Home Current કચ્છ કોગ્રેસના જીતના દાવા વચ્ચે તેનાજ નેતાએ ભાજપને આપી ડેમેજ કન્ટ્રોલની સલાહ...

કચ્છ કોગ્રેસના જીતના દાવા વચ્ચે તેનાજ નેતાએ ભાજપને આપી ડેમેજ કન્ટ્રોલની સલાહ !

3252
SHARE
સમાજના નામે વી.કે.હુંબલની પારકી પંચાત સમગ્ર કચ્છમાં ચર્ચાનુ કેન્દ્ર બની પોતાના સમાજના જ જીલ્લા પ્રમુખ અને અને અંજારના ધારાસભ્યનો ક્યાય પત્રમાં ઉલ્લેખ ન કરી માત્ર કચ્છના સાંસદને ઉદ્દેશીને લખાયેલો પત્ર ખરેખર સમાજની ચિંતા છે કે પછી બીજુ કાઇ તેને લઇને ભાજપ કરતા કોગ્રેસમાં વધુ ચર્ચા
ક્ષત્રિય સમાજનુ આંદોલન હવે પુરૂષોત્તમ રૂપાલાથી ભાજપ તરફ ફંટાયુ છે. જેને કારણે ભાજપ ચિંતામાં છે તો કોગ્રેસ વધુ ઉત્સાહ સાથે ચુંટણીમાં તેનો ફાયદો મેળશે તે ગેલમાં છે. અને કચ્છ કોગ્રેસના ઉમેદવાર સહિત સીનીયર નેતાઓ આ આંદોલન સાથે ભાજપની નીતીઓથી ત્રસ્ત લોકો કોગ્રેસને વિજયી બનાવશે તેવો દાવો કરી રહ્યા છે. પરંતુ તે વચ્ચે કોગ્રેસના સીનીયર નેતા વી.કે.હુંબલે સમાજ જોગ એક પત્ર લખી ભાજપને ડેમેજ કન્ટ્રોલ કરી આહિર સમાજને સાચવી લેવાની સલાહ આપી છે. જે ભારે ચર્ચાનુ કેન્દ્ર બની છે. આમતો પક્ષથી પર રહી સમાજ માટે સ્વતંત્ર રીતે વિ.કે.હુંબલ લખી શકે પરંતુ ટ્રાન્સપોર્ટના ડખ્ખા વચ્ચે લખાયેલો આ પત્ર ધણો સુચક મનાઇ રહ્યો છે. વાસણ આહિરની સતત થતી ઉપેક્ષાનો ઉલ્લેખ કરી કોગ્રેસી આગેવાને ચુંટણીમાં નુકશાન જાય તે પહેલા ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કહ્યુ છે. ખરેખર તો રાજકીય પાર્ટીઓ આવા વિખવાદમાં પોતાની પાર્ટીને તેનો કઇ રીતે ફાયદો મળે તેની ચિંતા કરતા હોય છે. પરંતુ અહી તો કોગ્રેસી અગ્રણીએ ભાજપનુ ધ્યાન દોરવા માટે પત્ર લખી નાંખ્યો જો પત્રની કેટલીક બાબતો ચોક્કસ દર્શાવે છે. કે આ પત્ર કોઇ વ્યક્તિ-વિશેષને ટાર્ગેટ કરી લખાયો છે.
વાસણ આહિરની ઉપેક્ષા ભારે પડશે
લાંબા સમયથી કોઇ બાબતને લઇને ચર્ચામાં ન રહેલા વાસણ આહિર ફરી ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં એક તરફ ટ્રાન્સપોર્ટ એસોસીયેશનમાં તેના પુત્રને લઇને તેઓ ફરી લાઇમલાઇટમાં આવ્યા છે ત્યા કોગ્રેસના એક લેટર બોંબ એ ફરી વાસણ આહિરને ચર્ચાના કેન્દ્રમાં મુક્યા છે. કોગ્રેસના સીનીયર નેતા વિ.કે.હુંબલે કોગ્રેસના કચ્છમાં મજબુત જીતના દાવા વચ્ચે ભાજપને વણમાંગી સલાહ આપી અંજારમાં વાસણ આહિરની થઇ રહેલી ઉપેક્ષા બાબતે ટકોર કરી છે. સમાજના લોકોને જાગવાના સંદેશ સાથે પત્રમાં ભાજપ અંહકારી હોવાનુ અને ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા ચુંટણી પ્રચારથી લઇ અન્ય બાબતોમાં આહિર સમાજની અવગણના કરે છે. વાસણભાઇના ભવ્ય રાજકીય ઇતિહાસની વાહવાઇ અને તેમના મજબુત વ્યક્તિત્વના વખાણ સાથે જો ભાજપ ડેમેજ કન્ટ્રોલ નહી કરે તો ચુંટણીમાં નુકશાન જશે તેવી ચિંતા વ્યક્ત કરી છે. જો કે ઉત્સાહમા વિ.કે.હુંબલ ભુલી ગયા કે તેનો ફાયદો તો ચુંટણીમાં કોગ્રેસને મળી શકે..
