Home Current અંજારમાં સવા બે ઇંચ વરસાદથી પાણી-પાણી, સ્વામીનારાયણ મહોત્સવ ટુંકાવાયો

અંજારમાં સવા બે ઇંચ વરસાદથી પાણી-પાણી, સ્વામીનારાયણ મહોત્સવ ટુંકાવાયો

1967
SHARE
અંજાર,ભુજ,ગાંધીધામ રાપર સહિતના વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદ, અંજારમા આજે પડેલા વરસાદને કારણે ભારે મુશ્કેલી સર્જાઇ મહોત્સવ ટુંકાવાયો અને શહેરમા પાણી ફરી વળ્યા..
કચ્છમા બે દિવસથી પડી રહેલા સતત વરસાદથી એક તરફ ખેડુતો ચિંતીત બન્યા છે ત્યા રવિવારે અંજારમા ખાબકેલા વરસાદે શહેરમા દહેશત સર્જી હતી સદ્દનશીબે ભારે પવન સાથે પડેલા વરસાદથી મોટુ નુકશાન થયુ ન હતુ પરંતુ બીજા દિવસે ખાબકેલા સત્તાવાર 56 MM વરસાદે શહેરમાં ભારે મુશ્કેલી સર્જી હતી અને શહેરના અનેક વિસ્તારોમા પાણી વહી નિકળ્યા હતા વરસાદને કારણે અંજારમા ચાલી રહેલ સ્વામીનારાયણ મંદિરનો ઉત્સવ એક દિવસ ટુંકાવી પુર્ણ જાહેર કરવામા આવ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકશાનની ચિંતા સેવાઇ રહી છે. અંજાર ઉપરાંત આજે ભુજ,રાપર સહિત કચ્છના અનેક વિસ્તારોમા ભારે પવન અને ક્યાક કરા સાથે વરસાદ પડ્યો હતો તો ગુજરાતના અન્ય જીલ્લામા પણ વરસાદે મુશ્કેલી સર્જી હતી હજુ એક દિવસ રાજ્યના અન્ય જીલ્લામા વરસાદની સંભાવના છે
મંદિર મહોત્સવના ડોમને નુકશાન 
શનિવારે પણ કચ્છના અંજારમા ગ્રામ્ય વિસ્તારમા વરસાદ પડ્યો હતો જો કે આજે બપોરે અચાનક વાતાવરણમા આવેલા પલ્ટાથી લોકોમા ડર ફેલાયો હતો ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે શહેરમા તો પાણી ભરાયા હતા સાથે અંજારમા ચારી રહેલા સ્વામીનારાયણ મંદિરના મહોત્સવ માટે ઉભા કરાયેલા ડોમમા ભારે નુકશાની થઇ હતી સદ્દનશીબે કોઇને ઇજા પહોચી ન હતી અને કોઇ નુકશાન ગયુ ન હતુ પરંતુ ડોમ સહિત ઉભી કરાયેલી વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઇ જતા મંદિર મહોત્સવના આયોજકોએ એક દિવસ પહેલાજ મહોત્સવ પુર્ણ જાહેર કર્યો હતો. તો આજે આયોજીત ભવ્ય શોભાયાત્રા સહિતના અન્ય કાર્યક્રમો પણ રદ્દ કર્યા હતા.ભવ્ય ઉત્સવ એક દિવસ ટુંકાવાતા ભક્તોનો ઉજવણીનો ઉન્માદ ઝાંખો પડ્યો હતો.
કચ્છમા સતત બે દિવસ વરસાદથી ખેડુતના કેરી સહિતના પાક ને તો નુકશાન જશે જ પરંતુ અંજારમા ભારે ગરમી વચ્ચે પડેલા વરસાદે ભારે નુકશાની સર્જી હતી અંજારની મુખ્ય બજારો સહિત અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.તો મહોત્સવ સહિત અનેક જગ્યાએ નાના-નાના પતરા બોર્ડ ઉડ્યા હોવાના અહેવાલ પણ છે.