Home Social કચ્છના રાજકારણનો કાળો દિવસ! પાલિકા પ્રમુખને કચેરીમાંજ લાફો ઝીંકાતા રડી પડ્યા..જુવો વીડિયો

કચ્છના રાજકારણનો કાળો દિવસ! પાલિકા પ્રમુખને કચેરીમાંજ લાફો ઝીંકાતા રડી પડ્યા..જુવો વીડિયો

3134
SHARE
છેલ્લા બે દિવસથી નાગોર ડમ્પીંગ સાઇટ પર વિજશોકથી ગાયના મોત મામલે પાલિકા તથા અન્ય તંત્રની બેદરકારીથી આ મોત થયા હોવાના આક્ષેપ સાથે ગૌ-સેવકો નારાજ ચાલી રહ્યા હતા ડમ્પીંગ સાઇટ પર ગાયોના મોત મામલે નારાજ ગૌ-સેવકો ગઇકાલે પણ વિવિધ સ્થળો પર રજુઆત માટે ગયા હતા અને આજે ભુજ પાલિકા કચેરીએ રજુઆત માટે પહોચ્યા હતા. પ્રમુખ ધનશ્યામ ઠક્કરને રજુઆત માટે પહોચેલા ગૌ સેવકોએ ઉગ્ર રજુઆત કરતા મામલો ગરમાયો હતો અને પોલિસ પણ પહોચી આવી હતી. જો કે ત્યાર બાદ પણ રજુઆત સાંભળતા પ્રમુખ સામે પોલિસની હાજરીમા ઉગ્ર રજુઆતો ચાલુ હતી અને તે વચ્ચે એક ગૌ સેવકે ઉશ્કેરાઇ પ્રમુખ ધનશ્યામ ઠક્કરને થપ્પડ મારી દીધી હતી જેને પગલે સૌ કોઇ સ્તબ્ધ થઇ ગચા હતા પોલિસે ત્યાર બાદ કચેરીએથી તમામને દુર કર્યા હતા અને પ્રમુખ પોતાના ઘરે ચાલી ગયા હતા. જો કે કચ્છના રાજકારણ માટે આજનો દિવસ કાળો છે. કેમકે ઉગ્ર રજુઆત આ હદ્દ સુધી પહોચી હોય તેવી જુજ ધટના બની છે. અને તેમાય પ્રમુખને માર ખાવાનો વારો આવ્યો હોય તેવુ ક્યારેય બન્યુ નથી.
અને ધનશ્યામ ઠક્કર રડી પડ્યા…..
ભુજ પાલિકાના પ્રમુખ આમતો રડી પડ્યા હોય તે પહેલી ધટના નથી અગાઉ અનેકવાર સ્થાનીક રાષ્ટ્રીય ધટનામાં ભાવુક થઇ તેઓ મિડીયા સમક્ષ રડી પડ્યા છે તો પોતાના પિતાને યાદ કરતા પણ તેઓ ધણીવાર ભાવુક થયા છે. ત્યારે આજે થપ્પડ પડ્યાની ધટના બન્યા બાદ તેઓએ મિડીયાને સોમવારથી બની રહેલી ધટનાઓ અંગે માહિતી આપી હતી અને ત્યાર બાદ તેઓ ભાવુક થઇ રડી પડ્યા હતા. શહેરની સેવાના બદલામા યુવાન દ્રારા કરાયેલા હુમલાની ધટનાને તેઓએ દુખદ ગણાવી રીતસરની પોક મુકી હતી બનાવ સંદર્ભે તેઓ સમાજ અને કાયદાકીય નિષ્ણાંતોની સલાહ લઇ કાર્યવાહી કરશે જો કે જાહેર જીવનમાં ઓછી બનતી આ ધટના અંગે તેઓએ દુખ વ્યક્ત કરી ધટનાની નિંદા કરી રજુઆતની આ રીતને ગેરવ્યાજબી ગણાવી હતી.
કોગ્રેસ-ભાજપ-સમાજે ધટનાને વખોડી
ધટના બાદ સોસીયલ મિડીયામાં આ ધટના વાયુવેગે પ્રસરી હતી શહેરના અન્ય સાથી નગરપતિઓ પણ આ ધટના અંગે પ્રમુખની પુછા કરવા પહોચ્યા હતા. તો ભાજપના ઉપપ્રમુખ શિતલ શાહે ધટનાને વખોડી દુખદ ગણાવી હતી. કાઉન્સીલર સાથે પાર્ટીના અન્ય મોવડીઓની સુચના મુજબ કાયદેસર કાર્યવાહીની કરાશે તેમ જણાવ્યુ હતુ. પરંતુ લોકશાહીમા વિરોધની આ રીતને તેઓએ દુખદ ગણાવી હતી. તો બીજી તરફ ધટના બાદ કોગ્રેસના મહિલા સભ્યએ પણ વિરોધની આવી પ્રતિક્રીયા અંગે દુખ વ્યક્ત કરી ટોળા દ્રારા કરાયેલા કૃત્યની નિંદા કરી પ્રમુખ સામે સાંત્વના દર્શાવી હતી.તો સમાજના આગેવાનોએ પણ ધટનાની વિગતો જાણી હતી
જો કે ધટના બાદ સમાજ અને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાએ પણ જોર પકડ્યુ છે. અને ધટના પુર્વઆયોજીત હોવાથી લઇ ભાજપના આંતરીક જુથ્થવાદમા ધટના બની હોવાની વાતો પણ વહેતી થઇ છે. જો કે પોલિસ અને પાર્ટીની આંતરીક તપાસમાં બનાવ પાછળની સાચી ધટના સામે આવશે