લાંચીયા અધિકારીને સજા
વર્ષ 2016મા લાંચ લેતા ઝડપાયેલા નાયબ મામલતદાર મહેન્દ્રકુમાર મૂળજી પલણને ચાર વર્ષની કેદની સજા ફટકારાઇ છે. બનાવની વિગતે વાત કરીએ તો આ કામના ફરીયાદીના માસાના સંયુક્ત પરિવારના માલિકીના નામે માધાપર ગામના રેવેન્યુ સર્વે નં.૨૪૭ વાળી જમીનની બાજુમાં માધાપર ગામના સરકારી ટ્રાવર્સ સર્વે નં. ૫૬૮ પૈકીની એ.૦.૧૬ ગું. જમીન ખેતીના હેતુ માટે લાગુ તરીકે મળવા માટે કલેક્ટરશ્રી, કચ્છ-ભુજને સંબોધીને તા.૦૪/૧૨/૨૦૧૪ ના રોજ જરૂરી દસ્તાવેજો જોડી જરૂરી રકમ ચલણથી ભરી નિયત નમૂનામાં અરજી કરેલ હતી. જે અરજીના કામ અનુસંધાને અરજીની કાર્યવાહીમાં મામલતદાર કચેરી માથી ભરેલ હકારાત્મક અભિપ્રાય સાથે જોડેલ કાગળો વાળી બાબતમાં સુધારા હુકમની કાર્યવાહી કરી ઝડપથી ઉપલી કચેરીમાં મોકલાવી સરળતાથી મંજૂર કરાવી આપવાની અવેજમાં ગેરકાયદેસર લાંચ પેટે રૂ.૫,૦૦૦/- ની માંગણી કરી હતી આ કેસ ભુજ(કચ્છ)ના નામદાર આઠમા અધિક સેસન્સ જજ એસ.એમ.કાનાબારની અદાલત સમક્ષ ચાલ્યો હતો આ કામે પ્રોસીક્યુશન તરફે ર૬ દસ્તાવેજી પુરાવાઓ તથા ૦૫ સાક્ષી તપાસવામાં આવ્યા હતા. આ ગુન્હામાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭, ૧૩(૧)(ઘ) તથા ૧૩(૨) મુજબ ગુનો સાબિત થતાં ચાર વર્ષની કેદની સજા તથા રૂ.૬,૦૦૦/- ના દંડનો હુકમ કરવામાં આવ્યો છે. અને જો દંડ ના ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ, પ્રોસીક્યુશન તરફથી એ.સી.બી.કાયદાના સરકારી વકીલ એચ.બી.જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસેલ અને દલીલ કરી હતી.
એસ.ઓ.જી.એ ગાંજાના જથ્થો પકડ્યો
પચ્છિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપે નખત્રાણાના દેવપર યક્ષ ગામેથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.SOG ના મદનસિંહ લાલુભા જાડેજાને મળેલી બાતમી આધારે દરોડો પાડી તપાસ કરતા ગુલાબ જાદવજી મકવાણા(દરજી), ઉવ.૫૬,૧.૭૬૧ કિલોગ્રામ ગાંજાના જથ્થા સહિત ૧૭,૬૧૦/ મુદામાલ સાથે પકડાઇ ગયો હતો. એસ.ઓ.જીએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.જથ્થો ક્યાથી લાવ્યો હતો અને કેટલા સમયથી ગાંજાનુ વહેંચાણ કરે છે તે સહિતની વિગતો મેળવવા તજવીજ હાથ ધરાઇ છે.
