કચ્છની વિકાસગાથાની જેમ કચ્છમાં શરૂ થયેલી ખનીજ ચોરી પર લખવા જઇએ તો આખુ પુસ્તક લખાય તેમ છે. વર્ષોથી વિવિધ તંત્રની મીલીભગતથી ચાલતા આ સુનીયોજીત ષડયંત્ર કેટલાક અધિકારીઓ આવ્યા ત્યારેજ બંઘ થયુ છે. અથવા ડરી-ડરીને ગાપ્ટામાં ચાલુ રહ્યુ છે પરંતુ તે સિવાય રેતી,બેન્ટોનાઇટ,ચાઇનાક્લે અને બોક્સાઇટ સહિતના કિંમતી ખનીજો બેફામ રીતે ચોરી લેવાય છે. પરંતુ તેની સામે કોઇ નક્કર કામગીરી થતી નથી સામાન્ય નાગરીકો પણ આવી વાતોથી જાણકાર છે. પરંતુ કચ્છના ચુંટાયેલા પ્રતિનીધી અને ખુદ સરકાર આ મામલે કોઇ નક્કર કામગીરી કરી શક્યુ નથી. કદાચ અત્યારે તો તેના માઠા પરિણામો આપણને જોવા નહી મળે પરંતુ ભવિષ્યમાં કચ્છ પર તેની મોટી ખરાબ અસર થશે તેવુ જાણકારો માની રહ્યા છે. ખેર આપણે આજે થયેલી કામગીરી અને તેની પાછળની સ્ટોરીની વાત કરવી છે.,અબડાસામાં તાજેતરમાંજ ખાણખનીજ વિભાગ અને ખાસ કરીને અબડાસા પ્રાન્ત દ્રારા કપરી સ્થિતીમા બે જગ્યાએથી ખનીજ ચોરીનો પ્રર્દાફાસ કરાયો જેમાં એકમાં તો દંડ ભરી દેતા આજે મામલો પુર્ણ થયો છે. જ્યારે બીજા કિસ્સાની તપાસ ચાલુમા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ જ છે કે સૌરભસિંગ વખતે જે ખનીજ ચોરી અબડાસામાં કરતા ખનીજચોરો વિચારતા હતા. તે ખનીજ ચોરો અચાનક સક્રિય કેમ થઇ ગયા કેમકે ખાણખનીજ વિભાગના અધિકારી તથા કચ્છના કલેકટર પણ નથી ઇચ્છતા કે ખનીજ ચોરો બેફામ બને.. તો પછી ખનીજ ચોરોને આટલી હિંમત કોને આપી તે એક મોટો સવાલ થાય અને તેથીજ અબડાસામાં શરૂ થયેલી ખનીજ ચોરી પાછળ ઉંડાણ પુર્વકની તપાસ થાય તો સોપારીકાંડની જેમજ એક મોટો તોડકાંડ ખુલે તેમ છે.તેવી ચર્ચા એ જોર પકડ્યુ છે. જો કે પચ્છિમ કચ્છના બે જવાબદાર અધિકારીએ આ વાતને રદીયો આપ્યો હતો.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ નામ કેમ ઉછળ્યુ ?
પચ્છિમ કચ્છમાં થોડા સમય માટે આવેલા કરણરાજ વાધેલાની બદલી થયા બાદ પચ્છિમ કચ્છમાં ગેરકાયદેરસર પ્રવૃતિ સાથે સંકળાયેલ લોકોમાં અને એ તો ઠીક સામાન્ય નાગરીકોમાં પણ એકજ ચર્ચા સાંભળવા મળી રહી છે કે કચ્છમાં હવે બધુ ગોઠવાઇ જશે તેવામાં અબડાસામાં શરૂ થયેલી ખનીજ ચોરી મામલે આવીજ કેટલીક વાતો સામે આવી છે. જેમાં પચ્છિમ કચ્છની મહત્વની બ્રાન્ચના કેટલાક વહીવટદારો દ્રારા મોટી રકમનો વહીવટ કરી ખનીજ ચોરી માટે મંજુરી અપાઇ હોવાની ચર્ચા છે. અબડાસામાં જે પ્રાન્ત અધિકારી અને ખાણખનીજ વિભાગ સહિતની ટીમે બે જગ્યાએ ખનીજ ચોરી પકડી તે સહિત કુલ 8 મશીનોને અબડાસા વિસ્તારમાં આ પ્રકારે મીઠી મંજુરી અપાઇ હોવાનુ ચર્ચાય છે. અને તેના માટે ચોક્કસ વ્યક્તિઓ દ્રારા રૂપીયા લીધા હોવાની ચર્ચા છે. જો કે આ વાતમાં તથ્ય તો તપાસ બાદ જ ખ્યાલ આવી શકે પરંતુ હાલ અબડાસા સહિત ચોક્કસ લોકોમાં આ કિસ્સો ભારે ચર્ચામાં છે. જો કે આ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ સંદિપસિંહ ચુડાસમાનો સંપર્ક કરાયો તો તેઓએ આવી કોઇ વાત ન હોવાનુ કહી અગાઉ આજ વિસ્તારમાં થયેલી કામગીરીના આંકડા આપવાની વાત કરી ઓફીસે આવવા કહી આ વાતને નક્કારી હતી જો કે હવે અગત્યનુ એ છે. કે આ મામલે કાઇ તપાસ થાય છે કે કેમ ?
