Home Crime અબડાસા એ યુવાનની હત્યા મામલે અંતે ૬ સામે હત્યાની કલમ તળે ફરીયાદ...

અબડાસા એ યુવાનની હત્યા મામલે અંતે ૬ સામે હત્યાની કલમ તળે ફરીયાદ !

1798
SHARE
સાંધાણ ગામનો યુવાન ગુમ થયા બાદ પરિવારે ગુમ નોધ કરાવ્યા બાદ યુવાનનો મૃત્દેહ મળ્યો હતો પરિવાર અને સમાજે હત્યાની શંકા દર્શાવી હતી પરંતુ પોલીસ અકસ્માત મોતની દિશામાં તપાસ કરતા વિરોધ પ્રદર્શન પણ કરાયુ હતુ ત્યારે હવે આ મામલે 6 તથા તપાસમા જે નિકળે તેની સામે હત્યાની કલમ તળે કોઠારા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.
ચાર તારીખ ગુમ થયા બાદ અબડાસાના સાંધાણ ગામના યુવાન સુરેશ નાનજી કટુવાની લાશ મળવા મામલે અંતે તેમા હત્યાની કલમ તળે ફરીયાદ નોંધાઇ છે. યુવાન ગુમ થયા બાદ તેના પરિવારે કોઠારા પોલીસ મથકે ગુમ નોંધ કરાવી હતી પરંતુ ત્યાર બાદ યુવાનનો મૃત્દેહ સુથરી-સાંધાણ વચ્ચેથી મળી આવ્યો હતો. પોલીસ અકસ્માત મોતની દિશામા તપાસ કરી રહી હતી પંરંતુ પરિવાર અને સમાજના લોકોએ તેની હત્યા થઇ હોવાની દ્રઢ શંકા વ્યક્ત કરી તેની કલમ ઉમેરી તપાસ માટેની માંગ કરી હતી જો કે તેમ ન નથા દલિત અધિકાર મંચ તથા સમાજના લોકોએ ચક્કાજામ કરી વિરોધ પણ દર્શાવ્યો હતો. જે બાદ પોલીસ યોગ્ય તપાસની ખાતરી આપી હતી. ત્યારે આજે આ મામલે અબડાસા તાલુકાના સાંધાણ નજીક ગુમ થયેલા સુરેશ નાનજી કટુઆ ની હત્યા મામલે 6 સામે ફરીયાદ નોંધાઇ છે.આ મામલે કોઠારા પોલીસ મથકે તેના પડોસમા રહેતા સજ્જનસિંહ,આશા સજ્જનસિંહ,તથા વિજયસિંહ,સાગરસિંહ,મંગત ગૌમતસિંહ,શ્યામસિંગ સહિત ૬ લોકો તથા તપાસમા જે નિકળે તેની સામે હત્યાની કલમ હેઠળ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે હાલ આ મામલે હત્યાનુ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી પરંતુ મૃત્કના ભાઇ હરેશ કટુઆની ફરીયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.હત્યામા સામેલ લોકો મુળ રાજસ્થાન-હરિયાણાના છે. પ્રાથમીક રીતે મૃત્ક સાથે કોઇ વાતને લઇને થયેલા ઝધડા બાદ તેની હત્યા કરી હોવાનુ અનુમાન છે જો કે હત્યાનુ ચોક્કસ કારણ તો આરોપીઓ સામે આવે તે બાદ જ માલુમ પડશે આ મામલે કોઠારા પોલીસ મથકના પીએસઆઇ જે.જે.રાણાનો સંપર્ક કરતા તેઓએ હત્યાની કલમ હેઠળ ફરીયાદની વાત કરી આરોપીને પકડવા માટે તપાસ ચાલુ હોવાનુ જણાવ્યુ હતુ. સાથે હાલ કોઇની આ મામલે ધરપકડ ન કરી હોવાનુ ઉમેર્યુ હતુ.