Home Crime અંતે અબાડાસા ધારાસભ્ય પુત્રના નામને સાંકળતા કિસ્સામાં બે અજાણ્યા સામે ફરીયાદ

અંતે અબાડાસા ધારાસભ્ય પુત્રના નામને સાંકળતા કિસ્સામાં બે અજાણ્યા સામે ફરીયાદ

2454
SHARE
ધોળા દિવસે નખત્રાણાના કોટડા(જ) ગામે સામાજીક આગેવાન પર હુમલો કરી પોલીસની કાયદો વ્યવસ્થાની સ્થિતીની અને આબરૂના લીરા ઉડાડતા કેસમાં અંતે 4 દિવસે નખત્રાણા પોલીસ મથકે અર્જુનસિંહ નામધારી વ્યક્તિના બે અજાણ્યા બુકાનીધારી સામે ફરીયાદ નોંધાઇ છે.શુક્રવારે અગાઉ આમઆદામી પાર્ટી અને ત્યાર બાદ ભાજપને સમર્થન જાહેર કરનાર વસંત ખેતાણીએ ધારાસભ્ય પુત્ર સામે મુખ્યમંત્રીને કરેલી અરજી વાયરલ થઇ હતી અને તેની થોડી કલાકોમાંજ તેની ઓફીસે બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ આવી વસંત ખેતાણી પર હુમલો કર્યો હતો અને ત્યાર બાદ તેનેં સારવાર માટે ખસેંડાયો હતો ધટનાના 4 દિવસ બાદ ગઇકાલે વસંત ખેતાણીએ તેને જાનનો ખતરો હોવાની દહેસત સર્જતી અરજી પણ કરી હતી ત્યારે આજે નખત્રાણા પોલીસ મથકે અર્જુનસિંહના નામે હુમલો કરનાર બે અજાણ્યા બુકાનીધારી સામે ફરીયાદ નોંધાઇ છે. ફરીયાદમાં વસંત ખેતાણીએ બે અજાણ્યા શખ્સોએ તેના પર હુમલો કરી જાનથી મારી નાંખવા સહિતની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી છે. જે મામલે નખત્રાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે હવે અજાણ્યા શખ્સો પકડાયા બાદ અર્જુનસિંહ કોણ છે તે અંગે પ્રકાશ પડશે કચ્છ સહિત રાજ્યમાં ભારે વિવાદ સર્જનાર આ મામલામાં ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાના પુત્ર સામે અરજી કર્યાના થોડા કલાકોમાંજ તેના પુત્રના નામે થયેલા હુમલાની ધટનાએ ભારે ચકચાર સર્જી હતી ત્યારે વિવાદી મામલો અંતે પોલીસ ચોપડે ચડ્યો છે ત્યારે જોવુ એ અગત્યનુ રહેશે કે હુમલાખોર હવે પોલીસ પકડમાં ક્યારે આવે છે અને હુમલો કરનાર અર્જુનસિંહ ખરેખર કોણ છે? જો કે ફરીયાદીના આક્ષેપ સામે નોંધાયેલી વિસંગત ફરીયાદ મામલે કાયદાકીય મામલો કોર્ટમાં ગુંચવાય તો નવાઇ નહી….