સમગ્ર કચ્છમાં ચકચાર જગાવનાર પત્રી ગામના યુવાન પૃથ્વીરાજસિંહ જાડેજા ની અંગત અદાવત અને ખનીજ માફીયાઓ સામે અવારનવાર કરાતી ફરીયાદોનુ મનદુખ રાખી થયેલી હત્યાના કેસમાં આટલા દિવસો બાદ નવો વંણાક આવ્યો છે. આ કિસ્સામાં મદદગારી કરનાર મુન્દ્રા ભાજપના આગેવાન અને મુન્દ્રાના મોટુ માથુ ગણાતા ધિરૂભા રતનજી જાડેજાની પોલીસે હત્યા કેસમાં મદદગારી કરવા સબબ ધરપકડ કરી છે. ગઇકાલે બુધવારે સવારે તેની સંડોવણી સ્પષ્ટ થયા બાદ ધરપકડ કરાઇ હતી અને આજે તેને પાલારા જેલ હવાલે કરાયો છે. પોલીસની પ્રાથમીક તપાસ અને સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હત્યાના ગુન્હામાં ધિરૂભાએ આડકતરી રીતે પડદા પાછળ રહી મદદગારી કરી હતી તપાસમા એ પણ સ્પષ્ટ થયુ છે. કે હત્યા કરનાર પરિવારના કેટલાક સભ્યો સાથે તેના નજીકના સંબધ હતા.પૃથ્વિરાજની હત્યા બાદ તેના પરિવારે અનેકવાર રજુઆત પણ કરી હતી કે હત્યા પાછળ અન્ય લોકોની સંડોવણી પણ છે. ત્યારે પ્રાગપર પોલીસે આ ગુન્હામાં વધુ એક ધરપકડ કરતા ધરપકડ કરાયેલા આરોપીનો સંખ્યાનો આંક 9 પર પહોચ્યો છે. ધિરૂભા જાડેજા એ.ટી.વી.ટીના સભ્ય રહી ચુક્યા છે. અને મુન્દ્રામાં સામાજીક રાજકીય રીતે તેનુ નામ મોટુ ગણાય છે. તેની સંડોવણી આ કિસ્સામાં ખુલતા મુન્દ્રા શહેરમાં આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. તો પ્રૃથ્વીરાજ ની હત્યામાં કેમ ધીરુભા સામેલ થયા તેને લઇને પણ અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યુ છે. સુત્રોનુ માનીએ તો રાજકીય રીતે આ કિસ્સામાં તેની ધરપકડ ન થાય તે માટે ધણી દોડાદોડ થઇ હતી પરંતુ પોલીસ પાસે મજબુત પુરાવા હોતા પોલીસે આ ગુન્હામા તેની ધરપકડ કરી છે. ધીરૂભા રતનજી જાડેજા(રહે વિરાણીયા) મુન્દ્રા તાલુકા પંચાયતના પુર્વ કારોબારી ચેરમેન રહી ચુક્યા છે. તો સુત્રો તરફથી મળતી માહિતી મુજબ અગાઉ તેના પરિવારના સભ્યનુ નામ પણ એક હત્યાના કિસ્સામાં સામે આવ્યુ હતુ.