ગુજરાત બી.એસ.એફના મુખ્ય અધિકારીએ પદ્દભાર સંભાળ્યાના થોડા દિવસોમાંજ કચ્છ બોર્ડર વિસ્તારની મુલાકાત લીધી છે. સામાન્ય દિવસોમાં ગુજરાતના નવ નિયુક્ત સુરક્ષા અધિકારીઓ સંવેદનશીલ કચ્છ બોર્ડરની મુલાકાતને પ્રાધાન્ય આપતા હોય છે. ત્યારે અભિષેક પાઠક, BSF, ઈન્સ્પેક્ટર જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ગુજરાત ફ્રન્ટિયરે 07 થી 09 નવેમ્બર 2023 દરમિયાન ભુજ સેક્ટરના સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઇન્સ્પેક્ટર જનરલ ગુજરાત ફ્રન્ટિયરનો ચાર્જ સંભાળ્યા બાદ પચ્છિમી દરિયાઇ સરહદના ખાડી વિસ્તાર અને હરામીનાળાની અધિકારીએ મુલાકાત લીધી હતી. આ તેમની પ્રથમ મુલાકાત હતી ભુજ સેક્ટરની તેમની 03 દિવસની મુલાકાત દરમિયાન, અભિષેક પાઠકે વર્તમાન સુરક્ષા,હાલની ઓપરેશનલ અને વહીવટી તૈયારીઓ અને કચ્છ સરહદ પર સામે આવતા વિવિધ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ચાલી રહેલા પ્રયાસોની સમીક્ષા કરી હતી. તેમણે હાલના સુરક્ષા માળખા અને તેના મજબૂતીકરણની સમીક્ષા કરવા બોર્ડર સિક્યુરિટી ફોર્સના ફિલ્ડ કમાન્ડરો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને અન્ય સ્થાનિક આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી વિવિધ સરહદી ચોકીઓ પર તૈનાત સરહદ રક્ષકોને સંબોધતા, ઈન્સ્પેક્ટર જનરલ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ ગુજરાતે મુશ્કેલ અને પડકારજનક સંજોગોમાં સંપૂર્ણ સમર્પણ સાથે તેમની ફરજો બજાવવા અને આપણા દેશની સરહદોની સુરક્ષા કરવા બદલ જવાનોની પ્રસંશા કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ગુજરાત બી.એસ.અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યાના 3 દિવસમાંજ અધિકારીની મુલાકાત ધણી સુચક છે એક તરફ તહેવારો સમયે બી.એસ.એફ સહિતની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર હોય છે. તે વચ્ચે દિવાળી તહેવાર પહેલા બી.એસ.એફના ઉચ્ચ અધિકારીની મુલાકાત મહત્વની માનવામાં આવે છે. સુત્રોનુ માનીએ તો બી.એસ.એફ અધિકારીએ કચ્છ મુલાકાત દરમ્યાન સરહદની સુરક્ષા માટે મહત્વના પ્રોજેક્ટનુ કાર્ય ઝડપી થાય તે દિશામા પ્રયાસોની તત્પરતા દર્શાવી હતી.