ભુજ નગરપાલિકામાં ગાયોના મોત મામલે આક્રોશ પુર્વક રજુઆત માટે પહોંચેલા ગૌ સેવકો પૈકી એક યુવાને ભુજ પાલિકાના પ્રમુખ ધનશ્યામ ઠક્કરને થપ્પડ મારી દેવાના ચકચારી મામલામાં યુવક સામે ભુજ શહેર એ ડીવીઝન પોલિસે કાર્યવાહી કરી છે. આમતો બે દિવસ પહેલાની આ ધટનામાં પોલિસ દ્રારા નગરપાલિકા પ્રમુખને ફરીયાદ માટે કહેવાયુ હતુ પંરતુ હજુ સુધી આ મામલે કોઇ ફરીયાદ માટે આગળ આવ્યુ નથી કચ્છથી લઇ ગાંધીનગર સુધી જે મામલાના પડધા પડ્યા હતા તે મામલે પોલિસે થપ્પડ મારનાર યુવાન સામે CRPC-151 હેઠળ કાર્યવાહી કરી તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 6 ના નાગોર ડમ્પીંગ સાઇડ પર વિજશોકથી ગાયના મોત મામલે ઉગ્ર રજુઆત માટે પહોંચેલા ગૌ સેવકોએ પહેલા ઉગ્ર રજુઆત કરી હતી ત્યાર બાદ તે પૈકીના એક યુવાને ઉશ્કેરાઇ ધનશ્યામ ઠક્કરને થપ્પડ મારી દીધી હતી જે મામલે સમાજના વિરોધ અને વિવિધ માંગણીઓ વચ્ચે કોઇ ફરીયાદ માટે આગળ ન આવ્યુ નથી પરંતુ પોલિસે જાહેરહીતમાં CRPC-151 હેઠળ મહિપતસિંહ ઉર્ફે લાલો જખુભા સોઢા ઉ.21 રહે સુખપરની અટકાયત કરી છે. યુવાન સુખપરમાં વેલ્ડીંગના ધંધા સાથે સંકડાયેલ છે. ઉશ્કેરાટમાં કાયદાનુ ભાન ભુલેલો યુવાન ફરીવાર આવુ કૃત્ય ન કરે તથા કાયદાના ભાન સાથે અન્ય પણ આવુ કરતા એટકે તે માટે ભુજ શહેર એ ડીવીઝન પોલિસ દ્રારા આ યુવાન સામે અટકાયતી પગલા લઇ જરૂરી કાર્યવાહી કરાઇ છે. સાથે ભોગ બનનાર નગરપાલિકા પ્રમખુને ફરીયાદ માટે પણ પોલિસ દ્રારા સુચીત કરાયા છે પરંતુ હજુ સુધી પાલિકા પ્રમુખે કોઇ ફરીયાદ નોંધાવી નથી. આજે પ્રમુખની ઉપસ્થિતમાં સામાન્ય સભા પણ યોજાઇ હતી તો બીજી તરફ પાલિકાના કામદારાઓ કામથી અળગા રહી ધટનાને વખોડી હતી. જો કે જોવુ એ અગત્યનુ રહેશે ભુજ એ ડીવીઝન પોલિસે તો કાયદો હાથમા લેનાર યુવાન સામે કાર્યવાહી કરી છે પરંતુ ભોગ બનનાર જવાબદાર ક્યારે ફરીયાદ માટે આગળ આવે છે.