Home Current વર્ષો જુનો સંબધ આમીર ખાને નિભાવ્યો કોટાયના આહિર પરિવારના દુખમાં સહભાગી થયો

વર્ષો જુનો સંબધ આમીર ખાને નિભાવ્યો કોટાયના આહિર પરિવારના દુખમાં સહભાગી થયો

3387
SHARE
આમીરખાનની સુપરહીટ ફિલ્મનુ મોટા ભાગનુ જ્યા શુટીંગ થયુ હતુ તે કુનીરીયા ફિલ્મના શુટીંગ દરમ્યાન કચ્છમા અનેક લોકો સાથે આજે પણ આમીરખાન ધરોબો રાખી બેઠા છે ત્યારે આવાજ એક કોટાયના ચાડ પરિવારના યુવાન પુત્ર મહાવીર ચાડ(આહિર) ના મૃત્યુ બાદ આમીર ખાન ખાસ પ્લેન મારફતે આજે કચ્છ આવ્યો હતો અને પરિવારના દુખમાં સહભાગી બન્યો હતો. ધનજીભાઇ ચાડે ફિલ્મ લગાન દરમ્યાન શુટીંગની અનેક જવાબદારી નિભાવી હતી અને ત્યારથી આમીરખાન સાથે તેના પારિવારીક સંબધ જેવો નાતો બંધાઇ ગયો હતો. ત્યારે થોડા દિવસ પહેલા જ મહાવીરનુ એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ આ ધટનાની જાણ થતા વ્યથીત બનેલ આમીરખાન આજે ખાસ પ્લેન મારફતે ભુજ દોડી આવ્યો હતો અને કોટાય ગામની મુલાકાત લઇ ધનજીભાઇ ચાડ પરિવારને સાત્વના પાઠવી હતી. સવારે ખાસ પ્લેન મારફતે આવ્યા બાદ બપોરે બે વાગ્યે તે પરત મુંબઇ જવા રવાના થશે એક સમયે આમીરખાન કોઇ ફિલ્મના શુટીંગ માટે કચ્છ આવ્યો હોવા સહિતની અટકળો સાથે તેના ફોટા સોસિયલ મીડિયામાં વાયરલ થયા હતા પરંતુ ત્યાર બાદ સાચુ કારણ સામે આવ્યુ હતુ. સોસિયલ મીડિયામાં આમીરખાનના કચ્છ લગ્ન ફિલ્મ સમયના સંબધો નિભાવવાની ખુબ ચર્ચા થઇ રહી છે. તો મૃત્ક મહાવીર સાથેના તેના ફોટો પણ સોસિયલ મીડિયામાં વાયરલ થયા હતા.