Home Crime પોલિસના નામે ભુજથી યુવકનુ અપહરણ કરી 10 લાખની ખંડણી માંગનાર બે શખ્સો...

પોલિસના નામે ભુજથી યુવકનુ અપહરણ કરી 10 લાખની ખંડણી માંગનાર બે શખ્સો ઝડપાયા!

1408
SHARE
ભુજના ભચરક કહી શકાય તેવા ન્યુ સ્ટેશન રોડ વિસ્તારમાંથી પોલિસની ઓળખ આપી ભુજના યુવકનુ અપહરણ કરી જવાના ચકચારી કિસ્સામાં અપહરણકારો પાસેથી યુવકને છોડાવ્યા બાદ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ભુજ એ ડીવીઝન પોલિસ અપહરણકર્તા પૈકીના બે શખ્સોને બેંગ્લોર-ચેન્નઇ નજીકની એક હોટલમાંથી ઉઠાવી લાવી છે. તારીખે 11-07 ના આ બનાવ બન્યો હતો એક સમયે ચીટીંગના ગુન્હામાં સાચે પોલિસ આ યુવાનને ઉઠાવી ગઇ હોય તેવી વાતો વહેંતી થઇ હતી. જો કે ત્યાર બાદ પરિવારજનોએ તેના પુત્રનુ અપહરણ થયુ હોવાની પોલિસ સમક્ષ ફરીયાદ કરતા પોલિસે તપાસ શરૂ કરી હતી.હુઝૈફા અબ્દુલમજીદ લગાયનુ સોનીની ચીંટીગમાં હાથ હોવાની શંકા રાખી અપહરણ કરાયુ હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે અપહરણ કરાયેલ યુવક તથા તેનુ અપહરણ કરનાર શખ્સો તામીલનાડુ રાજ્યના કાંજીપુરમ વિસ્તારમાં છે જેથી એલ.સી.બી તથા ભુજ એ ડીવીઝન પોલિસની ટીમ તાત્કાલીક તામીલનાડુ પહોંચી હતી અને કાંજીપુરમ પહોચ્યા હતા અને બેંગ્લોર-ચેન્નઇ હાઇવે પર અરૂષવઇ હોટલમાં હોવાની બાતમી મળતા સ્થાનીક પોલિસની મદદથી અપહરણકારો પાસેથી ભુજને યુવકને છોડાવ્યો હતો આજે જ્હોન આરોકીયાસામી વીયાકુલમ તથા જ્હોનશન અરૂલાનાથમ ને ભુજ લઇ અવાયા હતા અને તેની વિશેષ પુછપરછ હાથ ધરાઇ છે. અપહરણકારોએ યુવક હુઝૈફાના પરિવાર પાસે 10 લાખની ખંડણીની માંગણી પણ કરી હતી. ક્યા ઇરાદા સાથે યુવકનુ અપહરણ કરાયુ હતુ તેનુ ચોક્કસ કારણ શોધવા સાથે અન્ય કોણ-કોણ મદદગારીમાં સામેલ હતુ. તે સદંર્ભે વિશેષ તપાસ હાથ ધરાશે