અખીલ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસીયેશના પ્રમુખ પદ્દને લઇને ચાલતા વિવાદ વચ્ચે આજે મળેલી બેઠક ઉગ્ર થવાના અણસાર હતા ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાએ સ્ટેજ પર પુર્વ રાજ્યમંત્રીના પુત્ર નવધણ આહિર પાસેથી માઇક લીધા બાદ ભારે આક્રોષ ફેલાયો હતો બન્ને જુથ્થો નવાજુની કરવા માટે મક્કમ બન્ને જુથ્થમાંથી સુચવેલા પ્રમુખો એસોસીયેશન સંભાળે તેના પર વાતચીત ચાલુ
કચ્છ જીલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશન ટ્રાન્સપોર્ટરો અને નાના ધંધાર્થીઓના પ્રશ્ર્ન ન સાંભળતા હોવાના વિવિધ આક્ષેપો સાથે થોડા દિવસથી એક મામલો ચર્ચામા છે. પચ્છિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ અને ધારાસભ્ય પુત્ર અર્જુનસિંહ પદ્યુમનસિહ જાડેજા ધણા દિવસથી આ મુદ્દે વિવિધ આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આજે સ્પષ્ટ સમર્થન સાથે કચ્છ જીલ્લા ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ કોણ બનશે તે મુદ્દાને લઇને કુકમાં ખાતે એક બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ વાસણ આહિરના પુત્ર નવધણ આહિર કે જે વર્તમાન અને 7 વર્ષથી કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ પણ છે. તે તથા વાસણ આહિર પરિવારના અન્ય સભ્ય અને સમર્થકો સાથે હાજર રહ્યા હતા તો બીજી તરફ અર્જુનસિંહ ધારાસભ્ય પદ્યુમનસિંહ અને તેમના પરિવારના બ્રિજરાજસિંહ જાડેજા સહિત તેના સમર્થકોની હાજરીમાં કુકમા ખાતે એક બેઠક મળી હતી. જેમાં પ્રમુખ પદ્દને લઇને મામલો ગરમાતા બન્ને જુથ્થના સમર્થકો સામે-સામે આવી ગયા હતા. પ્રમુખ પદ્દ માટે બે જુથ્થો પડી જતા પહેલાથીજ નવાજુની થવાની સંભાવનના પગલે પોલીસે ચુંસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેને કારણે મામલો થોડા આક્રમક વિરોધ બાદ શાંત થયો હતો પરંતુ પોલીસને બળ પ્રયોગ કરી મામલો શાંત કરવો પડ્યો હતો. ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખને લઇને નવગણ આહિરના સમર્થકોએ તેને પ્રમુખ પદ્દ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો તો બીજી તરફ પદ્યુમનસિંહ જાડેજા પરિવારના બ્રીજરાજસિંહ જાડેજાનુ સન્માન કરી અન્ય જુથ્થે તેને સમર્થન આપ્યુ હતુ. પધ્ધર પોલીસ સહિત અન્ય મહત્વની બ્રાન્ચના પોલીસ કર્મચારીએ બળપ્રયોગ સાથે મામલો થાડે પાડ્યો હતો. પરંતુ એક સમયે નિવેદનબાજી દરમ્યાન બન્ને જુથ્થના સમર્થકો હાથાપાઇ પર આવી ગયા હતા. પદ્યુમનસિહ જાડેજાએ સ્ટેજ પરથી નવગણ આહિરના હાથમાંથી માઇક લેતા ભારે સુત્રોચાર સાથે મામલો તંગ બન્યો હતો. હાલ બન્ને જુથ્થે પોત-પોતાના સમર્થન જાહેર કરી પ્રમુખ તરીકે નામો જાહેર કર્યા છે ત્યારે જોવુ રહ્યુ હવે આગામી સમયમાં આ મામલો કેટલો ઉગ્ર બને છે.લાંબા સમયથી વાસણ આહિર પરિવારનો કચ્છથી લઇ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસીયેશનમાં દબદબો રહ્યો છે. તો બીજી તરફ પદ્યુમનસિંહ જાડેજા પરિવાર પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પકડ ધરાવે છે તેવામાં નવા પ્રમુખ પદ્દ માટે શરૂ થયેલા આ વિવાદમા શુ નિર્ણય આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. જો કે બેઠક બાદ મામલાની સંપુર્ણ સત્ય વિગતો અને વિવાદના મુળ બાબતે વધુ વિગતો બહાર આવશે. લોકસભા ચુંટણી વચ્ચે રાજકીય નેતાઓના જુથ્થ વચ્ચેનો આ વિવાદ વધુ કાઇ નવાજુની કરાવે તેવી શક્યતા નકારી શકાય નહી છેલ્લા 7 વર્ષથી નવધણ આહિર પ્રમુખ હોવા છંતા કોઇ મીટીંગ ન બોલાવવામા આવતા આખો મામલો ઉભો થયો હોવાનુ પદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ હાલમાં બે પ્રમુખની નિમણુંક થાય તે બાબતે મંથન ચાલી રહ્યુ છે.
જુવો વિડીયો