માંડવી તાલુકાના બિદડા ગામે કથીત ગોટાળાઓ મામલે ગામના સરપંચ સુરેશ સંધાર તથા અન્ય સભ્યોને સસ્પેન્ડ કરવા મામલે લાંબા વિવાદ બાદ અંતે કચ્છના પંચાયતી વહીવટી અધિકારીએ કરેલા હુકમને રદ્દ કરી તમામ સભ્યોને પાછા લઇ લેવાયા છે. ગ્રાન્ટ નાણાના દુરઉપયોગ મામલે આ કાર્યવાહી કરાઇ હતી પરંતુ ત્યાર બાદ સોસીયલ મિડીયામા આ વિવાદને લઇને અનેક ભડકાઉ નિવેદનો આવ્યા હતા અને તંત્રની આ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરાઇ હતી. માંડવી તાલુકાના મસ્કા ગામના સરપંચે તો ઉન્માદમાં અધિકારીઓ બદલતા બે મીનીટ લાગે તેવુ નિવેદન આપી ખડભડાટ મચાવી નાંખ્યો હતો તો બીજી તરફ રાજકીય હુંસાતુસીમાં આ કાર્યવાહી થઇ હોવાનુ કહી વિરોધીઓને સરપંચ અને સભ્યોના સમર્થકોએ આડકતરી રીતે કરારા જવાબ મિલેગા તેવા વિડીયો બનાવી પ્રહાર પણ કર્યા હતા ત્યારે આજે જીલ્લા વિકાસ અધિકારીએ કરેલા હુકમને રદ્દ કરી તમામ હોદ્દેદારોને પુનસ્થાપીત કરવાનો હુકમ અધિક વિકાસ કમિશ્ર્નરે આજે કર્યો હતો જે ધણા બધા સવાલો ઉભા કરે છે.
ગામમાં દિવાળી જેવી ઉજવણી
બિદડા ગામના સરપંચ અને સભ્યો પર થયેલી કાર્યવાહી બાદ સોસીયલ મિડીયામા ખુલ્લેઆમ આ વિવાદને લઇને નિવેદનબાજી અને કાયદાકીય લડાઇ શરૂ થઇ હતી. ત્યારે આજે કચ્છના પંચાયતી વહીવટી અધિકારીઓ દ્રારા કરાયેલ હુકમને રદ્દ કરી તમામ સભ્યોને પરત હોદ્દા પર યથાવત રાખવાનો હુકમ થતાજ ગામમાં દિવાળી જેવી ઉજવણી કરાઇ હતી. એક તરફ ખુદ વડાપ્રધાન 3જી લહેરની આંશકા સાથે લોકોને જાગૃત રહેવાનો સંદેશ આપી રહ્યા છે પરંતુ તે વચ્ચે બિદડા ગામે સરપંચ અને સભ્યના સમર્થનમાં આજે મોટુ સરધસ કાઢવામા આવ્યુ હતુ અને ઢોલ વગાડી ફટાકડા ફોડી ગામલોકોએ ઉજવણી કરી હતી જેમાં અનેક લોકો માસ્ક વગર પણ દેખાયા હતા અને સોસીયલ ડિસ્ટન્ટના પાલન વગર ગ્રામજનો ભાજપી આગેવાન અને સંરપચના વધામણા કરવામાં જોડાયુ હતુ.
નાનકડા ગામમાં થયેલા વિવાદની ચર્ચા છેક ગાંધીનગર સુધી પહોંચી હતી. અને રાજકીય જુથ્થબંધીમાં સર્જાયેલા આ વિવાદથી જીલ્લા ભાજપ પણ સંતબ્ધ હતુ જો કે અંતે વિવાદનો તો હાલ પુરતો અંત આવ્યો છે અને તમામ હોદ્દેદારોને પુન હોદ્દા પર લઇ લેવાયા છે પરંતુ પડદા પાછળ ખેલાયેલા ખેલનો હવે વિજેતા જુથ્થ કેવો જવાબ આપે છે તે જોવુ રહ્યુ…જો કે કોરોના મહામારીના ઉભા ડર વચ્ચે ઉન્માદમાં આવા કાર્યક્રમો આયોજીત કરનારને જીલ્લાકક્ષાએથી કાઇ બ્રહ્મજ્ઞાન અપાય તે જરૂરી છે.