Home Crime ગૌ-રક્ષકે પોલિસની હાજરીમાં ભુજ પાલિકા પ્રમુખને થપ્પડ મારી દેતા વિવાદ ! જુવો...

ગૌ-રક્ષકે પોલિસની હાજરીમાં ભુજ પાલિકા પ્રમુખને થપ્પડ મારી દેતા વિવાદ ! જુવો વિડીયો

15437
SHARE
સમસ્યા મુદ્દે અવારનવાર વિવાદમાં રહેતી ભુજ પાલિકાના પ્રમુખને આમતો અનેક વાર લોકોના રોષનો ભોગ બનવુ પડ્યુ છે. કોગ્રેસ હોય કે સ્થાનીક લોકો બંગળી ફેંકવા સાથે અનેકવાર લોકોએ પ્રમુખ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અને પાલિકાના પ્રમુખને ચુપચાપ સાંભળવુ પડ્યુ છે. જો કે આજે કચ્છની યુનીવર્સીટીમા સર્જાયેલ સાહિકાંડની જેમ પાલિકામાં થપ્પડ કાંડ સર્જાતા મામલો ખુબ ગરમાયો છે. ગઇકાલે ભૂજના નાગરો ડમ્પીંગ સાઇડ પર વિજશોક લાગવાથી કેટલીક ગાયોના મોત થયા હતા જે મામલે ગઇકાલે પણ ગૌ-રક્ષકો પાલિકા કચેરીએ રજુઆત માટે ગયા હતા અને આજે પણ પાલિકા કચેરીએ લોકો રજુઆત માટે પહોચ્યા હતા જો કે પહેલાથી પોલિસની હાજરીને કારેણે મામલે શાંત થઇ જશે તેમ હતુ પંરતુ અચાનક એક વ્યક્તિએ ઉશ્કેરાઇ નગરપાલિકા પ્રમુખ ધનશ્યામ ઠક્કરને થપ્પડ મારી દીધી હતી. જો કે ધટના બાદ પોલિસે તમામને અટકાવ્યા હતા પરંતુ ત્યા સુધી મોડુ થઇ ગયુ હતુ ધટના સમયે ઉપસ્થિત મિડીયાના કેમેરામાં સમગ્ર ધટના લાઇવ કેદ થઇ હતી જો કે હાલ પોલિસે તપાસ શરૂ કરી છે. તો પાલિકા પ્રમુખ કચેરીએથી નિકળી ગયા છે. આ ધટનાના આગામી દિવસોમા ધેરા પ્રત્યાધાત પડશે અને સમગ્ર મામલે કદાચ પોલિસ કાર્યવાહી પણ થશે