Home Crime પાકિસ્તાનની જય! રાપરનો એ વીડિયો અધુરો વાઇરલ કરાયો…ને વાતનુ વતેસર થયુ !

પાકિસ્તાનની જય! રાપરનો એ વીડિયો અધુરો વાઇરલ કરાયો…ને વાતનુ વતેસર થયુ !

4259
SHARE
રાપરમાં એક આયોજીત કાર્યક્રમમાં સંત દ્રારા કરાયેલા એક વીડિયોની કચ્છમાં બે-ત્રણ દિવસથી ચર્ચા છે. વીડિયોમાં સંત પાકિસ્તાનની જય બોલાવી રહ્યા છે જો કે વીડિયોએ વિવાદનુ સ્વરૂપ ધારણ કરતા આજે તંત્રને ખુલાસા સાથે પુરો વીડિયો વહેતો કરવો પડ્યો હતો. બનાવની વિગતે વાત કરીએ તો રાપરના ચિત્રોડ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગત તા.10ના પીએમ આવાસ યોજનના ઇ- લોકાર્પણ પ્રસંગે ગુરુકુળના કે.પી સ્વામીએ પોતાના પ્રવચન દરમિયાન ભારત માતા કી જય સાથે વિવિધ દેવી દેવતાઓનાં નામનો જયકાર કરાવ્યો હતો. , જોકે જયઘોષની આખરમાં સ્વામીએ પાકિસ્તાન બોલતા જ સભાએ તુરંત જય બોલાવી હતી, આ સમયે ક્ષણભર માટે સભા મંડપમાં સોપો પડી ગયો હતો. અને ત્યાર બાદ એટલોજ વીડિયો સોસીયલ મિડીયામાં વાયરલ થયો હતો અને જેને કારણે સૌ કોઇ વિચારતા થઇ ગયા હતા કે સંત આવુ કરી શકે જો કે આજે રાષ્ટ્રીય ચેનલમા આ મુદ્દો ચમક્યા બાદ તંત્રએ આ અંગે ખુલાસો કર્યો છે કે સંપુર્ણ વીડિયોની હકીકત આવી છે. હકીકતમા ઉપસ્થિત જન મેદનીએ પાકિસ્તાનનુ નામ લીધા બાદ કરેલા જયકારથી સંતએ આખી વાત કરી લોકોને જે દેશનુ ખાવ છો એનુ જયકાર બોલાવો છે તેવુ કહી શરમ ન આવી તેવુ કહે છે. જો કે હજુ તેઓ પણ આખી વાતમા શુ સમજાવવા માંગતા હતા તે વાત પુર્ણ કરે તે પહેલાજ તેમનુ ભાષણ સમય મર્યાદાના કારણે અટકાવી દેવામા આવ્યુ હતુ. જો કે વિવાદ થતા આજે આખો વીડિયો વહેતો કરાયો હતો જો કે હવે જોવુ એ અગત્યનુ રહેશે કે અધુરો વિડીયો વાયરલ કરનાર સુધી સોસીયલ મીડિયા પર ચાંપતી નજર રાખતા વિભાગો પહોચે છે. કે નહી..જુવો ઓરીજનલ વીડિયો