Home Crime સુનીયોજીત રીતે લાંબા સમયથી ભુજમાં ચાલતા બેઝ ઓઇલના કાળા કોરોબાર પર LCB...

સુનીયોજીત રીતે લાંબા સમયથી ભુજમાં ચાલતા બેઝ ઓઇલના કાળા કોરોબાર પર LCB ની તવાઇ

901
SHARE
બાયોડીઝલના નામે કચ્છભરમાં લાંબા સમયથી સુનીયોજીત રીતે ચાલતા કાળા-કારોબાર પર છુટક કાર્યવાહી બાદ રાજ્યના મુખ્યમંત્રીની સુચના બાદ પુર્વ-અને પચ્છિમ કચ્છ પોલિસ રીતસર ત્રાટકી રહી છે. જો કે જાણકારોના મતે પડધા પાછળના ખેલાડીઓ આ કાર્યવાહીથી ક્યાકને ક્યાક બચી રહ્યા છે. અને જેની ઉંડાણ પુર્વકની તપાસ જરૂરી છે. જો કે તે વચ્ચે પચ્છિમ કચ્છ LCB એ ભુજના માધાપર નજીક ધમધમતા બેઝ ઓઇલના કારોબાર પર તવાઇ બોલાવી છે. અને 5 શખ્સોને લાખો રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ કિસ્સામાં મુખ્ય સુત્રધાર તરીકે અલ્પેશ ચંદે નામના વ્યક્તિનુ નામ સામે આવ્યુ છે. જે કાર્યવાહી દરમ્યાન સ્થળ પર હાજર ન હતો જો કે પોલિસે ઝડપાયેલા 5 શખ્સો ઉપરાંત અલ્પેશ ચંદે સામે ફરીયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે જો કે સુત્રોનુ માનીએ તો અગાઉ પણ અખબારી માધ્યમો દ્રારા આ જગ્યા સંદર્ભે અહેવાલો પ્રકાશીત કરાયા હતા. પરંતુ ક્યાક પોલિસ કાર્યવાહીથી આ બેઝ ઓઇલનો પોઇન્ટ બાકાત રહી જતો હતો જેના પર LCB એ તવાઇ બોલાવી છે. પચ્છિમ કચ્છ ભુજ વિભાગના નાયબ પોલિસ અધિક્ષક ખુદ આ કાર્યવાહીમાં જોડાયા હતા
ખરેખર મોટામાથાઓ સામે કાર્યવાહી જરૂરી
કચ્છમાં લાંબા સમયથી બેઝ ઓઇલના કાળા કારોબારમાં અનેક મોટામાથાઓએ ડુબકી લગાવી પરંતુ યેનકેન પ્રકારે હજુ પણ તેઓ દુધના ધોયેલા છે. કેમકે તેમની ભુમીકા પડદા પાછળની છે. જો કે મુખ્યમંત્રીની આદેશ બાદ પોલિસ કાર્યવાહી તો કરી રહી છે. પરંતુ તેના મુળ સુધી પહોંચી રહી નથી આ જથ્થા ક્યાથી લાવવામાં આવતો કોની-કોની મદદગારી છે. તેની ઉંડી તપાસ થાય તો અનેક મોટામાથાઓના નામ સામે આવે જો કે તે શોધવાનુ કામ પોલિસનુ છે. જો કે LCB એ મોડીરાત્રે કરેલી કાર્યવાહી વિષે વાત કરીએ તો માધાપર નજીકથી મુકેશ અરજણ ગાગલ,કપીલ કાન્તીલાલ ગણાત્રા,રાજેશ દેવકરણ ચાડ,સુરેશ રામજીભાઇ રાઠોડ,ભાથાજી શંકરજી ઠાકોરની ધરપકડ કરી છે. જ્યારે અલ્પેશ ચંદે નાશતો-ફરતો દર્શાવાયો છે. LCB એ 12.99 લાખના સફેદ કલરના પેટ્રોલીયલ પ્રહાવી સાથે કુલ 36.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
જો સુત્રોનુ માનીએ તો પુર્વ કચ્છમાં તો લાંબા સમયથી બે-રોકટોક રીતે આ ધંધો ફુલ્યો ફાલ્યો હતો જો કે ખુદ મુખ્યમંત્રીએ તવાઇના સુચના આપતા પોલિસને ના છુટકે કાર્યવાહી કરવી પડી જો કે પચ્છિમ કચ્છ પોલિસવડાની કડક છાપ છંતા ભુજની ભાગોડે પોલિસના નાક નીચે બેઝ ઓઇલનો કાળો કારોબાર ધમધમતો હતો જેના પર અંતે કાર્યવાહી થઇ છે. ત્યારે મોટામાથાઓ સામે કાર્યવાહી સાથે ઉંડાણ પુર્વક તપાસ કરી તેના મુળ સુધી પોલિસ પહોંચવાના પ્રયત્નો કરે તે જરૂરી છે