Home Social કચ્છ વહીવટી તંત્રએ કરેલ બદલી હુકમો કેમ બન્યા ચર્ચાનુ કારણ? ગણગણાટ ઉપર...

કચ્છ વહીવટી તંત્રએ કરેલ બદલી હુકમો કેમ બન્યા ચર્ચાનુ કારણ? ગણગણાટ ઉપર સુધી પહોચ્યો!

2272
SHARE
ગાંધીનગર કક્ષાએથી બે વાર લેખીત જાણ કર્યા બાદ અંતે કચ્છનુ વહીવટી તંત્ર જાગ્યુ છે. અને બે દિવસ પહેલા કચ્છના 92થી વધુ કર્મચારીઓની બઢતી સાથે બદલીના હુકમો કર્યા છે. જો કે જીલ્લા કલેકટર દ્રારા કરાયેલા બદલીના આ હુકમો બાદ મહેસુલી કર્મચારીઓમાં આ બદલીને લઇને અનેક તર્કવિતર્ક અનેક ગણગણાટ છે કેમકે બદલીના કરાયેલા હુકમમાં કેટલાક કર્મચારીઓ વર્ષોથી ભુજ નજીકમાંજ નોકરી કરી રહ્યા છે જેને ફરી પાછા ભુજમાંજ વિભાગ બદલી રખાયા છે. તો કેટલાક કર્મચારીઓને ગાંધીનગર કક્ષાએથી સરકારના હુકમ અને સમય થઇ ગયો હોવા છંતા બદલાયા નથી.વળી તંત્ર એ જાહેર કરેલા લીસ્ટમાં કેટલાક નામોમાં ભલામણ ચાલી હોવાનો કર્મચારીઓમાં ગણગણાટ છે જેની વાત કરીએ તો અર્જુનસિંહ ગંભીરસિંહ ઝાલા,ગણેશ લક્ષ્મણભાઇ હુન, દિનેશ ઝવેરભાઇ સુથાર તથા રાજશ્રી દિેનેશ સોચાનો સમાવેશ થાય છે.આ ઉપરાંત પણ કેટલાક બદલી પૈકીના નામો ચર્ચામાં છે જેમા બી.જે.દુલેરા, ડી.પી.ડોડીયા તથા એચ.જે.દેસાઇનો સમાવેશ થાય છે. જેની બદલીઓના સ્થળને લઇને અનેક ચર્ચાએ જોર પકડ્યુ છે. આવા કેટલાક કર્મચારીઓની ભલામણને કારણે નજીકમાંજ બદલીઓ થઇ હોવાની ચર્ચા છે કેમકે વર્ષોથી તેઓ ભુજ નજીકમાંજ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે પારદર્શક ગુજરાત સરકારના સાશનમાં તેમનાજ વહીવટી વિભાગમાં બદલીઓને લઇને ઉઠેલી ચર્ચાનો મામલો ફરીયાદ સ્વરૂપે ઉપર સુધી પહોંચ્યો હોવાની  ચર્ચા મહેસુલી કર્મચારીમા હાલ ચાલી રહી છે
બે વાર ટકોર છંતા હજુ પણ કેટલાય ન બદલાયા !
મે મહિનામાં ગાંધીનગર કક્ષાએથી અમુક વર્ષ કરતા વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની બદલી અંગે આદેશ કરાયા હતા ત્યાર બાદ રીમાઇન્ડર લેટર પણ મોકલાયો હતો પરંતુ કચ્છના વહીવટી તંત્ર દ્રારા વાવાઝોડાનુ કારણ આગળ ધરી આ પ્રક્રિયા કરાઇ ન હતી જો કે હવે જ્યારે ગાંધીનગર કક્ષાએથી આદેશ બાદ તંત્રએ કામગીરી કરીજ છે ત્યારે કેટલીક બદલીઓમાં ભલામણવાદ્દ સાથે હજુ પણ અનેક કર્મચારીઓ એકજ જગ્યાએ વર્ષોથી ફરજ પર  હોય તેમની બદલી કેમ ન થઇ? તેના આશ્ર્ચર્ય સાથે અનેક ગણગણાટ રેવેન્યુ કર્મચારીઓમા ચાલી રહ્યો છે. જેમાં ઉપરોક્ત કર્મચારીઓ વર્ષોથી એકજ સ્થળે હોવાની વિગતો સામે આવી છે. જેમાં અનીલ પરમાર,હરપાલસિંહ વાધેલા, એકજ અટકધારી નિરવ કરમટા,રવી કરમટા,સંદિપ કાલરીયા,જૈનીસ મોદી,નિલેશ રોજાસરા, અનવર બલોચ,અનીલ કરેણ,કોમલ વેગડ દિપાલી જાનીનો સમાવેશ થાય છે. તો 2016માં આવેલા ધણા તલાટીઓ પણ એકજ સ્થળે વર્ષોથી હોવા છંતા તેની બદલીઓ થઈ નથી અને કેટલાક રાહ જોવે છે જો કે પારદર્શક બદલી ન થઇ હોવાનો ગણગણાટ ક્યાક ગાંધીનગર સુધી પણ પહોચે તેવી પુરી શક્યતા છે.
બદલી મામલે તંત્ર હમેંશા ચર્ચામા 
કચ્છમાં તાજેતરમાંજ થયેલી બદલી કદાચ ભલે યોગ્ય અને પારદર્શક હોવાનો દાવો થતો હોય પરંતુ કેટલાક કર્મચારીઓ વર્ષોથી એકજ સ્થાને કોઇપણ રીતે પોતાની જગ્યા કરી લે છે એ પણ એટલુ જ સત્ય છે જેની તપાસ થાય તે જરૂરી છે કેમકે તેમની બદલીઓ થયા બાદ પણ થોડા સમયમાં તેઓ મહત્વની જગ્યાએ પાછા આવી જાય છે. ચુંટણી શાખા,મહુસુલ શાખા,મધ્યાહન ભોજન,પુરવઠા શાખા તથા ગૃહ વિભાગ સહિત મહત્વના વિભાગ સાથે જોડાયેલ મેજીસ્ટ્રીયલ શાખામાં આવા અનેક ઉદાહરણો હોવાનો ગણગણાટ છે. કદાચ આવા કેટલાક કર્મચારીની બદલી પણ થાય તો તેની સેવા તથા કેટલીક જવાબદારી તેમનેજ સોંપાય છે જેને કારણે કામ કરવા ઉત્સુક કેટલાય લોકો લાંબા સમયથી સાઇડ લાઇન છે. બદલીઓની પારદર્શકતા અંગે ચાલી રહેલા ગણગણાટના આ સમગ્ર મામલે ન્યઝ4 કચ્છએ અધિક કલેકટરનો ટેલોફોનીક સંપર્ક કર્યો હતો પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો જો કે મહત્વની વાત એ છે કે મામલો ઉચ્ચકક્ષા એ પહોચે તેવી શક્યતા છે સાથે બાકી રહેતી બદલીઓમા પારદર્શક હુકમો થાય તેવુ કર્મચારીઓમા ચર્ચાઇ રહ્યુ છે ભલે કાર્યવાહીના ડરે કોઇ કદાચ કર્મચારીઓ ખુલ્લી ને ન બોલતા હોય પરંતુ કલેકટર આ મામલાને ગંભીર ગણી કર્મચારીના મન કી બાત સાંભળે તો ચોક્કસ ભવિષ્યમા કાઇ સારુ થઇ શકે