Home Crime ભુજના હનીફની હત્યાનો ભેદ કલાકોમાં ઉકેલાયો ! કોઠારામાં ચક્કાજામથી પોલીસ દોડતી

ભુજના હનીફની હત્યાનો ભેદ કલાકોમાં ઉકેલાયો ! કોઠારામાં ચક્કાજામથી પોલીસ દોડતી

9337
SHARE
મંગળવારે સવારે પ્રકાશમાં આવેલા બનાવને પગલે પોલીસ દોડતી થઇ હતી જો કે સાંજ સુધીમાં પોલીસે હત્યામા સામેલ આરોપીને દબોચી લીધો હતો પૈસાની લેતી-દેતીની નજીવી બાબતે ઝધડો થયા બાદ સુરેશ નામના યુવાને હત્યાની કબુલાત આપતા એ ડીવીઝન પોલીસે ધરપકડ કરી
ભુજમા ચુંટણીના મતદાનના દિવસે થયેલી હત્યાને લઇને શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉભા થયા હતા તે વચ્ચે ભુજના આશાપુરાનગર વિસ્તારમાં મંગળવારે એક યુવાનની હત્યા કરાયેલ મૃત્દેહ મળ્યા બાદ ફરી હત્યાના કિસ્સાએ શહેરમા ચરચાર સર્જી હતી મંગળવારે સવારે પ્રકાશમાં આવેલા આ બનાવમાં આશાપુરાનગર નજીક એક દુકાન બહારથી આ મૃત્દેહ મળી આવ્યો હતો જેમાં તપાસ કરતા યુવાનની હત્યા થઇ હોવાનુ ખુલ્યુ હતુ. જે જાણ થતા પોલીસે પણ તપાસ આરંભી હતી. અને સાંજે પોલીસે હત્યામાં સંડોવાયેલ યુવકને ઝડપી પાડ્યો છે. વિગતે વાત કરીએ તો સવારે ભુજમાંથી રપ વર્ષના હનીફ નુરમામદ સમા નામના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી હતી. બનાવની જાણ થતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને એ-ડિવિઝન પોલીસ પણ તપાસ માટે પહોંચી હતી.નજીકના લોકોની પુછપરછમાં તેની સાથે દૈનીક ઉઠતા-બેસતા લોકોની પોલીસે પુછપરછ પણ શરૂ કરી હતી દરમ્યાન ભુજ એ ડીવીઝન પોલીસે હત્યા કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. મુળ મુન્દ્રાના લફરા અને આશાપુરા નગર માંજ રહેતા સુરેશ માધુ જોગી(પારાધી) એજ હત્યા કરી હોવાની કબુલાત આપી છે. એ ડીવીઝન પોલીસે તપાસ દરમ્યાન જેની હત્યા થઇ તેવા હનીફ નુરમામદ સમા સાથે રાત્રે દેખાયેલ અનિલ રાજગોર નામના યુવાનની પુછપરછ કરી હતી અને તેને કબુલાત આપી હતી. કે રાત્રે સુરેશ તથા હનીફ વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે બોલાચાલી થઇ હતી જે બાદ સુરેશ ત્યાથી જતો રહ્યો હતો પરંતુ થોડીવાર રહીને તે આવ્યો હતો અને ધોકા વળે હનીફને માર માર્યો હતો અને તે ત્યાથી ઢળી પડ્યો હતો. જેથી પોલીસે તપાસ કરી સુરેશને પકડી પાડ્યો હતો. આ કામગીરીમાં પીઆઇ ડી.બી.લાખણોત્રા સહિત મહિપાલસિંહ જાડેજા,મહેશ પ્રજાપતિ,રાજુભા જાડેજા,જીવરાજ ગઢવી સહિતનો સ્ટાફ કાર્યવાહીમાં જોડાયો હતો.
યોગ્ય તપાસની માંગ સાથે ચક્કાજામ !
અબડાસા તાલુકાના સાંધાણ ગામે થોડા દિવસ પહેલા ગુમ યુવાનનો કોહવાયેલ મૃત્યુ મળ્યા બાદ પોલીસ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસ કરી રહી છે. જો કે સુરેશ નાનજી કટુઆ ના મૃત્યુ મામલે પરિવાજનોએ આપેલી માહિતીના આધારે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે હત્યાની કલમ ઉમેરી તપાસ માટે માંગ કરી હતી. જો કે માંગણી બાદ આજે કોઠારા રોડ બ્લોક કરી વિરોધ કરાતા સ્થાનીક પોલીસ ઉપરાંત ભુજથી બ્રાન્ચના અધિકારીઓ પણ દોડતા થયા હતા. સુરેશ કટુઆ ચાર તારીખે ગુમ થયા બાદ તેના પરિવારે આ અંગે ગુમ નોંધ લખાવી હતી જે બાદ સુથરી-સાંધાણ વચ્ચેથી તેની કોહવાયેલી લાશ મળી આવી હતી જે બાબતે પોલીસ અકસ્માતે મોતના ગુન્હો નોંધી તપાસ કરી રહી હતી પરંતુ આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તથા સમાજના અન્ય આગેવાનોએ મૃત્દેહ મળવાના કિસ્સામા હત્યાની કલમ ઉમેરી પોલીસ તપાસ કરે તેવી માંગ કરી હતી. મંગળવારે બપોર બાદ સમાજની મહિલાઓ,રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યક્રરો સહિતના લોકોએ કોઠારા રોડ બંધ કરી દીધો હતો અને યોગ્ય તપાસની માંગ કરી હતી જેને પગલે લાંબા સમય સુધી રસ્તો બ્લોક રહ્યો હતો અને વાહન વ્યવહાર પણ અટવાયો હતો જો કે બાદમા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટો કાફલો ખડકી દેવાયો હતો અને વાતચીતમાં પોલીસે પાંચ દિવસનો સમય માંગ્યો હતો જે બાદ રસ્તો ખોલી દેવામાં આવ્યો હતો. પોલીસે આ કિસ્સામા યોગ્ય તપાસની ખાતરી આપતા રસ્તો ખુલ્લો કરાયો હતો. જો કે પાંચ દિવસમાં હવે પોલીસ મૃત્યુના ચોક્કસ કારણ શુ શોધે છે તેના પર મીટ મંડાઇ છે.
એક તરફ ભુજમા હત્યા અને બીજી તરફ કોઠારામા યુવાનના શંકાસ્પદ મોતના કિસ્સામાં યોગ્ય તપાસ સાથે હત્યાની દિશામાં તપાસ માટે રસ્તો બંધ કરી દેવાતા પોલીસ દોડતી રહી હતી.