Home Current શુ મુખ્યમંત્રીની મુલાકાત રાજકીય હતી ? દેશભરના રાજકીય પક્ષો અને મીડીયાની...

શુ મુખ્યમંત્રીની મુલાકાત રાજકીય હતી ? દેશભરના રાજકીય પક્ષો અને મીડીયાની નજર કચ્છમાં

972
SHARE
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રતિવર્ષ આયોજીત થતી અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક આ વર્ષે ગુજરાતના સરહદી કચ્છ જિલ્લાના પાટનગર ભુજ ખાતે યોજાઈ રહી છે. આ બેઠક તા. ૫, ૬ અને ૭ નવેમ્બર ૨૦૨૩ ના રોજ યોજાશે આ બેઠકમાં સંઘની રચના મુજબ રચાયેલા કુલ ૪૫ પ્રાંતમાંથી પ્રાંત સંઘચાલક, કાર્યવાહ, પ્રાંત પ્રચારક, સહ-સંઘચાલક, સહકાર્યવાહ અને સહ-પ્રાંત પ્રચારક ભાગ લેશે.આ બેઠકમાં વિશેષરૂપે સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે, અને સહ સરકાર્યવાહ ડૉ. કૃષ્ણગોપાલ, ડો. મનમોહન વૈધ, શ્રી મુકુંદા, શ્રી અરુણ કુમાર, રામદત્ત ચક્રધરજી અને અખિલ ભારતીય અધિકારીઓ સહિત કાર્યકારણી સદસ્યો પણ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારતીય જનતા પાર્ટી, ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિસાન સંઘ સહિત વિવિધ સમવૈચારિક સંગઠનોના નિશ્ચિત થયેલ સંગઠન મંત્રીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે.આ પ્રસંગે આયોજિત પત્રકાર પરિષદમાં બેઠકના વિષયે માહિતી આપતાં રા.સ્વ. સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે, આ બેઠકમાં સંઘના સંગઠન કાર્યની સમીક્ષાની સાથે સાથે પૂણેમાં ગત સપ્ટેમ્બર માસમાં મળેલી અખિલ ભારતીય સમન્વય બેઠકમાં ચર્ચાના વિષયો અને તાજેતરમાં જ સરસંઘચાલકજી દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિતે કરાયેલા ઉદબોધનમાં ઉલ્લેખિત મુદાઓ પર મુલ્યાંકન તરીકે વિવિધ કાર્યોની સમિક્ષા અને આવશ્યક વિભિન્ન વિષયો પર ચર્ચા કરવામાં આવશે.સમાજના સંદર્ભમાં અપેક્ષિત ફેરફારો વિશે ચર્ચા થશે, તેવી જ રીતે સંઘમાં પણ અપેક્ષિત ફેરફારો વિશે ચર્ચા કરવામાં આવશે. જેમ કે સંઘ શિક્ષા વર્ગના પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષનો અભ્યાસક્રમ બદલવાની યોજના ચાલી રહી છે, તે વિષય પર ચર્ચા કરવામાં આવશે.૨૦૨૪ માં આવનારા આગામી સંઘ શિક્ષા વર્ગોમાં નવો અભ્યાસક્રમ આપવામાં આવશે. બેઠકમાં ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરની સ્થાપના સાથે સંબંધિત મુદ્દાઓ અને તેનાથી સંબંધિત દેશભરમાં પ્રસ્તાવિત કાર્યક્રમો પર ચર્ચા કરવામાં આવશે. દેશભરના દરેક શહેરો અને ગામડાઓમાં અલગ-અલગ મંદિરોમાં વિવિધ કાર્યક્રમોનું આહવાન કરાયું છે, તેના મુદ્દે આ મહત્વપૂર્ણ કાર્યમાં સંઘ કઈ રીતે સહભાગી થશે તેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે અને ત્યારબાદ તમામ સ્વયંસેવકોને સૂચના આપવામાં આવશે અને સમગ્ર સમાજને આ બેઠક બાદ આહવાન કરવામાં આવશે. ૨૦૨૫માં સંઘ કાર્યને ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ૧૯૨૫માં દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય શરૂ થયું હતું અને સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારે આ કાર્યની શરૂઆત કરી હતી, આ કાર્ય ૯૮ વર્ષ સુધી સતત વધતું રહ્યું. ૨૦૨૫ માં ૧૦૦ વર્ષ થશે, તેથી કાર્ય વિસ્તરણ યોજના પર સતત કામ ચાલી રહ્યું છે, આ કાર્યમાં ઘણા લોકોએ તેમનો સમય આપ્યો છે. શતાબ્દી વિસ્તારકો પણ નીકળ્યા છે. આ વિષય સંદર્ભે જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા હતા, તેના અનુસંધાને અમે દર છ મહિને અમારી શાખાના કાર્યના વિસ્તરણની સતત સમીક્ષા કરીએ છીએ.