ભુજમાં ધમધમતુ દેશી બંદુક બનાવવાનુ કારખાનુ ઝડપાયુ: એક શખ્સ ગીરફ્તમાં !

    5335
    SHARE
    કચ્છ સરહદી જીલ્લો હોવા છંતા કચ્છમાં અવાર-નવાર પુર્વ અને પચ્છિમ કચ્છમાંથી ગેરકાયેદેસર બંદુક રાખવા તથા તેને બનાવતા કારખાના પકડાવાના ચોંકવનારા બનાવો ભુતકાળમા સામે આવ્યા છે. જો કે ગ્રામ્ય વિસ્તારમાંથી પકડાયેલી આવી પ્રવૃતિઓ વચ્ચે એક ચોંકવનારુ કારસ્તાન ભુજમાંથી ઝડપાયુ છે. અને ભુજના ભીડનાકા-દાદુપીર રોડ પર રહેણાંક મકાનમાં ચાલતા હથિયાર બનાવવાના મીની કારખાનાને એસ.ઓ.જીએ ઝડપી પાડયુ છે. અનશ ઉંમર લુહાર ઉં.41 ને પોલીસે કાર્યવાહી દરમ્યાન પકડી પાડ્યો છે. ભુજ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના બાહોસ અને અગાઉ અનેક રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિમાં મહત્વની ભુમીકા ભજવનાર હેડ કોન્સ્ટેબલ મદનસિંહ લાલુભા જાડેજાની બાતમી આધારે એસ.ઓ.જીએ અનશ ઉમર લુહારના ઘરે દરોડો પાડ્યો હતો. અને ચોંકવનારી વિગતો સામે આવી દરોડો દરમ્યાન તપાસ ટીમને દેશી હથિયાર બનાવવાના થોકબંધ સાધનો મળી આવ્યા જે કબ્જે કરી પોલીસે વધુ તપાસનો દોર આરંભ્યો છે.
    આ વસ્તુઓ કબ્જે કરી ટીમે તપાસમાં
    દેશી બંદુક બનાવવા માટેના અનેક સાધનો એસ.ઓ.જી એ ત્યાથી કબ્જે કર્યા છે. જેમા નાની મોટી બંદુકમાં ઉપયોગ થતા બટ્ટ,હથિયાર બનાવવાના સાધનો,બાર બોર ગનના જીવતા કારતુસ ,એરગનના સીસાનો સોર્ટ, સીસાના ગોળ છરા તથા હથીયાર બનાવવા માટે ઉપયોગમાં આવતા અલગ-અલગ પાર્ટ મળી આવ્યા છે. ખાલી કારતુસ આર્મી ડિઝાઇન વાડા બેગમાં રાખેલ કારતુસ તથા ડબલ બેરલ 12 બોરનો લોંખડનો પાઇપ તથા કુલ હથિયાર બનાવવા ઉપયોગમાં લેવાતી 31 વસ્તુઓ કબ્જે કરી છે કુલ 6660 નો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
    તપાસમાં અનેક નામ ખુલવાની શક્યતા
    જે રીતે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તે જોતા અનેક હથિયારો બનાવવા માટેના સાધનો મળી આવ્યા છે. જેથી પોલીસે આરોપી અનશ ઉમર લુહાર ની વધુ પુછપરછ હાથ ધરી છે. અને તેની તપાસમાં હથિયાર ખરીદનાર લોકોના નામ ખુલે તેવી પણ શક્યતા છે. જે બાબતે ભુજના અનેક વિસ્તારોમાં સ્પેશીયલ ઓપરેશન ગ્રુપે તપાસ પણ શરૂ કરી દીધી છે. અગાઉ લખપત અને ભુજ નજીકથી ઝડપાયેલ આવા કિસ્સામાં તપાસ લાંબી ચાલી હતી અને અનેકના નામ પણ સામે આવ્યા હતા. તેથી પુછપરછ ભુજમાંથી ઝડપાયેલ હથિયારના સોદ્દાગરના રીમાન્ડ મેળવી વધુ પુછપરછ કરાશે એસ.ઓ.જીના પીઆઇ વી.વી.ભોલા,પીએસઆઇ પી.પી.ગોહિલ,દિનેશ ગઢવી,માણેક ગઢવી,રધુવીરસિંહ જાડેજા,નરેન્દ્રસિંહ ઝાલા,ચેતનસિંહ જાડેજા સહિતનો સ્ટાફ કાર્યવાહીમં જોડાયો હતો.
    કચ્છ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ
    કચ્છમાં લગભગ તમામ એજન્સીઓ કાર્યરત છે તેવામાં લાંબા સમયથી હથિયાર બનાવી ધમધમતા આવા મીની કારખાના ઝડપાવાના અનેક કિસ્સાઓ બન્યા છે. જે ચિંતાજનક છે. તેવામા ગ્રામ્ય વિસ્તારમાં તો ઠીક પરંતુ શહેરમાં આવી પ્રવૃતિ પોલીસ સહિત એજન્સીઓ માટે એક તપાસનો અને લાલબત્તી સમાન કિસ્સો છે. ત્યારે તેની ઉંડાણપુર્વકની તપાસ સાથે આવી પ્રવૃતિ કરતા લોકો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. કેમકે જે મુજબ હથિયાર બનાવવાના સાધનો મળ્યા છે તે જોતા લાંબા સમયથી આ પ્રવૃતિ થતી હોય તેવુ પ્રાથમીક દ્રષ્ટ્રીએ લાગી રહ્યુ છે. ત્યારે આવી પ્રવૃતિ પકડાઇ તે માટે એજન્સીઓને શુભેચ્છા પરંતુ આવી પ્રવૃતિ લાંબા સમય સુધી ચાલ્યા બાદ પકડાય તો એજન્સી અને ખાસ કરીને પોલીસની મહત્વની બ્રાન્ચ માટે ચિંતનનો વિષય ચોક્કસ છે. ત્યારે સરહદી જીલ્લાની ગંભીરતાને સમજી એજન્સીઓ વધુ સતર્ક બને તે જરૂરી છે