Home Crime ભુજના સ્ટેશન રોડ સહિત ત્રણ રાજ્યોમા ચોરી કરનાર ટોળકીના 3 સાગરીતો ઝડપાયા...

ભુજના સ્ટેશન રોડ સહિત ત્રણ રાજ્યોમા ચોરી કરનાર ટોળકીના 3 સાગરીતો ઝડપાયા !

3397
SHARE
ઝડપાયેલા શખ્સોની ચોરી કરવાની ખાસ એમ.ઓ હતી તેઓ ટ્રેન મારફતે ચોરી કરવાના સ્થળે પહોંચ્યા બાદ ત્યા નજીકમાં રોકાઇ અને તેની આસપાસની દુકોનોમા સટર ઉંચા કરી ચોરીને અંજામ આપતા હતા.
ભુજના સ્ટેશન રોડ જેવા વિસ્તારમાંથી બે દિવસ પહેલા થયેલી ચોરીની ધટનાથી વેપારીઓ ચિંતામાં મુકાયા હતા. બીજી તરફ કચ્છના પાટનગરના મહત્વના વિસ્તારમાં ચોરીની ધટનાથી પોલીસની કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉભા થયા હતા તે વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ એ સ્ટેશન રોડ પર આવેલી રંગ ભંડાર નામની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. બે દિવસ પહેલા રાત્રે હોમગાર્ડને આ અંગેની જાણ થયા બાદ બી-ડીવીઝન પોલીસે આ મામલે તપાસ આરંભી હતી સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ જેવી બ્રાન્ચ પણ તપાસમાં જોડાઇ હતી. દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે ભુજના રેલ્વે સ્ટેશન રોડ પરથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ કરતા તેઓએ ભુજના સ્ટેશન રોડ પર થયેલી ચોરી સહિત મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિતના રાજ્યોમાં 10થી વધુ ચોરી કરી હોવાની કબુલાત કરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેનો કબ્જો એ ડીવીઝનને સોંપ્યો છે.
CCTV મહત્વની કડી બની
3 તારીખે ભુજના સ્ટેશન રોડ પર બનેલા બનાવના સી.સી.ટી.વી ના આધારે પોલીસ તપાસ કરી હતી દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના વિરેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલસિંહ પુરોહિતને સ્યુક્ત બાતમી મળી હતી કે સી.સી.ટી.વીમાં દેખાતા હતા તેવા શંકાસ્પદ વ્યક્તિઓ રેલ્વે સ્ટેશન રોડ પર હાજર છે જે આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની પુછપરછ કરી હતી. જેમા તેઓએ ભુજના સ્ટેશન રોડ પર થયેલ ચોરી સહિત મહારાષ્ટ્ર,છતીસગઢ,મધ્યપ્રદેશમાં કુલ 10 જેટલી ચોરીઓને અંજામ આપ્યો હોવાનુ કબુલાત આપી છે. પકડાયેલા આરોપીમાં મહોંમદ મુદત્સીર અબ્દુલ જલીલ શેખ, મહોંમદ શરીબ યાર મોહમંદ શેખ,તથા નશીમ હનીફ શેખ રહે તમામ ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક લાખથી વધુ રોકડ સહિતના મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડ્યા છે.
3 રાજ્યોમાં ચોરીને અંજામ આપી ચુક્યા છે શખ્સો
આરોપીના ગુન્હાહિત ઇતિહાસની વાત કરીએ તો પોલીસની પ્રાથમીક પુછપરછમાં તેઓએ 3 રાજ્યોમાં ચોરીની ધટનાને અંજામ આપ્યાની કબુલાત કરી છે. આરોપીઓએ છેલ્લા 3 મહિનાની અંદરજ અલગ-અલગ રાજ્યોના રેલ્વે સ્ટેશન-બસ સ્ટેશન નજીક દુકાનોને ટાર્ગેટ કરી 10થી વધુ ચોરીઓને અંજામ આપ્યો છે તપાસમા એ પણ સામે આવ્યુ છે કે આરોપીઓ અગાઉ ઉતરપ્રદેશ સંગ્રામગઢ પોલીસ મથકે થયેલી 3 ચોરીના ગુન્હામાં ઝડપાઇ ચુક્યા છે ત્યારે બાદ 3 મહિનામાં તસ્કરોએ દુકાનને નિશાન બનાવી ચોરીઓ કરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસ.એન.ચુડાસમા તથા ટી.બી.રબારી સહિતનો એલ.સી.બી સ્ટાફ કાર્યવાહીમાં જોડાયો હતો.