતો. જો કે કલાકો સુધી માહિતી ન મેળવી શકનાર તંત્રએ બાદમાં આરોગ્ય કર્મચારીને નોટીસ ફટકારી ખુલાસો પુછ્યો છે. આ અંગે વાત કરતા ડી.ડી.ઓ ભવ્ય વર્માએ જણાવ્યુ હતુ કે તેમનુ વેક્સીન માટે રજીસ્ટ્રેશન થયેલુ હતુ. પરંતુ મામલો સામે આવ્યા બાદ તેમને ઘરે વેક્સીન લેવાનુ ધ્યાને આવતા ફરજ પરના જવાબદાર વ્યક્તિઓનો આ અંગે ખુલાસા નોટીસ મોકલાઇ છે.
આરોગ્ય કર્મચારીને નોટીસ પણ ગીતાબેનનુ શુ?
કચ્છમાં વડઝર નજીક ખાનગી લગ્નમાં સંગીત પીરસવાનો મામલો હોય કે કોરોના મહામારી વચ્ચે મોટી ભીડ એકઠી કરી ડાયરાની રંગતનો મામલો હોય ગીતા રબારીને લઇને વિવાદ તો અનેક થયા પરંતુ સ્થાનીક તંત્રથી લઇ સરકાર જાણે નિદ્રામાં હોય તેમ તેમની સામે અત્યાર સુધીના મામલામાં કોઇ કાર્યવાહી કરી નથી કે નથી એક જવાબદાર વ્યક્તિ તરીકે તેને બોધપાઠ મળે તેવી કાર્યવાહી માટે પ્રયત્નો કર્યા છે. તેવામા વેક્સીન વિવાદને લઇને પણ DDO એ આરોગ્ય કર્મચારીને નોટીસ પાઠવી છે. પરંતુ સરકારી નિયમોને નેવે મુકી ઘરમા વેક્સીન લેનાર ગીતા રબારી સામે શુ કોઇ કાર્યવાહી કરશે કેમકે એક તરફ સરકાર લોકજાગૃતિ માટે આવા કલાકારોને આઇડલ ગણી પ્રચાર કરાવી રહ્યા છે ત્યા બીજી તરફ ગીતા રબારી સતત આવા નિયમોના ભંગ કરી કાયદા અને સરકારી વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા છે
કાયદા બધા માને સમાન છે પરંતુ ગુજરાતમા કોરોના મહામારી વચ્ચે આવા કાર્યક્રમોમાં હાજરી આપનાર અનેક કલાકરો સામે કાયદાકીય કાર્યવાહી થઇ રહી છે. ગીતા રબારી તેમાંથી બાકાત રહ્યા છે. તે પણ તેટલુ સત્ય છે. કદાચ ખાનગીમા આવુ થયુ હોય તો સમજી સકાય તેવી બાબત છે. પરંતુ જાણે તંત્રની બીક જ ન હોય તેમ તેનો પ્રચાર પણ ગીતા રબારી કરી રહ્યા છે. ત્યારે જોવુ રહ્યુ કે માત્ર આરોગ્ય કર્મચારી સામે પગલા લઇ તંત્ર સંતોષ માની લે છે કે પછી ગીતા રબારી સામે પણ કોઇ કાર્યવાહી કરે છે.