કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ લાંબા સમયથી ગુન્હો કરી ફરાર થઇ ગયેલા આરોપીની શોધ માટે સક્રિય છે. ત્યારે આવોજ એક આરોપી પચ્છિમ કચ્છ ભુજ પેરોલ ફર્લો સ્કોડના હાથે ઝડપાઇ ગયો છે. 21 વર્ષથી મા્ંડવીમાં થયેલ હત્યાના ગુન્હામાં તે ફરાર હતો અને સી.આઇ.ડી ક્રાઇમ દ્રારા તેના પર 10 હજારનુ ઇનામ પણ જાહેર કરાયુ હતુ. પચ્છિમ કચ્છના 10 વોન્ટેડ આરોપીમાં ઝડપાયેલો શખ્સ બે નંબર પર હતો જેને આર.ટી.ઓ નજીકથી પેરોલ ફર્લો સ્કોડ પકડી પાડ્યો છે. જો કે 21 વર્ષ દરમ્યાન તેને પકડવા માટે થયેલી પોલિસની મહેનતની દાસ્તન પણ વાંચવા જેવી છે. રમેશ ગોરધનદાસ ઠક્કર માતાનામઢ પગે ચાલી જઇ રહ્યો હોવાની બાતમી આધારે તે પકડાઇ ગયો છે.
માંડવીમાં કરી પત્નીની હત્યા
ભુજમાં રહેતા રમેશ ગોરધાનદાસ ઠક્કકરે 2001માં અલ્કા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા જો કે પત્નીના ચારિત્ર્ય પર શંકા હોતા 2002માં તે પત્નીને માંડવી લઇ ગયો હતો અને ત્યા ગળેટુંપો આપી હત્યા કરી નાશી ગયો હતો ત્યારથી અત્યાર સુધી તે પોલિસને હાથે લાગ્યો ન હતો. મુંબઇ સહિત ગુજરાતના અલગ-અલગ સ્થળે તે ફરતો રહ્યો પરંતુ તેની કોઇ માહિતી પોલીસને ન જ મળી અને તેથીજ તેને કચ્છના વોન્ટેડ નાસતા ફરતા આરોપીમાં 2 નંબરનો ગુન્હેગાર જાહેર કરી તેના પર 10,000નુ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ.
પેરોલ ફર્લોએ 21 વર્ષ પકડ્યો
ટેકનોલોજીના યુગમાં પોલિસ માટે ગુન્હેગાર પકડવો મુશ્કેલ નથી કેમકે તેના દ્રારા પોલીસ કોઇ કડી મેળવી શકે છે. પરંતુ રમેશ ઠક્કર મોબાઇલ ન વાપરતો હોવાથી તેની કડી મેળવવી મુશ્કેલ હતી તેમાય હત્યાના આરોપીની કોઇ તસ્વીર પણ પેરોલ ફર્લો તથા અન્ય પોલીસ પાસે હતી નહી તેવામાં પેરોલ ફર્લો સ્કોડ અલગ-અલગ જગ્યાએથી બાતમી મેળવી હ્યુમન સોર્સની મદદથી પેરોલ ફર્લો સ્કોડના ધમેન્દ્ર રાવલ તથા વિરેન્દ્રસિંહ પરમારને માતાનામઢ દર્શન માટે આવે છે તેવી બાતમી મળી હતી જે આધારે ડી.બી,વાધેલા અને તેની ટીમ દ્રારા ભુજ આર.ટી.ઓ પાસેથી પકડી પાડ્યો હતો અગાઉ તે ભુજ વાણીયાવાડમાં એક લોજમાં કામ કરતો હતો પરંતુ તેના માલિક પણ ગુજરી જતા તેની કડી મળતી ન હતી
રમેશ બન્યો દિપક જોષી
પત્નીની હત્યા કર્યા બાદ મોબાઇલ નહી તેની કોઇ તસ્વીર નહી અને તે ફરાર થઇ ગયો પરંતુ હાલ જ્યારે તે પકડાયો ત્યારે પોલીસે કરેલી તપાસમાં તે દિપક જોષી નામ ધારણ કરી રહેતો હોવાની વિગતો પણ સામે આવી છે. પેરોલ ફર્લો સ્કોડની તપાસમાં હત્યા કરી ફરાર થયા બાદ રમેશ કડી-મહેસાણા રહેતો હતો જ્યા તેને નામ બદલવા સાથે થોડા સમય ત્યા રહ્યા બાદ કડીના પ્રવિણ પટેલની 5 વર્ષની પુત્રીનુ અપહરણ પણ કર્યુ હતુ. અને 5 વર્ષ પોતાની સાથે રાખી હતી. જેથી તેને અન્ય જગ્યાએ સહેલાઇથી રહેવા માટે સ્થાન મળી જાય જો કે બાદમાં ગાંધીધામમાં તેના સંબધીને ત્યા છોકરીને સોંપી મહેસાણા કડી પહોચાડવાનુ કહી ગયાની વિગતો સામે આવી છે જેથી કડી પોલીસને આ અંગે જાણ કરાઇ છે.
ન કોઇ ટેકનીકલ સર્વેલન્સ,ન કોઇ ફોટો અને એકલવાયુ જીવન જીવતા રમેશ ઠક્કરને પકડવો એક પડકાર હતો તેવામાં 21 વર્ષ પેરોલ ફર્લો સ્કોડને તેને પકડવામાં સફળતા મળી છે.