Home Crime પત્રી ગામના યુવાનની હત્યાનુ કાવત્રુ દ્રશ્ર્યમ જેવુ ! પોલીસે 5 ને ઝડપી...

પત્રી ગામના યુવાનની હત્યાનુ કાવત્રુ દ્રશ્ર્યમ જેવુ ! પોલીસે 5 ને ઝડપી રીમાન્ડ મેળવ્યા

13294
SHARE
મુન્દ્રા તાલુકાના પત્રી ગામના ક્ષત્રિય યુવાનના મળેલા શંકાસ્પદ મૃત્દેહમાં તપાસ દરમ્યાન અનેક સનસનીખેજ ખુલાસાઓ થઇ રહ્યા છે. પહેલા દિવસે જ્યારે પૃથ્વીરાજસિંહ જાડેજાનો મૃત્દેહ તેની કામ નજીકથી પત્રી રોડ પરથી મળ્યો ત્યારે પોલીસે અકસ્માત થયો હોવાની દિશામાં તપાસ શરૂ કરી હતી જો કે પરિવાર અને સમાજે હત્યા અંગે શંકા વ્યક્ત કરી મૃત્દેહ સ્વીકારાવાનો ઇન્કાર કર્યો હતો બાદમાં પોલીસે આ મામલે 4 સામે હત્યાનો ગુન્હો નોંધ્યો હતો અને હવે હત્યા મામલે 5 વ્યક્તિઓની ધરપકડ કરી તેના રીમાન્ડ મેળવ્યા છે તપાસ દરમ્યાન ફરીયાદ સિવાયના હિરેન પાંચા બત્તાની સંડોવણી પણ ખુલી છે. અને રીમાન્ડ દરમ્યાન હજુ વધુ લોકોની સંડોવણીની શક્યતા નક્કારી શકાય નહી પોલીસે 4 દિવસના રીમાન્ડ મેળવી વધુ પુછપરછ શરૂ કરી છે.
ફીલ્મ દ્રશ્ર્યમ જેવા તાણાવાણા
રાજકીય અદાવત અને ખનીજ ચોરી મામલાનુ મનદુખ રાખી ક્ષત્રિય આગેવાન પૃથ્વીરાજસિંહ જાડેજાની હત્યા કરાઇ હોવાનુ પ્રાથમીક રીતે જણાવાયુ છે. પરંતુ રીમાન્ડ દરમ્યાન પોલીસ હત્યાના ચોક્કસ કારણ સાથે મજબુત પુરાવા એકઠા કરવા તપાસ કરશે પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ છે કે હત્યામાં વપરાયેલ લોડર આરોપી દ્રારા ક્યાક છુપાવી દેવાયુ છે. અને સંભવત તેને કોઇ સ્થળ પર પાણીમાં નાંખી દેવાયુ છે જેથી તેની શોધખોળ પોલીસે આરંભી છે. પ્રાગપર પોલીસે વજીબેન વાલજી ચાડ,વાલજી કરસન ચાડ,નંદલાલ વાલજી ચાડ તથા વીઠ્ઠલ વાલજી ચાડ સામે ફરીયાદ નોંધ્યા બાદ તેની ધરપકડ કરી છે સાથે તપાસ દરમ્યાન હિરેન પાંચા બત્તાનુ નામ ખુલતા તેની ધરપકડ કરી છે આમ અત્યાર સુધી હત્યામાં કુલ 5 ની સંડોવણી સામે આવી છે. અને તપાસ દરમ્યાન વધુ નામ ખુલે તેવી શક્યતા નકારી શકાય નહી પહેલા હત્યાને અકસ્માતમાં ખપાવાના પ્રયત્ન અને બાદમાં હત્યામાં ઉપયોગ કરાય લોડર પર આરોપીઓ દ્રારા છુપાવી દેવાયુ છે જેને શોધવા હાલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર કિસ્સામાં પુર્વ મહિલા સરપંચ વિરૂધ્ધ અવિશ્ર્વાસની દરખાસ્તનુ મનદુખ કારભુત હોવા સાથે અન્ય કોઇકારણ હત્યા પાછળ છે કે નહી તે સહિતના અનેક મુદ્દાઓ પર પોલીસ તપાસ કરશે હાલ રીમાન્ડ મેળવી હત્યામાં અન્ય કોઇની સામેલગીરી છે કે નહી તથા હત્યામાં વપરાયેલ લોડર શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર હાર્દીક ત્રિવેદ્રીએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે સર્વગાહી તપાસ રીમાન્ડ દરમ્યાન કરવામાં આવશે