Home Crime ગાંધીધામમાં પૈસાની લેતી-દેતી મામલે યુવકની હત્યા કરનાર ‘ગોલુ’ ઝડપાયો !

ગાંધીધામમાં પૈસાની લેતી-દેતી મામલે યુવકની હત્યા કરનાર ‘ગોલુ’ ઝડપાયો !

425
SHARE
પુર્વ અને પચ્છિમ કચ્છમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. માત્ર દોઢ મહિનામાંજ જીલ્લામાં આઠ જેટલા હત્યાના બનાવો બન્યા છે. જે ચિંતાજનક છે. જો કે પોલીસે હત્યા કરનારને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે.
ખોડિયારનગર ઝુપડા વિસ્તારમાં પૈસાની લેતી દેતી બાબતે યુવાનને છરીના ઘા મારી યુવકની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં હત્યા કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. આ અંગે વિગતે વાત કરીએ તો ગોપાલપુરીમાં રહેતા મનોજ શ્રીભગવાન વાલ્મિકીએ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. બનાવની વિગત મુજબ હત્યાનો બનાવ ત્રણ તારીખે રાત્રે બન્યો હતો જેમા ક્રિશ અને દેવેન્દ્ર ગોહિલ રેલવે કોલોનીમાં મેદાન પાસે બેઠા હતા ત્યારે ક્રિશે મહાવીર હિરાલાલને ફોન કર્યો અને પૈસાની વાત કરી હતી. મહાવીર તથા તેના ભાઈ દિપક પાસેથી પૈસા લેવાના છે. તેમ કહી ત્રણેય જણા બાઈક પર દિપકના ઘરે ગયા ત્યારે ઘરમાંથી જતીન ઉર્ફે ગોલુ કનૈયાલાલ વાલ્મિકી બહાર આવ્યો અને તેણે ક્રિશને કહ્યું કે, તું દિપક પાસે પૈસા કેમ માગે છે ? તેમ કહી ગાળાગાળી કરી હતી ક્રિશે ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈને ક્રિશને છરી મારતા ડાબી સાથળમાં વાગતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેને સારવાર માટે તાત્કાલિક રામબાગમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃત્કના મિત્રોએ ઘરે આવી વાત કરતા તેના પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાયા બાદ એન.એન.દવેની આગેવાનીમાં પોલીસ ટીમે હત્યા કરનાર જતીન ઉર્ફે ગોલુ કનૈયાલાલ નકવાલ (વાલ્મીકી) ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.