ક્યારેક ક્યારેક સાતીર ગુન્હેગારો પોલીસ પકડથી બચવા માટે અલગ-અલગ રસ્તા અપનાવી બચી જતા હોય છે. પરંતુ કાયદાના હાથ એટલા લાંબા હોય છે કે અંતે તેના સુધી પહોચી જ જાય છે. તે ભલે પછી બે વર્ષથી ફરાર હોય કે બાર વર્ષથી આવાજ બે આરોપી લાંબા સમયથી ફરાર હતા જેને કચ્છ પોલીસની ટીમે વર્ષો બાદ ઝડપી પાડ્યા છે. જેમાં 12 વર્ષથી પોલીસ જાપ્તમાંથી ફરાર આરોપીને ભુજ પેરોલ ફર્લો સ્કોડ ઝડપ્યો છે જ્યારે કર્ણાટકના બેંગલુરમાં સોનાની કરોડોની ચીટીંગના ગુન્હામાં બે વર્ષથી ફરાર શખ્સને અંજાર પોલીસે પકડી પાડ્યો છે.
૧૨ વર્ષ પહેલા પોલીસ જાપ્તમાંથી ફરાર થયો હતો
પ્રથમ કિસ્સાની વાત કરીએ તો વર્ષ 2011 માં અજીત ઉર્ફે અજીતસિંગ ગુલઝારીલાલ ખાતી પાલારા જેલ નજીકથી પોલીસ જાપ્તાના કર્મચારીને ધકકો મારી નાસી ગયો હતો જે સંદર્ભે બી-ડીવીઝન પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો જે આરોપી ૧૨ વર્ષથી ફરાર હતો ભુજ પેરોલ ફર્લો સ્કોડ સતત તેના વતન ઝુનઝુન તેની તપાસ માટે ગઇ હતી પરંતુ તે મળી આવ્યો ન હતો વર્ષ 2011 માં ગાંધીધામ એ ડીવીઝનમાં બાઇક ચોરીના ગુન્હામા અજીતને પકડ્યો હતો જે તે સમયે માત્ર ભુજમાંજ જેલ હોય તેને પાલારા જેલ લઇ અવાઇ રહ્યો હતો પરંતુ પાલારા જેલ નજીક તે પોલીસને ધક્કો આપી નાશી ગયો હતો. જે તે સમયે આ કિસ્સામાં બેજવાબદાર પોલીસ કર્મી સામે પણ પગલા લેવાયા હતા. ભુજ પેરોલ ફર્લો સ્કોડના ધમેન્દ્ર રાવલ તથા બલવંતસિંહ જાડેજાને મળેલ સ્યુક્ત બાતમી મળી હતી કે આરોપી અજીત વાપી, ડુગરામાં એલ એન્ડ ટી બુલેટ ટ્રેન પ્રોજેકટ કેમ્પમાં કામ કરે છે જે આધારે તેને ઝડપી લેવાયો છે.
અંજારનો ચીટર બે વર્ષ હાથમા આવ્યો
તો બીજી તરફ અન્ય એક કિસ્મામાં બે વર્ષથી ફરાર આરોપીને અંજાર પોલીસે પકડી પાડ્યો છે ચીટીંગના ગુન્હામાં કર્નાટક બેંગલુર (એસ.જે.પાર્ડ) પોલીસ સ્ટેશનનમાં નોંધાયેલ કરોડો રૂપીયાની ચીટીંગના ગુન્હામાં ફરાર હતો આરોપી અજીમ ઉર્ફે ડાડો કારા બાફણ ઉ.વ.૪૦ નિંગાળનો વતની છે. જેથી અંજાર પોલીસ તેની વહોંચમાં હતી અને બે વર્ષ બાદ અંજાર પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આરોપીને પકડવા માટે બેંગલોર પોલીસ દ્રારા અવાર-નવાર કચ્છમા તપાસ કરવામાં આવી હતી. પરંતુ તે હાથ લાગ્યો ન હતો. અંજાર પોલીસ સાથે બેંગ્લોર પોલીસ પણ સાથે રહી હતી