રાજ્યમાં ગેરકાયદેસર શસ્ત્રો રાખવા,બનાવવા તથા વેચાણ કરવાની પ્રવૃતિને અટકાવવા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ જે અન્વયે પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. અધિકારી તથા કર્મચારીઓ કાર્યરત હતા, તે દરમ્યાન એસ.ઓ.જી. એ.એસ.આઇ. જોરાવરસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમી આધારે અબડાસા તાલુકાના કનકપર થી ભવાનીપર જતા કાચા રસ્તે શિકાર માટે નિકળેલા આરોપીઓ, અનવર સતાર ખલીફા, હારૂન મામદ સાડ, તથા હનીફ રમજાન સાડ, (રહે. ત્રણેય નુંધાતડ, તા. અબડાસા)ને ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક ૦૧, કિ.રૂ.૨,૦૦૦, તથા બાર બોર ગનના જીવંત કારતુસ નંગ ૦૪, કિ.રૂ.૫૬૦, છરી નંગ ૦૨, મોબાઈલિ નંગ -૪, ટોર્ચ, લોખંડના સળિયા, પ્લસર બાઈક વિગેરે મળી કુલ્લે કિ.રૂ.૧,૩૮,૦૬૦ ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.આરોપીઓ વિરુધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ નલીયા પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી ઇન્ચાર્જ પો.ઇન્સ. પી.પી.ગોહિલ, એ.એસ.આઇ.જોરાવરસિંહ જાડેજા, હે.કો. રઘુવીરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, ગોપાલભાઇ ગઢવી, રજાકભાઈ સોતા, અને ધર્મેન્દ્રસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી અબડાસા-લખપત વિસ્તારમાં આવી શિકારી પ્રવૃતિ અંગે અવાર-નવાર ફરીયાદો ઉઠે છે ત્યારે નલિયા પોલીસ હવે આ અંગે શિકાર માટે ક્યા જતા હતા. તે સહિતની બાબતની તપાસ કરશે તો ગેરકાયદેસર હથિયાર તેની પાસે ક્યાથી આવ્યુ તે અંગે પણ પોલીસ તપાસ કરશે..તાજેતરમાંજ કાનમેરમાં ગેરકાયદેસર હથિયાર સાથે ફાયરીંગમા એક વ્યક્તિના મોત બાદ વાગડ વિસ્તારમાંથી થોકબંધ હથિયારો પોલીસે કબ્જે કર્યા હતા. ત્યારે પુર્વ કચ્છમા શિકારી પ્રવૃતિ સાથે ગેરકાયદેસર બંધુક મળી આવતા પોલીસે મામલાની ઉંડાણ પુર્વકની તપાસ શરૂ કરી છે.