રેન્જ આઇ.જી કચેરીની બાજુમાંજ આવેલા પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સમાં એક સાથે સામુહિક ચોરીના બનાવે પોલીસબેડામાં ભારે ચકચાર જગાવી છે. કચ્છમાં હત્યાના વધેલા બનાવો વચ્ચે હવે પોલીસના ઘરમાંજ ખાતર પડતા પોલીસ ખાતામાં દોડધામ
તાજેતરમાંજ રેન્જ આઇ.જીના ઘર નજીક જ બુટલેગરની નિર્મમ હત્યાથી કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા હતા જો કે તે વચ્ચે પોલીસને પડકાર ફેકતી અને કાયદો વ્યવસ્થા સામે પ્રશ્ર્ન ઉભી કરતી એક ઘટના સામે આવી છે. ભુજના હરિપર નજીક આવેલા પોલીસ ક્વાર્ટરમાં એક સાથે અનેક મકાનના તાળા તુટતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ છે. પોલીસની પ્રાથમીક તપાસમાં ગઇકાલે રાત્રે આ ધટના બની હોવાનુ સામે આવ્યુ છે. જો કે સામુહીક રીતે પાંચ ઘરના તાળા તુટતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે. ભુજ બી-ડીવીઝન પોલીસ દ્રારા મળેલી સત્તાવાર માહિતી મુજબ પાંચ મકાનના તાળા તુટ્યા છે જેમાથી એક વ્યક્ત બહાર છે જ્યારે અન્ય મકાનમાં પાંચ લાખથી વધુની ચોરીની ઘટના સામે આવી છે. જે મામલે ફરીયાદ નોંધી આગળની તપાસ શરૂ કરાઇ છે. પોલીસ સ્ટાફના ઘરેજ ચોરીના આ બનાવને પગલે સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તો પોલીસ ક્વાર્ટરની બાજુમાં આવેલ અન્ય એક સરકારી વસાહતમાંથી પણ એક બાઇકની ચોરી થઇ છે. સુત્રોનુ માનીએ તો ચોરીનો આંક વધુ હોવાની પણ શક્યતા છે. પરંતુ હાલ પોલીસે સત્તાવાર પાંચ લાખની ચોરીને સમર્થન આપી તપાસ શરૂ કરી હોવાનુ જણાવ્યુ છે. જો કે રેન્જ આઇ.જી કચેરીની બાજુમાંજ આવેલ પોલીસ ક્વાર્ટરમાં ચોરની ધટનાથી અનેક સવાલો ઉભા થયા છે. કેમકે જ્યા તસ્કરો પોલીસનેજ પડકાર ફેંકતા હોય ત્યા સામાન્ય નાગરીકોની સુરક્ષા શુ ? તે સવાલ ચોક્કસ થાય પોલીસે રીલાઇન્સ સર્કલ પરના સી.સી.ટી.વી તપાસવા સહિત ચોરનુ પગેરૂ મેળવવા તપાસ આરંભી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ આ બનાવ સંદર્ભે માહિતી મેળવી ઝડપી કાર્યવાહી માટે સુચના આપી છે. તો ચર્ચા એવી પણ છે કે 10થી વધુ મકાનોમાં ચોરીનો પ્રયાસ કરાયો છે.જો કે તપાસનીસ પોલીસ અધિકારીએ પાંચ મકાનોમાં ચોરીની વાતને સમર્થન આપ્યુ હતુ.