એસ.પીએ કહ્યુ ખોટી અફવા છે.
કચ્છમાં ખનીજ ચોરી સાથે ટ્રકોમાં ઓવરલોડ ચાલતા વાહનચાલકોને પણ ચોક્કસ ફીક્સ રકમ માટે કહી દેવામાં આવ્યુ હોવાની વિગતો પણ સામે આવી છે તે વચ્ચે અબડાસાની ખનીજ ચોરી માટે ચોક્કસ મોટા વહીવટદારોને જવાબદારી સોંપાઇ હતી. જો કે તમામ તંત્ર આ માટે સહમત ન હોય ખનીજચોરી ધમધોકાર શરૂ થાય તે પહેલાજ તેના પર રોક આવી ગઇ હોવાની ચર્ચા છે. જો કે સૌથી અગત્યની ચર્ચા છે વહીવટદારની.. પચ્છિમ કચ્છમાં નાના પાયે શરૂ થયેલા બે નંબરી ધંધાની ઉધરાણીમાં મોરબીના કોઇ વ્યક્તિની ભુમીકા હોવાનુ પણ ચર્ચાય છે. જો કે આ તમામ મામલાઓ તપાસ માંગી લે તેવા છે.આ અંગે પચ્છિમ કચ્છ એસ.પી નો સંપર્ક કરતા આવી તમામ બાબતોને તેઓએ રદીયો આપ્યો હતો અને આવી કોઇ બાબત ન હોવાનુ જણાવી તંત્રએ અબડાસામાં કામગીરી કરી તેમાં પોલીસે પણ સહકાર આપ્યો હતો. પોલીસને માત્ર બદનામ કરાય છે. તેવુ કહ્યુ હતુ સાથે એસ.પીએ આવી કોઇ ફરીયાદ તેમના સમક્ષ ન આવી હોવાનુ સ્પષ્ટ જણાવ્યુ હતુ જો કે હવે લોકોમાં ચર્ચાતી વાતો પછી પોલિસ આ મામલે શુ તપાસ કરે છે તે જોવુ અગત્યનુ રહેશે.
કચ્છમાં સમંયાતરે આવી પ્રવૃતિ સામે પોલીસ તથા અન્ય વહીવટી તંત્ર દ્રારા કાર્યવાહી થાય છે. પરંતુ એ પણ એટલીજ વાસ્તવીકતા છે કે આવી કાર્યવાહી પછી પણ આવી પ્રવૃતિ અટકી નથી નહીતો કરોડો રૂપીયાની મશીનરી સાથે ખનીજ ચોરી કરવાની કોઇ હિંમત ન કરે જો કે જાગ્યા ત્યારથી સવારની જેમ હવે તંત્ર અને પોલીસ સાથે મળી આવી પ્રવૃતિ સંપુર્ણ અટકાવે અને ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર જો આવી હપ્તાખોરી થઇ હોય તો તેની તપાસ કરે તે જરૂરી છે. આ જ ખનીજ ચોરી પકડાઇ તે દરમ્યાન સ્થાનીક પોલીસ વિભાગ તથા તંત્ર વચ્ચે ચક્કમક થઇ હતી જે મામલે પણ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોચ્યો હતો. જો કે જોગાનુજોગ એ બન્ને અધિકારીઓની બાદમાં અન્ય સ્થળે બદલી થઇ હતી. કદાચ ચર્ચાતી વાત ખોટી પણ હોય પરંતુ સોપારી કાંડમાં જેમ ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર બધુ થઇ ગયુ તેમ કહેવાય છે તેમ કદાચ આ કિસ્સામાં પણ બન્યુ હોય તેથી પોલીસ આ મામલામાં પણ બદનામ થાય તે પહેલા યોગ્ય તપાસ કરે તે પણ એટલુજ જરૂરી છે….કેમકે આગ લાગ્યા વગર ધુમાડો ન ઉડે…