અબડાસાના જસાપર ગામેથી થોડા દિવસ પહેલા મળી આવેલ નવજાત બાળકીની માતાને પોલીસે શોધી લીધી છે જસાપર પાસે આવેલ રોડ પર અજાણ્યા વ્યક્તિએ તાજી જન્મેલ બાળકીને જોઇ હતી ત્યાર બાદ ગામ લોકોની મદદથી બાળકીને નલિયા સરકારી હોસ્પિટલ ખસેડાઇ હતી જખૌ પી.એસ.આઇ ને જાણ કરતા બાળકી ને સારવાર માટે ભૂજ મોકલી દેવાઇ હતી. બાળકીનો જન્મ એક દિવસ પહેલા થયો હોવાનો અભિપ્રાય ડો ડી.ડી.ધુલેરાએ આપ્યો હતો જેની તપાસ દરમ્યાન જખૌ પોલીસની ટીમને બાળકીની માતા સુધી પહોચવામા સફળતા મળી છે…જો કે ત્યાર બાદ પોલીસે સમગ્ર મામલે બે શખ્સો સામે ફરીયાદ નોંધી આગળની તપાસ આરંભી છે
જખૌ પોલીસે બે સામે ફરીયાદ નોંધી
તપાસ દરમ્યાન પોલીસે વિવિધ દિશામા તપાસ આરંભી હતી દરમ્યાન એક નાબાલીક શગીરા પોલીસની તપાસમા સામે આવી હતી જે તપાસ બાદ જખૌ પોલીસે ગામના ઇસ્માઇલ નોતીયાર તથા આમદ નોતીયાર સામે દુષ્કર્મ ,પોક્સો એક્ટની વિવિધ કલમો ધાકધમકી સહિત ભારેખમ કલમો તળે ગુન્હો નોંધી આગળની તપાસ આરંભી છે આજથી એક વર્ષ પહેલા ઇસ્માઇલે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની કેફીયત ભોગ બનનારે આપી છે જેના આધારે દુષ્કર્મ સહિત વિવિધ કલમો તળે ફરીયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનુ જણાવ્યુ છે ભોગ બનનાર સાથે થયેલ દુષ્કર્મ બાદ આ બાળકીનો જન્મ થતા ત્યજી દેવાઇ હતી ફરીયાદ બાદ વિવિધ કાર્યવાહી સાથે સાંયોગીક પુરાવા એકઠા કરવા સાથેની દિશામા તપાસ પોલીસે આરંભી હોવાનુ પી.આઇ ધવલ ચૌધરીએ જણાવ્યુ હતુ
સામાન્ય આવા કિસ્સામા બાળકને જન્મ આપનાર સુધી પહોચવુ પોલીસ માટે પડકારરૂપ હોય છે કચ્છના અનેક આવા કિસ્સા વણ ઉકેલાયા છે પરંતુ જખૌ પોલીસે ટુંક સમયમાંજ બાળકીને જન્મ આપનારને શોધી તેની સાથે બનેલ બનાવ અંગે કાયદાકીય કાર્યવાહી કરી છે