આ બેઠકમાં, તે લક્ષ્યાંકની સિદ્ધિ અંગે સમીક્ષા કરવામાં આવશે.આગામી દોઢ વર્ષમાં નિર્ધારીત લક્ષ્યોને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય આ અંગે ચર્ચા થશે અને અત્યાર સુધી શું થયું છે તેની સમીક્ષા સાથે તેને વધુ વેગ કેવી રીતે આપી શકાય તે અંગે પણ ચર્ચા થશે. શતાબ્દી વર્ષના સંદર્ભમાં આવનારા સમયમાં તેને કેવી રીતે સમાજ સમક્ષ લાવવી તે વિષય પર પણ ચર્ચા થશે. આદરણીય સરસંઘચાલકજીએ તેમના વિજયાદશમીના સંબોધનમાં શાખાની આસપાસના વિસ્તારમાં સામાજિક પરિવર્તન માટે સતત પ્રયત્નો કરવા આહવાન કર્યું હતું.સામાજિક બદલાવ માટે નિરંતર પ્રયત્નો ચાલી રહ્યા છે, વિશિષ્ટ આહવાન જેવા કે, સામાજિક સમરસતાનો સંદેશ લોકો સુધી લઇ જવો, પર્યાવરણના સંદર્ભમાં વ્યક્તિગત જીવનશૈલી, પાણીની બચત, પ્લાસ્ટિકનો ન્યૂનતમ ઉપયોગ અને સુખી પરિવાર સાથે સમાજની દ્રષ્ટિએ સારા કાર્યો કરવા વાળા પરિવાર કઈ રીતે બને, તે બાબતે સ્વદેશી અને નાગરિક કર્તવ્ય સહિત પાંચ આહવાન કરવામાં આવ્યા હતા. જેના માટે સ્વયંસેવકોએ સમાજને સાથે લઈને આગળ વધવાનું છે,આ તમામ કાર્યોને વેગ આપવા માટે ચર્ચા કરવામાં આવશે. સમગ્ર દેશમાંથી ૩૮૧ અગ્રણી કાર્યકર્તાઓ આવ્યા છે, કાર્યકારી મંડળ બેઠકમાં પૂરા દેશનું પ્રતિનિધિત્વ થઇ રહ્યું છે. જે રીતે દેશમાં સંઘ કાર્ય વિશે ચર્ચા થાય છે, તે જ રીતે જમીની સ્તરના મુદ્દાઓ અને અનુભવોને લગતા વ્યવહારુ મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. બેઠક ૫ મીએ સવારે ૯ કલાકે શરૂ થશે અને ૭ મીએ સાંજે ૬ કલાકે પૂરી થશે.
મુખ્યમંત્રીની મુલાકાત રાજકીય નથી !
ગણતરીના મહિનાઓ માં જ વર્ષ ૨૦૨૪માં લોકસભાની પ્રતિષ્ઠાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે રાષ્ટ્રિય સ્વયં સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની મળનારી બેઠક અંગેની માહિતી આર.ડી.વરસાણી શાળા સંકુલમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં અપાઇ હતી વર્ષે ૨૦૨૪ માં લોકસભાની પ્રતિષ્ઠાની ચુંટણી યોજાવાની છે તે પૂર્વે આ બેઠક અતિ મહત્વની અને સૂચક મનાય છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાગવતજીની મુલાકાત માટે ત્રણેક કલાક માટે ખાસ ભુજ આવ્યા હતા,જોકે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં સુનીલજીએ આ મુલાકાત સંદર્ભે સ્પષ્ટ કર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરસંઘ ચાલક મોહન ભાગવત સાથેની મુલાકાત થઈ હતી પરંતુ એ રાજકીય નહીં પણ સૌજન્ય મુલાકાત હતી.આ બેઠકમાં રાજકીય ચર્ચા હશે કે નહીં એવા સવાલના જવાબમાં સુનીલજીએ જણાવ્યું હતું કે,સંઘ સીધો જ રાજકીય રીતે ક્યાંય હસ્તક્ષેપ કરતો નથી. પણ, બેઠકમાં સંઘના શીર્ષસ્થ આગેવાનો અને દેશભરમાંથી આવેલા ક્ષેત્રીય આગેવાનો રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે.જોકે આ ત્રિદિસીય બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, કિસાન સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ જેવા સમવૈચારિક સંગઠનના અપેક્ષિત અગ્રણીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આ બેઠક ખુબ અગત્યની માનવામા આવે છે આ પહેલા વડાપ્રધાન,અમીત શાહ અને ભાજવતજી નજીકના સમયમાંજ ગુજરાત પ્રવાસે હોતા ચર્ચા તેજ બની હતી તેવામા દિલ્હી વડાપ્રધાનને મળ્યા બાદ મુખ્યમંત્રી ની કચ્છ RSS શિબીર પહેલાની મુલાકાત ધણી મહત્વની મનાય છે