Home Crime મુન્દ્રાના ભુજપર નજીક નર્મદા કેનાલમા નાહ્લા પડેલ બે બાળકોના મોત!

મુન્દ્રાના ભુજપર નજીક નર્મદા કેનાલમા નાહ્લા પડેલ બે બાળકોના મોત!

1479
SHARE
મુન્દ્રાના ભુજપર પાસે આવેલી કેનાલમાં ડૂબવાથી બેના મોત થયા છે આજે સવારે કેનાલમા બે બાળકો નાહ્વા પડ્યા હતા જો કે ડુબવાથી બન્નેના મોત થયા છે બનાવ આજે સવારના 9 વાગ્યા આસપાસ બન્યો હતો સ્થાનીક લોકોની મદદથી તબક્કાવાર બન્ને બાળકોના મૃત્દેહ બહાર કાઢી લેવાયા છે સ્થાનીક લોકોએ કલાકોની જહેમત બાદ આ મૃત્દેહ મળ્યા હતા બે મૃતદેહને કેનાલમાંથી બહાર કઢી હોસ્પિટલ ખસેડાયા છે મૃત્કમા આનંદ યાદવ ઉં- 11 જે બિહારનો રહેવાસી છે અને હિતેષ કૃષીલાલ પાલ ઉં-13 જે યુ.પી નો રહેવાસી હોવાનુ સામે આવ્યુ છે ધટનાના પગલે પરિવારના આંક્રદ છવાયો છે બનાવની જાણ થતા મોટી સંખ્યામા સ્થાનીક લોકો ધટના સ્થળે મદદ માટે દોડી ગયા હતા મૃત્કના પરિજનો આસપાસ આવેલી કંપનીમા કામ કરતા હોવાની પ્રાથમીક વિગત સામે આવી છે બનાવ બાદ બે કરતા વધુ લોકો ડૂબ્યા હોવાની વાત વહેતી થઇ હતી પરંતુ હાલ પોલિસે બે કિશોર જ હોવાની પુષ્ટિ કરી છે જો કે તપાસ બાદ તેની સાથે નાહ્વા માટે અન્ય બાળકો હતા કે નહી તે સામે આવશે.પોલીસ અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી સાથે ધટનાની વધુ તપાસ હાથ ધરી છે પુર્વ કચ્છમા નર્મદા કેનાલમા ડુબી જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ હવે પચ્છિમ કચ્છ સુધી પહોચેલી નર્મદા કેનાલમા ડુબવાની ધટનાઓ વધતા ચિંતા ફેલાઇ છે.