Home Current જોયો છે….224 કિલોનો જલારામ રોટલો ! ભુજમાં જલારામ જયંતીની અનોખી ઉજવણી

જોયો છે….224 કિલોનો જલારામ રોટલો ! ભુજમાં જલારામ જયંતીની અનોખી ઉજવણી

7525
SHARE
ભુજમાં જલારામ જયંતીની ઉજવણી માટે ખાસ તૈયારી કરાઇ છે. આમતો આવતીકાલે સમગ્ર દેશમાં જલારામ જંયતની ઉજવણી થશે પરંતુ તેની પૂર્વસંધ્યાએ ભુજના રસિક કતિરા પાર્ટી પ્લોટમાં ભુજ લોહાણા મહાજન દ્વારા અનોખું આયોજન કરી આ દિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે પ્રયત્ન કરાયો છે. આમતો આવુ આયોજન ભાગ્યેજ કોઇક કર્યુ હશે 224મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ ભુજ લોહાણા મહાજન દ્વારા પ્રથમ વખત 10×10 ફૂટ કુલ 100 ફૂટનો બાજરાનો રોટલો પ્રસાદ તરીકે બનાવવામાં આવ્યો છે. જે આજે તૈયાર થઇ ગયો છે અને સાંજે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી દર્શન માટે રાખી ત્યાર બાદ આવતીકાલે પ્રસાદ સ્વરૂપે લોકોને અપાશે
કેવી રીતે તૈયાર થયો રોટલો !
224 કિલોના રોટલા બનાવવા માટે તો 6 કલાક જેટલો સમય લાગ્યો પરંતુ તેની પુર્વ તૈયારીમાં ધણા દિવસો લાગ્યા હતા. પહેલા આટલો મોટો રોટલો તૈયાર કરવા માટે ખાસ તવો તૈયાર કરવામા આવ્યો હતો. જેના માટે ભુજના પ્રશાંત સોલગામાં એ જહેમત ઉઠાવી હતી અને આવા બે તવા 800 કે.જીના તૈયાર કરાયા છે જેથી બન્ને બાજુ રોટલો સેકી સકાય જેને ક્રેન વડે ઉથલાવવા માટે આયોજન કરાયુ હતુ. તો રોટલો બનાવવા માટે જીતુભાઇ રસોઇયા તથા તેના પરિવાર દ્રારા ખાસ તૈયારી કરાઇ હતી જેમાં 224 કિ.લો બાજરાનો લોટ 30 કિ.લો ધી તથા મોણ માટે 30 કિ.લો તેલનો ઉપયોગ કરાયો છે કલાકો સુધી તેને સેકવા માટે ખાસ ચુલો પણ બનાવાયો છે. જેથી ચારે બાજુથી રોટલો શેકી સકાય લોહાણા સમાજના આગેવાન મુકેશ ચંદે,ધનશ્યામ ઠક્કર,હિતેષ ઠક્કર,મુળરાજ ઠક્કર,પ્રફુલ્લાભીંડે,સંજયભાઇ ઠક્કર સહિતના આગેવાનો જોડાયા હતા અને આ ખાસ રોટલો તૈયાર કરાયો હતો.
જલારામ જંયતીની ઉજવણી સાથે લોહાણા સમાજ દ્રારા આ રોટલાને નિહાળવા માટે જાહેર જનતાને આંમત્રણ અપાયુ છે. જેથી તમામ સમાજના લોકો આ ઉજવણીમાં જોડાઇ શકે ભુજમાં તૈયાર થયેલા આ રોટલો અગાઉ કોઇએ બનાવ્યો નથી તેથી ભવિષ્યમાં ફરી આવુ આયોજન સંભવત રેકોર્ડ પણ સર્જી શકે છે. જો કે જલારામ જંયતી પહેલા આ જલારામ રોટલાએ અનેરૂ આકર્ષણ ઉભુ કર્યુ છે. જેમ વિરપુર જલારામ ધામના અનેક્ષેત્રના અતુટ ભંડારની હમેંશા ચર્ચા રહે છે તેમ આ વિશાળ જલારામ રોટલો હાલ તેની વિશાળતાથી અનેરૂ કુતુહુલ સર્જી રહ્યુ છે.