ભુજ તાલુકાના રેહા ગામે સોમવારે પ્રકાશમાં આવેલા એક યુવાનની હત્યાનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યા પચ્છિમ કચ્છ પોલીસને વધુ એક હત્યાનો ભેદ ઉકેલવાનો પડકાર મળ્યો છે. મંગળવારે પ્રકાશમાં આવેલા આ કિસ્સામાં મુન્દ્રાના ફકીરવાડી વિસ્તારમાં આ બનાવ બન્યો હોવાનુ પ્રાથમીક અનુમાન છે. ગત રાત્રિ ના 11 વાગ્યા ની આસપાસ ઝીરો પોઇન્ટ વિસ્તારની પાછળ આવેલ ફકીરા વાડી વિસ્તારમાં મૂળ બિહાર ના 51 વર્ષીય રઘુ ઘુરા ચૌધરીનું કોઈ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાંખી હતી. જો કે પોલીસે ગણતરીની કલાકાોમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. અને એક શખ્સને દબોચી લીધો છે જેની વિગતો ટુંક સમયમાં પોલીસ દ્રાાર જાહેર કરાશે પરંતુ લગ્ન સંબધના મનદુખમાં આ હત્યા થઇ હોવાનુ પ્રાથમીક તારણ સામે આવ્યુ છે. જેમાં બિહારના જ રાહુલ નામના એક શખ્સની સંડોવણી ખુલ્લી હોવાનુ પ્રાથમીક તપાસમા સામે આવ્યુ છે. જરૂરી કાર્યવાહી બાદ પોલીસ દ્રારા આ મામલે સત્તાવાર જાહેરાત કરાશે હત્યાના બનાવની વિગતે વાત કરીએ તો પરિવારને જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી અને મંગળવારે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસે મૃત્દેહ ને મુન્દ્રા ની જનરલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મ્રુતક રઘુ ચૌધરીના પુત્ર ગુડ્ડુ કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે મૃતક 15 વર્ષ થી મુન્દ્રા રહે છે. અને ખાનગી કંપનીમાં સફાઈ કામ કરતા હતા.તેમજ ગુડ્ડુ કુમાર છેલ્લા પાંચ વર્ષથી અહી આવી ખાનગી કંપની માં ડ્રાઇવિંગ તરીકે કામ કરે છે. ગત રાત્રિના 11 વાગ્યા ના અરસામાં ઝૂંપડાની બાજુમાં રહેતા પિતા રઘુ ચૌધરીની અજાણ્યા શખ્સે હત્યા નિપજાવી ફરાર થઇ ગયા હતા. બનાવ ની જાણ થતાં મુન્દ્રા પોલીસ મથક ના પી આઈ જે.વી.ધોળા અને તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.ઘટના બનાવ સ્થળે ઝૂંપડાની આજુ-બાજુ બાવળ ની ઝાડી છે તેમજ અંદરના વિસ્તાર માં ઝુંપડપટ્ટી આવેલ છે.બનાવ સ્થળે પોલીસે પંચનામાં સહિત ડોગ સ્કોડ લાવી હત્ચાનો ભેદ ઉકેલવા પ્રયત્નો હાથ ધર્યા હતા