Home Crime ૨૦૧૯ મા ખાવડામાં થયેલી હત્યા મામલે પાંચને આજીવન કેદની સજા!

૨૦૧૯ મા ખાવડામાં થયેલી હત્યા મામલે પાંચને આજીવન કેદની સજા!

7872
SHARE
ભુજ તાલુકાના પૈયા ગામના મુસા ઇસ્માઇલ સમાની હત્યાના કેસમાં પાંચ આરોપીને છઠ્ઠા અધિક સેસન્સ જજ વી.વી.શાહે આજીવન કેદની સજા ફટકારી છે. બનાવની વિગતે વાત કરીએ તો વર્ષ ૨૦૧૯ માં ભુજના ખાવડા ગામે મુસા ઇસ્માઇલ સમા પર પાંચ વ્યક્તિઓએ જીવલેણ હુમલો કર્યો હતો જેમાં તેનુ મોત થયુ હતુ. આરોપીઓ તથા ફરિયાદીના પરિવાર વચ્ચે જમીન બાબતે અગાઉ ઝગડા થયા હતા અને બંને પક્ષે સામ સામે ફરિયાદો દાખલ થઇ હતી ત્યારબાદ પણ બંને પક્ષે અવાર-નવાર ઝગડા ચાલુ રહેતા હતા જે બાબતે જમીન અંગેનું મન દુ:ખ રાખી આરોપીઓએ મરણજનાર ઇસ્માઇલ સમાને મારવા માટે ગે.કા.મંડળી રચી જીવલેણ હથિયારો સાથે પાંચેય આરોપીઓએ ઘેરી લઈ આરોપી મોડ હુસેન સમાએ પ્રથમ છરી મારી તેમજ આરોપી ઈસ્માઈલ હુસેન સમા તથા સિધિક હુસેન સમાએ પણ છરીઓ મારી જીવલેણ ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હતી તથા ઓસમાણ હુસેન સમા તથા હનીફ હુસેન સમાએ મરણ જનારને પકડી રાખી ધક-બુસટનો માર મારી હત્યા નીપજાવી હતી. જે બાબતે હથિયાર બંધી અંગેના જાહેરનામાનો ભંગ તથા ખાવડા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધાયો આ કેસ ભુજ(કચ્છ)ના નામદાર છઠ્ઠા અધિક સેસન્સ જજ વી.વી.શાહની અદાલતમાં ચાલી જતા કોર્ટે ૨૮ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૮ સાક્ષી તપાસ બાદ પાંચ ને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં પ્રોસીક્યુશન તરફથી અધિક જિલ્લા સરકારી વકીલ પી.વી.વાણિયાએ હાજર રહી દલીલો કરી હતી.