Home Crime અંજારમાં 40 લાખની લુંટથી ચકચાર ! જુવો CCTV ફુટેજમાં સમગ્ર લુંટની ધટના

અંજારમાં 40 લાખની લુંટથી ચકચાર ! જુવો CCTV ફુટેજમાં સમગ્ર લુંટની ધટના

3335
SHARE
અંજારમાં 40 લાખની લુંટથી ચકચાર ! ફેલાઇ છે સાંજે મહાવીર ડેવલોપર્સ અને ફાઇનાન્સ પેઢીના કર્મચારીઓ કારમા પૈસા રાખવા જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સો સનસનીખેજ લુંટ કરી ફરાર થઇ ગયા હતા.સમગ્ર ધટનાના CCTV ફુટેજમાં સમગ્ર લુંટની ધટના કેદ થઇ છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે એસ.પી સહિતના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા
કચ્છમાં કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકતા કિસ્સાઓ વધ્યા છે તે વચ્ચે અંજારમા લુંટનો બનાવ સામે આવ્યો છે. ફાઇનાન્સ અને ડેવલોપર પેઢી સાથે સંકડાયેલ કર્મચારી સાથે લુંટનો બનાવ ગુરૂવારે મોડી સાંજે બન્યો હતો વેપારી પેઢીના કર્મચારીઓ પૈસા સાથેની બેગ લઇ કાર પાસે અવરજવર કરી રહ્યા હતા. ત્યારેજ અજાણ્યા ચાર શખ્સો બાઇક લઇને ત્યા આવ્યા હતા અને થેલો લઇને ત્યાથી ફરાર થઇ ગયા હતા. અંજાર મહાવીર ડેવલોપર્સ પેઢી સાથે આ લુંટનો બનાવ બન્યો હતો. બનાવની જાણ થતાજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનીક અંજાર પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. અને તપાસ આરંભી છે.જો કે પોલીસ લાઇનની પાછળ આવેલા મારૂતી ગ્રાઉન્ડ જુની મિસ્ત્રી કોલોની નજીકના વિસ્તારમાં લુંટની ધટનાથી સમગ્ર અંજાર વિસ્તારમાં આ લુંટની ધટનાએ સનસની ફેલાવી હતી. ધટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે જેમાં બાઇક પર સવાર ચાર વ્યક્તિ બે અલગ-અલગ બાઇક પર આવે છે. બુકાની ધારી શખ્સો થેલો લુંટી ત્યાથી ફરાર થઇ જાય છે પ્રાથમીક અનુમાન મુજબ બેગમાં 40 લાખ રૂપીયા રોકડ હોવાનુ સામે આવ્યુ છે પોલીસે આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી લુંટારૂઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.પુર્વ કચ્છ એસપી સાગર બાગમારે ધટના સ્થળે જઇ તપાસ કર્યા બાદ જણાવ્યુ હતુ કે લુંટારૂઓ જલ્દી પકડાઇ જશે.પોલીસે ભોગ બનનારની ફરીયાદ લેવા સાથે આસપાસના વિસ્તારોમા નાકાબંધી કરી છે. જો કે તાજેતરમાંજ લુંટ,પોલીસ સ્ટાફ ક્વાર્ટરમાંજ ચોરી સહિતની ધટના બનતા કચ્છ પોલીસ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જુઓ વિડીયોમાં સમગ્ર ધટનાના સીસીટીવી સાથે શુ કહ્યુ પુર્વ કચ્છ પોલીસવડાએ…