પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થતા તથા રાજકીય મોટામાથાઓની સંડોવણી સહિતના મુદ્દે મામલો ચર્ચાસ્પદ બનવા સાથે એક વ્યક્તિનુ મોત થતા પોલીસ અચાનક સક્રિય થઇ હતી. આજે આ કેસમાં ૧૬ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તમામના ૭ દિવસના રીમાન્ડ મંજુર
કાનમેર રણમાં મીઠાની જમીન પર ગેરકાયેદસર કબ્જા માટે થયેલા હિચકારા હુમલાના બનાવમાં અંતે હુમલાખોર અને હત્યાને અંજામ આપનાર આરોપીઓ પોલીસની ગીરફ્તમાં આવી ગયા છે. આ કેસમાં ફરીયાદી સહિતના લોકો જ્યારે અભ્યારણ વિસ્તારમાં હતા ત્યારે 13 તારીખે સાંજે આરોપીઓ કારમાં સવાર થઇ આવ્યા હતા અને જુના મીઠાના કારખાના વાળી જગ્યા ખાલી કરવા અંગે ધાકધમકી આપી હતી સાથે જાતી અપમાનીત કરતા શબ્દો સાથે તેના પર હુમલો કર્યા હતા. આ મામલે ૧૭ લોકો સામે સામખીયાળી પોલીસ મથકે ભારેખમ કલમો તળે ફરીયાદ નોંધાઇ હતી. જે બાદમાં એક ઇજાગ્રસ્ત વ્યક્તિ પૈકી દિનેશ કોલીનુ મોત થતા બનાવ હત્યામા પલ્ટાયો હતો ત્યારે આજે પોલીસે રેન્જ આઇ.જી સહિતના અધિકારીઓની સુચનાથી બનાવેલી 12 જેટલી ટીમોએ આ કેસમા સામેલ ૧૬ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીને ઝડપ્યા બાદ તેને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાયા હતા. જેમાં કોર્ટે તમામના ૭ દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. હવે હથિયારો સહિત ગુન્હા કામે આરોપીઓની વિશેષ પુછપરછ કરવામા આવશે ઝડપાયેલા આરોપીમાં બળદેવ ગેલા રાઠોડ(રજપુત),દેવા કરશન ડોડીયા,વિરમ જખરા રબારી,દેવજી ઉર્ફે શક્તિ ડાયા ડોડીયા,અમૃત ઉર્ફે સબરો પાલા વાધેલા,ભરત દેવા ભરવાડ,રાયધણ રવા કોલી,ઇશ્ર્વર કુંભા ચૌહાણ,બાબુ ઉર્ફે સતીષ કલા ભરવાડ,ભરત રવા વાધેલા,સવા રત્ના રબારી,રૂપા ટપુ ભરવાડ,થાવર આંબા રબારી,લખમણ કલા ભરવાડ,અજા ટપુ ભરવાડનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સહિત સામખીયાળી,લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભચાઉ પોલીસ,આડેસર,એસ.ઓ.જી.ગાગોદર સહિતના પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફ જોડાયા હતા
૧૦ નો ગુન્હાહિત ઇતિહાસ
ઝડપાયેલા ૧૬ આરોપી પૈકી ૧૦ લોકો ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં ભરત દેવા ભરવાડ,સબરા પાલા વાધેલા,દેવા કરશન ડોડીયા,બળદેવા ગેલા રજપુત,વિજય રાયધણ કોલી,રાયધણ રવા કોલી,બાબુ ઉર્ફે સતિષ કલા ભરવાડ,સવા રત્ના રબારી,રૂપા ટપુ ભરવાડ,અજા ટપુ ભરવાડ સામે અગાઉ રાપર,અંજાર,આડેસર,સામખીયાળી સહિતના પોલીસ મથકે ગુન્હા નોંધાઇ ચુક્યા છે. જેમા મારામારી સહિતની કલમોનો સમાવેશ થાય છે. અન્ય સામેલ લોકો તથા કોના કહેવાથી આ જમીન ખાલી કરાવવા માટે તેઓએ આ જીવલેણ હુમલાની ધટનાને અંજામ આપ્યો હતો તે સહિતની બાબતોને લઇને પોલીસ તપાસ કરશે