તાજેતરમાં મુંબઇમાં બનેલી એ ધટના યાદ છે. નૈરોબી ફલાઇટ રદ થતાં મુંબઇની હોટલમાં અપાયેલ રૂમમાં આગ લાગવાથી કચ્છના યુવક-યુવતીના તેમાં કરૂણ મોત થયા હતા. રૂપલ કાનજી વેકરીયા,કિશન પ્રેમજી હાલાઈના મોતથી રામપર ગામ સહિત ચોવીસી અને દેશ વિદેશમાં ઊંડા દુઃખની લાગણી પ્રસરી હતી. જો કે ધટનાના થોડા દિવસોમાં જ સ્વસ્થ થઇ પરિવારે તેમને યાદગારીરૂપે જીવંત રાખવા માટે અનોખો નિર્ણય કર્યો છે. દુનિયામાં કોઈપણ માનવીય સંસ્કૃતિમાં પિતા-પુત્રીનો નાતો અદકેરો છે ત્યારે લાડલી પુત્રીના મોત બાદ રૂપલના દાદા-દાદી ધનબાઈ ધનજીભાઇ મેઘજી વેકરીયા તથા માતા-પિતા મંજુલાબેન કાનજી વેકરીયા દ્વારા રૂપલ સરોવરના નિર્માણ માટે દાન આપવામાં આવ્યુ છે. દીકરીની સ્મૃતિમાં પૈતૃક ગામ રામપરમાં સરોવર સર્જવા દાન આપી અનોખી શ્રધ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે. પરિવારના સભ્યો સાથે ભુજ સવામિનારાયણ મંદિરના સંતો, જીલ્લા પંચાયત માજી કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવી, રામપર જળસંચય સમિતિના સભ્યો,રામપર અને વેકરાના સરપંચ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખાતમૂહર્ત કરવામાં આવ્યુ હતુ. રામપર ગૌરક્ષણ સંસ્થાને 30 લાખ અને કે.કે.પટેલ હોસ્પિટલ અને કોવિડ ફંડ માટે 7 લાખની સેવા, જળસંચય માટે પણ યોગદાન સહિત સતત સેવા કાર્યો કરતા આ પરિવાર વધુ એક પાણીદાર કાર્ય માટે દાન આપી મૃત્કોને અંજલી અર્પી છે. ભુજ મંદિરના સંત દેવ ચરણદાસજી સ્વામીએ કાર્યને બિરદાવી સદગત આત્માઓની શાંતિ માટે પ્રાથના કરી હતી. રૂપલ સરોવર બનાવવાનો વિચાર જગાવનાર વાલજી લાલજી આશાણી અને લાલજી કાનજી વેકરીયાએ આપ્યો હતો સાથે ગામના અગ્રણી જયંતીભાઈ એ માહિતી આપતાં ઉમેર્યું હતું કે હવે પરિવારે આપેલા દાનથી આશાસ્પદ આ યુગલની જોડી હવે સરોવર રૂપે કાયમી સ્મૃતિમાં રહેશે
નવી જિંદગી મળતાં પુત્રએ આપ્યું દાન
ભુજમાં વિશ્વ વ્યાપી કચ્છીઓના આર્થિક સહયોગથી નિર્મિત કે.કે.પટેલ હોસ્પિટલમાં તાજેતરમાં સારવાર સંતુષ્ઠ પુત્રે ૫૦,૦૦૦ રૂપિયાનું દાન આપ્યું હતું. ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલ ગોરસીયાએ આપેલી માહિતી મુજબ, ભુજના સુનીલ પ્રહલાદ પટેલ પિતાના હૃદયરોગ હુમલા બાદ ભુજની કે.કે.પટેલ સુપર સ્પેશિયલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા, તાત્કાલિક સારવારના અંતે તેઓ તરત ગંભીર સ્થિતિમાંથી સહેજે બહાર આવ્યા હતા. ફરજ પરના ડૉ.જયદત્ત ટેકાણી, ડૉ. મીત ઠક્કર સહિતના આરોગ્ય તજજ્ઞોએ માત્ર અડધા કલાકમાં ત્વરિત એંજ્યોપ્લાસ્ટી કરી, અને જોખમ ટાળ્યું હતું. ત્વરિત યોગ્ય સારવારથી પુત્ર પરિવાર સંતોષ પામ્યો હતો અને ૫૦ હજાર રૂપિયાનું ખુશાલી દાન ગોપાલભાઈને ચેક સ્વરૂપે અર્પણ કર્યું હતું.
ઝરપરાના ગૌ પ્રેમીનુ ૫૦,૦૦૦નું દાન
ઝરપરા ગામના જીવદયા ક્ષેત્રે સતત કાર્યરત જીવદયા પ્રેમી આશપનભાઈ ગાગીયાના પ્રયાસથી એક સદગૃહસ્થ તરફથી દાનની રકમ એકત્ર કરી મુંદરા પાંજરાપોળને અર્પણ કરી હતી.આ સમયે સંસ્થાના પ્રમુખ નવીન મહેતા, માનદમંત્રી કાંતિલાલ શાહ, ટ્રસ્ટી હિરેન સાવલા, તથા ભરતભાઈએ હાજર રહી આ રકમ સ્વીકારી હતી. સંસ્થાના પ્રતિનિધિઓએ દાતા આશપનભાઈ તથા ઝરપરાવાસીઓનો સંસ્થા તરફથી આભાર માન્યો હતો.