ભચાઉ નજીક શાંતિદુતના મોતથી અરેરાટી
ભચાઉ ગાંધીધામ વચ્ચેના ચોપડવા બ્રિજ નજીક આવેલા ખોડીયાર મંદિર પાસે આજે એક સાથે 80 જેટલા કબૂતરના મોત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે શાંતિના દૂત એવા કબતરોના એકસાથે મૃત્યુના પગલે મંદિર સેવક ગણ અને સ્થાનિક લોકોમાં દુઃખની લાગણી ફેલાઇ હતી ધણા વર્ષોથી ખોડીયાર મંદિર પટાંગળમાં પક્ષીઓને ચણ નાખવાની જીવદયા સેવકો દ્વારા કરવામાં આવે છે, જ્યાં અસંખ્ય કબૂતરો ચણવા માટે આવે છે. જોકે કબૂતરના આ પ્રમાણે મોતની ઘટના પ્રથમ વખત બનતા અહી આવતા હજારો લોકો દુખી થયા છે. જો કે મોતના ચોક્કસ કારણ અંગે હજુ કોઇ વિગતો સામે આવી નથી. પરંતુ સ્થાનીક અગ્રણીઓએ આ અંગે જવાબદાર તંત્રનુ ધ્યાન દોર્યુ છે. સાથે મૃત કબુતરની અંતિમ વીધી પણ સ્થાનીક આગેવાનો દ્રારા કરાઇ હતી. સાથે આ મામલાની તપાસ માટે માંગ પણ કરાઇ હતી. આસપાસ આવેલી કેમીકલ કંપનીના પાણી પીવાથી મોતની એક શંકા વ્યક્ત કરાઇ છે પરંતુ મૃત કબુતરોની તપાસ બાદ મોતનુ ચોક્કસ સામે આવશે
સરકારી નાણાની ઉચાપત કરનારને જામીન મળ્યા
આ કેસની હકીકત એવી છે કે, આ કામના આરોપી લાખીયાર રણમલજી રાઉ (જાડેજા) મુળ રહે. તેરા, તા.અબડાસા-કચ્છ. રહે. હાલ, બી-૬, સાગર સીટી, મુન્દ્રારોડ, ભુજ-કચ્છ વાળાએ પ્રશાંત મંગળપ્રસાદ પટેલ રહે. પ-શ્રીનાથ કૃપા સોસાયટી સરદાર પટેલ. હાઈસ્કુલ પાસે ઉત્તમ નગર, મણીનગર, અમદાવાદ વાળા સાથે ભળી જઈ પ્રશાંત મંગળપ્રસાદ પટેલ પોતે સરકારી કર્મયારી હોઈ અને ઉસ્તીયા તથા નાગીયા ગ્રામપંચાયત તલાટી સહ મંત્રી તરીકે ફરજ દરમિયાન સરપંચ તથા અન્ય તલાટી સહ મંત્રીની જાણ બહાર તેમની ખોટી સહી કરી ખોટો અને કિંમતી દસ્તાવેજ (ચેક) ઠગાઈ કરવાના ઈરાદે બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ઉસ્તીયા ગ્રામ પંચાયત- તેમજ નાગીયા સ્વભંડોળના ખાતા સહિત- કુલ્લ રૂા.૧૧,૫૬,૮૫૦/- પોતાના ખાતામાં જમા કરાવીને સરકારી નાણા ઓળવી જઈ ઉચાપત કરી ગુન્હો કર્યા બાબત ની ફરીયાદ નલીયા પોલીસ સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૬૨૩૦૨૦૮/૨૦૨૩ તે ઈ.પી.કો કલમ ૪૦૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબની ફરીયાદ નોંધાવેલ હતી જે ફરીયાદ બાબતની નામદાર સેશન્સ અદાલત સમક્ષ જામીન અરજી કરેલ. જે અરજી નામદાર અદાલતે મંજુર કરી આરોપીને રેગ્યુલર જામીન મુકત કરવાનો હુકમ કર્યો છે આ કેસમાં આરોપી તરફે નામદાર કોર્ટમા કુલદીપ જે. મહેતા, હેતલ બી.દવે, તથા પ્રશાંત એન. રાજપુત એ હાજર રહીને દલીલો કરી હતી
ભુજના ભરચક વિસ્તારમાં લુંટથી દોડધામ
ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી જ્વેલર્સ પેઢીમા આજે લુંટની ધટનાથી દોડધામ મચી છે. બપોરના સમયે બનેલી ધટનામાં એક અજાણ્યો બુકાનીધારી શખ્સ દુકાનમા પ્રવેશ્યો હતો અને પોતાની પાસે રહેલ હથિયાર જેવી વસ્તુ દેખાડી પૈસા લઇ ફરાર થઇ ગયો હતો જો કે બનાવ સંદર્ભે પોલિસે ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. અંદાજીત 24,000 થી વધુ રકમની લુંટની શક્યતા છે. જો કે ભરચક વિસ્તારમાં બનેલી લુંટની ધટનાથી પોલિસ સહિત મહત્વની એજન્સીઓ દોડતી થઇ હતી અને તપાસ શરૂ કરી છે. સી.સી.ટી.વી ફુટેજના આધારે પોલિસે લુંટારૂનુ પગેરૂ શોધવા કવાયત હાથ ધરી છે. જો કે આ મામલે સત્તાવાર ફરીયાદ બાદ વધુ વિગતો જાહેર થશે એક સમયે ફરીયાદી ડરી જતા ફરીયાદ માટે આગળ આવ્યા ન હતા જો કે ત્યાર બાદ સમગ્ર મામલો પોલિસ અધિકારીઓ સુધી પહોચ્યા બાદ હવે કાર્યવાહી શરૂ કરાઇ છે.