કચ્છના બહુચર્ચીત 3.75 કરોડના સોપારી તોકાંડમાં અનીલ પંડીત જે ગુન્હામાં ફરીયાદી છે. તે મામલામાં ફરાર 4 પોલીસ કર્મી સહિત પુર્વ આઇ.જી સ્વ એ.કે.જાડેજાના ભાણેજ ને પકડવા માટે કોર્ટે આદેશ કર્યા છે. અગાઉ આ મામલે પંકીલ મોહતા તથા પૈસા પહોચાડનાર પોલીસ કર્મચારીના સંબધીની તપાસ એજન્સીએ ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યા હતા. પરંતુ સસ્પેન્ડ થયેલા 4 પોલીસ કર્મચારી હજુ પોલીસના હાથે લાગ્યા નથી. ત્યારે ભુજની ખાસ અદાલતે આજે વોરંટ જાહેર કરી ધરપકડ કરવા આદેશ કર્યા છે. તપાસનીસ અધિકારી એસ.એમ વારોતરીયાએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે સોપારી લાંચ પ્રકરણમાં હાલ કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા રહે ગાંધીધામ,રણવીરસિંહ જગદીશસિંહ ઝાલા રહે ગાંધીધામ,રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા રહે અંજાર,ભરત આશારીયા ગઢવી રહે બાડા માંડવી તથા શેલેન્દ્રસિંહ ઉર્ફે ભાણુભા માધુભા સોઢા રહે ગાંધીધામ તથા અમદાવાદ ને પકડવા માટેના કોર્ટે આદેશ કર્યા છે. જે વોંરટ આધારે પકડી પાડવા માટે તપાસ ચાલી રહી છે. કોર્ટે વોરન્ટ ઇસ્યુ કરતા હવે કોઇપણ પોલીસ તેની ધરપકડ કરી શકે છે. ધણા લાંબા સમયથી આ મામલે સામે આવ્યા બાદ 4 પોલીસ કર્મચારી તથા અન્ય પોલીસ પરિવારનો સભ્ય ફરાર છે. હવે ટુંક સમયમાં તેઓ પોલીસ ગીરફ્તમાં નહી આવે તો મીલ્કત જપ્તી સહિતની કાર્યવાહી પણ થઇ શકે છે. આજ મામલમાં સોપારીનુ કૌભાડ ચલાવવા મામલે પોલીસે અન્ય એક ફરીયાદ મુન્દ્રામાંજ નોંધી છે જેમાં તોડકાંડના ફરીયાદી સહિતના આરોપીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. ત્યારે હવે ફરાર પોલીસ કર્મચારીને સાંકડતા લાંચ કેસમા કોર્ટે ધરપકડ માટેના આદેશ કરતા કાર્યવાહી ઝડપી બનશે કોર્ટે પાંચે આરોપીને ભાગેડુ જાહેર કરી પકડવા આદેશ કર્યા છે.