આહિર સમાજના ભાજપના આગેવાનોને કેમ નહી?
આહિર સમાજ જોગ લખાયેલી આ પ્રેસ યાદીમાં ભાજપ અને એકમાત્ર વિનોદ ચાવડાના નામનો ઉલ્લેખ કરાયો છે. પરંતુ ખરેખરતો ભાજપના મજબુત સંગઠનની જવાબદારી માટે તેમના જ આહિર સમાજના દેવજી વરચંદને ભાજપ પાર્ટીએ નિમણુંક આપી છે. અને હાલ તમામ કાર્યક્રમો સહિત ચુંટણી પ્રચારની કાર્યવાહી તેમના રાહબરીમાં થઇ રહી છે. તો બીજી તરફ અંજાર વિસ્તાર કે જ્યાના કાર્યક્રમોમા વાસણ આહિરને સ્થાન નથી મળી રહ્યુ અને તેની ઉપેક્ષા થઇ રહી છે. તે તેમના સમાજના ભાજપના ધારાસભ્ય ત્રિક્રમ છાંગાનો પણ વિસ્તાર છે. તો ત્યાજ જો ઉપેક્ષા થતી હોય તો તેઓએ તેમના નામનો પણ ઉલ્લેખ પત્રમાં કરવો જોઇએ તેવી ચર્ચા રાજકીય વર્તુળોમા ઉઠી રહી છે.જો કે પત્રકારોને સંબોધન દરમ્યાન તેઓએ સમગ્ર ગુજરાતના આહિર સમાજના આગેવાનો અંગેની વાતો કરી હતી. પરંતુ તેમનો પત્ર વાંચી રાજકીય પાર્ટીઓમાં ભારે આશ્ર્ચર્ય ફેલાયુ છે. એક રમુજ એવુ પણ ફેલાયુ છે કે ભાજપમાં હાલ માત્ર વિનોદ ચાવડાનુ જ ઉપજે છે એટલે તેને ઉદ્દેશીને લખાયો છે.
હવે ભાજપ કોગ્રેસ શુ પ્રતિક્રીયા આપે તેના પર નજર
આમતો એક વસ્તુ સ્વાભાવીક છે કે વાસણ આહિરે તો તેમની આવી ઉપેક્ષા થાય છે તેવી માહિતી નહી જ આપી હોય તેવામાં વી.કે.હુંબલને માહિતી મળ્યા બાદ ભાજપમાં પોતાના આહિર સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવાને બદલે આવો પત્ર લખી તેઓ ચર્ચામા આવ્યા છે. કેમકે એક તરફ ભાજપમાં વાસણ આહિરને લઇને તેના સમર્થકો નારાજ હોય તો તેનો ફાયદો કોગ્રેસને અપાવવા માટેના પ્રયત્નોને બદલે ભાજપને ડેમેજ કન્ટ્રોલ માટેની સલાહ આપી વાસણ આહિરની ઉપેક્ષાથી ભાજપને થનારા નુકશાની બાબતે તેનુ ધ્યાન દોરવુ એ ન સમજાય તેવી બાબતે છે. તો બીજી તરફ ભાજપના આહિર જીલ્લા પ્રમુખ અને અંજારના ધારાસભ્ય હોવા છંતા માત્ર વિનોદ ચાવડાનો નામ ઉલ્લેખ પણ અનેક સવાલો ઉભા કરે છે. તેવામાં હવે કોગ્રેસ તેમના પ્રદેશ આગેવાના પત્ર પછી શુ નિવેદન આપે છે તેના પર સૌની નજર છે. તો બીજી તરફ ભાજપના આંતરીક જુથ્થવાદમાંજ કોગ્રેસ મારફતે સામે આવેલી વાતની ઉંડાઇ સુધી ભાજપ પણ પહોચવા પ્રયત્ન કરશે
આમતો રાજકીય પાર્ટીમા ચર્ચા એવી છે. કે તાજેતરમાંજ ટ્રાન્સપોર્ટ એસોસિએશન મામલે થયેલા વિખવાદમાં ક્યાક ભાજપનીજ આંતરીક જુથ્થબંધી છે.તેવામાં વાસણભાઇની ઉપેક્ષાનો આ કોગ્રેસનો લેટર ધણા પ્રશ્ર્નો ઉભા કરે છે. કેમકે અગાઉ ભાજપના અન્ય કોઇ આહિર આગેવાનની ઉપેક્ષા મામલે કોગ્રેસી આગેવાન વિ.કે.હુંબલે આવો પત્ર ક્યારે લખ્યો નથી…ખેર એ એમનો અંગત મામલો છે. જો કે હાલ ચુંટણીના માહોલમાં તેમના પત્રએ ભારે રાજકીય ગરમાવો ફેલાવ્યો છે.