કચ્છમાં રેવન્ય વિભાગમાં કેટલાક પેંધી ગયેલા કર્મચારીઓની કારણે નિષ્ઠાથી કામ કરતા ધણા કર્મચારીઓ નારાજ છે. બંધ બારણે આ મામલે અનેકવાર મૌખીક રજુઆતો થઇ છે પરંતુ તેનો પડધો પડ્યો નથી તાજેતરમાંજ વહીવટી તંત્રએ ઉચ્ચકક્ષાએથી બે વાર બદલીઓ અંગે ટકોર થયા બાદ બદલીના હુકમો કર્યા હતા ગત મહિનાના અંતમાં થયેલા આ હુકમો જો કે ચર્ચા અે વિવાદનુ કારણ બન્યા હતા કેમકે તેમાં કેટલાક બદલી પામેલા કર્મચારીઓ લાગવગથી નજીકમાંજ ગોઠવાયા હોવાની વિગતોએ ભારે ખળભડાટ સર્જયો હતો. તો કેટલાક કર્મચારીઓનો સમયગાળો પુર્ણ થયો હોવા છંતા તેની બદલી ન થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. જો કે શનિવારે આ મામલો ભારે ચર્ચાસ્પદ રહ્યો હતો અને જીલ્લાના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે જાણકારી મેળવી હતી તો કર્મચારી સંગઠનના કેટલાક આગેવાનો પણ આ મામલે યોગ્ય જગ્યાએ રજુઆત માટે પહોચ્યા હતા. અને તંત્રએ કરેલા બદલી હુકમમાં યોગ્ય ન થયુ હોવાની નારજગી પણ વ્યક્ત કરી હોવાનુ રેવન્યુ સુત્રોમાં ચર્ચાઇ રહ્યુ છે. જો કે આજે જીલ્લા કલેકટરે તમામ વિવાદ અને ચર્ચા વચ્ચે વધુ 38 કલાર્ક તથા 80 જેટલા તલાટીઓના બદલીના હુકમ કર્યા છે. જેમાં લાંબા ગાળાથી એકજ જગ્યાએ ફરજ બજાવતા અનેક કર્મચારીઓ છે. તો નજીકના સમયમાં બદલી પામી ભુજમાંજ રહી ગયેલા કર્મચારીઓ અંગે પણ મંથન કરી ફેરફાર થાય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.
બદલી તો થઇ પરંતુ શુ ફરી ભલામણો કામ કરી ગઇ ?
અગાઉ જે રીતે બદલી પામેલા પૈકી અર્જુનસિંહ ગંભીરસિંહ ઝાલા,ગણેશ લક્ષ્મણભાઇ હુન, દિનેશ ઝવેરભાઇ સુથાર તથા રાજશ્રી દિેનેશ સોચાનો,બી.જે.દુલેરા, ડી.પી.ડોડીયા તથા એચ.જે.દેસાઇની બદલીઓમાં ભલામણ વાદ ચાલ્યો હોવાનો ગણગણાટ કર્મચારીઓમા હતો ત્યા આ વખતે પણ બદલી પામેલા કલાર્કની બદલીઓમા ચોક્કસ વ્યક્તિઓની ભલામણ કામ કરી ગઇ હોવાનો ફરી ગણગણાટ સંભળાઇ રહ્યો છે. જો કે સુત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સંગઠનના હોદ્દેદારોએ આ મામલે રસ લેતા મામલો ઉચ્ચકક્ષાએ પણ પહોચ્યો છે. અને બદીલઓની પારદર્શકતા મામલે તપાસ થાય તો પણ નવાઇ નહી ? આજે પણ તંત્રએ કરેલી કલાર્કની બદલીના લીસ્ટમાં પણ કેટલાક નામોની ભલામણના કારણે નજીકમાંજ આંતરીક બદલીઓ કરી દેવાઇ હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો છે. જો કે હાલ તંત્રએ બાકી રહેતા કર્મચારીઓની બદલી કરી મામલો શાંત પાડયો છે.
હુકમ પહેલા અને પછી ઉગ્ર રજુઆત થઇ!
બદલી મામલે લાંબા સમયથી કર્મચારીઓમાં ચાલતો ગણગણાટ અને અસંતોષ શનિવારે મૌખીક રજુઆત સાથે સામે આવ્યો હતો. અને કેટલાય કર્મચારીઓ પોતાની બદલીઓને લઇને તંત્રના અભીગમ સામે નારાજ દેખાયા હતા. ચર્ચાતો એવી પણ છે. કે મેડીકલ તકલીફ હોવા છંતા બદલી ન પામનાર એક કર્મચારીએ ફરીયાદ સાથે વહીવટી કામોમાં દખલગીરી કરનાર કેટલાક કર્મચારી અધિકારીની યોગ્ય ફોર્મમાં અને સ્થળ પર ફરીયાદ કરવાની ઉગ્ર વાત પણ કરી. જો કે આવી કોઇ ફરીયાદ કે સંગઠની માંગ અંગે અધિક કલેકટરનો સંપર્ક કરતા તેઓએ તમામ પ્રક્રિયા યોગ્ય રીતે થઇ હોવાનુ કહ્યુ હતુ. અને તેમની પાસે કોઇ ફરીયાદ ન પહોંચી હોવાનો ખુલાસો કર્યો હતો. જો કે સુત્રોએ બદલી પછીના બે દિવસમાં અનેક કર્મચારીઓ જવાબદારોને મળ્યો હોવાનુ કહ્યુ હતુ. જો કે હવે આ મામલે શુ પડધો પડે છે તે જોવુ રહ્યુ
સુત્રોનુ માનીએ તો ધણા કિસ્સામાં કચ્છ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ કર્મચારીને સાંભળી તેમને યોગ્ય કરવાની ખાતરી પણ આપી છે. પંરતુ કેટલાક કિસ્સામાં ચોક્કસ ભલામણ કરી કામ કરી ગઇ હોવાનો ગણગણાટ હજુ પણ છે. અને કદાચ બન્ને બદલી હુકમમાં ફેર-વિચારણા થાય તો પણ નવાઇ નહી.આ સમગ્ર મામલે મહેસુલી મંડળના કેટલાક જવાબદાર લોકોને સત્તાવાર માહિતી મેળવવા સંપર્ક કરવા પ્રયત્ન કરાયો હતો પરંતુ તે થઇ શક્યો ન હતો પરંતુ આધારભુત સુત્રોએ જણાવ્યુ હતુ કે યોગ્ય જગ્યાએ રજુઆત કરાઇ છે અગાઉ પણ કચ્છમાં મહેસુલ વિભાગમાં થયેલી બદલીઓ ચર્ચામાં રહી છે. પરંતુ તાજેતરમાં થયેલી બદલીઓ બાદ મામલો થોડો ગરમાયો છે.