Home Crime સંપતિની લાલચે હત્યાની ખોટી ફરિયાદનું પતિ પત્નિનું ષડયંત્ર નિષ્ફળ ! મુન્દ્રાથી પકડાયો...

સંપતિની લાલચે હત્યાની ખોટી ફરિયાદનું પતિ પત્નિનું ષડયંત્ર નિષ્ફળ ! મુન્દ્રાથી પકડાયો આરોપી

1870
SHARE
પૈત્રુક સંપતિની લાલચે પત્નિ સાથે મળી પોતાની હત્યા થઇ ગયેલ હોવાની ખોટી ફરિયાદ પત્નિ દ્રારા ઉત્તરપ્રદેશમાં દાખલ કરાવી પોતાની જાત છુપાવી રેહતા શખ્સને પકડી સમગ્ર ષડયંત્ર નો પર્દાફાશ મુંદરા મરીન પોલીસે કર્યો છે. બનાવની વિગતે વાત કરીએ તો ગત તા.૦૫/૦૬/૨૦૨૩ના રોજ ઉત્તરપ્રદેશ રાજયના ગોડા જીલ્લાના કોતવાલ દેહાત પો.સ્ટેશનમાં ફરીયાદીએ પોતાના પતિ રામકરન નન્કે ચૌહાણ ઉ.વ.૨૮ ધંધો મજુરી હાલે (રહે.નિલકંઠ કંપની ભદ્રેશ્વર તા.મુંદરા) નું મર્ડર થયેલ છે તેવી પોતાના સસરા તથા ત્રણ દેવર વિરુધ્ધ નામદાર કોર્ટના આદેશથી ફરીયાદ દાખલ કરાવેલ હતી, જે ગુના કામે ઉત્તરપ્રદેશ સાયબરકાઇમ તથા પશ્ચિમ કચ્છ ભુજ સાયબર ક્રાઈમની મદદથી ઘણા સમયથી પોતાની સાચી ઓળખ છુપાવી રેહતા રામકરન નન્કે ચૌહાણને પોલીસે પકડી પાડ્યો છે. અને આગળની કાર્યવાહી માટે ઉત્તરપ્રદેશ પોલીસને મુંદરા મરીન પોલીસ દ્વારા સોંપવામાં આવ્યો છે.
પ્લાન તો બનાવ્યો પણ….
પૈત્રુક સંપતિમાંથી બે દખલ થયા બાદ પરિવારના સભ્યોને હેરાન કરવાના ઇરાદે પતી-પત્ની એ સાથે મળી પ્લાન બનાવ્યો હતો રામકરન નન્કે ચૌહાણે ઓળખ છુપાવી અલગ-અલગ રાજ્યમાં ફરી કચ્છ આવી ગયો હતો. પરંતુ થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જેમાં છઠ્ઠ પુજાના નાંચતો એક શખ્સ રામકરન હોવાની શંકાએ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ગુજરાત પોલીસની મદદથી પહેલા આરોપીની ઓળખ પ્રસ્થાપિત થાય તે મુજબની તપાસ આરંભાઇ હતી અને ત્યાર બાદ તેના મોબાઇલ નંબર મેળવી તેને મુન્દ્રાથી પકડી પડાયો હતો. પોલીસની તપાસમાં રામકરન નિલકંઠ કંપનીમા કામ કરતો હતો અને પોલીસથી બચવા માટે તે 3 મહિને સીમકાર્ડ પણ બદલી નાંખતો હતો પોલીસને શંકા ન જાય તે માટે તે તેના સાડાને પૈસા મોકલતો હતો.
સમગ્ર ષડયંત્રને નિષ્ફળ બનાવવામા આધારકાર્ડ એક મહત્વની કડી સાબિત થયો હતુ વીડિયોના આધારે શંકા ગયા બાદ પોલીસે સાઇબર એક્સપર્ટ અને અન્ય વિભાગોની મદદથી સ્પષ્ટ કર્યુ હતુ. કે હત્યાની ખોટી ફરીયાદ કરનાર મુન્દ્રામાં જીવીત છે જેમા આધારકાર્ડ મહત્વનુ રહ્યુ હતુ. અને ત્યાર બાદ મુન્દ્રા મરીન પોલીસે તેને દબોચી લીધો હતો. આરોપીને પકડી તેની પુછપરછ બાદ ઉત્તરપ્રદેશ પોલીસને રામકરનનો કબ્જો સોંપ્યો હોવાની વિગતો મુન્દ્રા મરીન પી.એસ.આઇ એન.ડી.જાડેજાએ આપી હતી.