રૂપાલાનો ડખ્ખો કચ્છમાં પણ.. મોથાળામાં ચુંટણી પ્રવાસમાં ભાજપનો વિરોધ !

    4625
    SHARE
    અંજારના ખેડોઇ બાદ હવે વાંકુમાં પણ બેનોરો લાગ્યા પુરૂષોત્તમ રૂપાલા મામલે ભાજપને અબડાસામાં વિરોધનો સામનો કરવો પડ્યો મોથાળા ગામે પ્રચાર દરમ્યાન લોકોએ વિરોધ નોંધાવ્યો સાંસદ-ધારાસભ્યને રજુઆત બાદ લોકોએ સુત્રોચ્ચાર કરતા કાર્યક્રમ ટુંકાવાયો
    કેન્દ્રીય મંત્રી અને ભાજપના સીનીયર આગેવાન પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ગુજરાતમાં શરૂ થયેલા વિરોધ દિવસેને દિવસે ઉગ્ર થતુ જાય છે એક તરફ ક્ષત્રિયો લડી લેવાના મુડમાં છે ત્યા ભાજપે પણ પોતાનુ સ્ટેન્ડ નક્કી કરી નાંખ્યુ છે. અને ઉમેદવાર બદલવાની ક્ષત્રિય સમાજની માંગ સામે ઉમેદવાર તરીકે પુરૂષોત્તમ રૂપાલાને યથાવત રાખ્યા છે ત્યારે હવે રૂપાલા સહિત ભાજપના કાર્યક્રમનો પણ વિરોધ શરૂ થયો છે આજે એક તરફ ખંભાળીયામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યક્રમમાં વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે હવે આ વિરોધની આગ કચ્છ સુધી પહોંચી છે. આમતો કચ્છમાં ક્ષત્રિય સમાજે આ પહેલા પણ કચ્છમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ પરંતુ તે માત્ર રૂપાલા પુરતુ સિમિત હતુ અને કચ્છમાં કેટલાક ગામોમાંજ ભાજપના પ્રવેશ અંગે બેનરો લાગ્યા હતા પરંતુ આજે અબડાસામાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પ્રવાસે છે ત્યારે એક ગામમાં પ્રચાર માટે આવવુ નહી તેવા બેનરો લાગ્યા હતા તો બીજી તરફ અબડાસા પ્રવાસ દરમ્યાન મોથાળા ગામે જ્યારે ભાજપ પ્રચાર માટે પહોચ્યુ ત્યારે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આમ કચ્છમાં પણ હવે રૂપાલા મામલે વિરોધ ઉગ્ર થતો હોય તેવુ લાગી રહ્યુ છે.
    વાકુંમાં બેનરો લાગ્યા મોથાળામાં ઉગ્ર વિરોધ
    આજે શનિવારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના વર્તમાન સાંસદ વિનોદ ચાડવાનો પ્રવાસ અબડાસામાં નક્કી કરાયો હતો. જો કે તેમનો કાર્યક્રમ જાહેર થયો ત્યારથી સોસીયલ મીડિયામાં અબડાસાના કેટલાક ગામમાં તેના પ્રવેશ અંગે વિરોધ વ્યકત કરાયો હતો પરંતુ તે વચ્ચે તેઓ પ્રવાશે નિકળ્યા હતા. આજે સવારે અબડાસાના વાંકુ ગામે બેનરો લાગ્યા હતા અને પુરૂષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવા મામલે ગામમા ભાજપને પ્રવેશવુ નહી તથા ચુંટણી બહિષ્કારની વાત કરી લોકોએ વિરોધ નોંધાવ્યો હતો તો બપોર બાદ અબડાસાના મોથાળા ગામે પહોચેલા ભાજપના પ્રચારમાં ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો હતો પુરૂષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવા મામલે રજુઆત સાથે લોકોએ સભામાં પ્રવેશવા માટે પ્રયત્નો કર્યા હતા પંરતુ તે ન મળતા લોકોએ પ્રચાર કાફલાનો સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો અને જેના પગલે કાર્યક્રમ ટુંકાવી ભાજપને ત્યાથી જવુ પડ્યુ હતુ લોકોએ ભાજપ હાયહાયના નારા પણ લગાવ્યા હતા.
    ભાજપના પ્રચાર દરમ્યાન આ વિસ્તારના ક્ષત્રિય આગેવાન અને ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. જો કે લોકોને એક સમયે સમજાવવા માટે પ્રયત્નો કરાયા હતા પરંતુ તે નિષ્ફળ ગયા હતા અને લોકોએ સુત્રોચ્ચાર સાથે વિરોધ કરી પુરૂષોત્તમ રૂપાલા મામલે પોતાની નારજગી વ્યક્ત કરી હતી.જો કે પોલીસની હાજરીને કારણે મામલો ઉગ્ર થતા અટક્યો હતો.