Home Crime કચ્છના કોગ્રેસી આગેવાને ”ખોટી’ ખુરશી ખેંચી લેતા વિવાદ ! જુઓ વિડીયો

કચ્છના કોગ્રેસી આગેવાને ”ખોટી’ ખુરશી ખેંચી લેતા વિવાદ ! જુઓ વિડીયો

1857
SHARE
રાજકારણમાં આમતો ખુરશી ખેંચવાનો ખેલ એ કોઇ નવી વાત નથી પરંતુ જ્યારે ખોટી ખુરશી ખેંચાઇ જાય તો? આવીજ ખોટી ખુરશી ખેંચવાનો મામલો શનિવારે કચ્છથી લઇ ગાંધીનગર સુધી ચર્ચામાં રહ્યો હતો. ભાજપ-કોગ્રેસના આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે ખુરશી ખેંચનાર કોગ્રેસી આગેવાન કાયદાના દાયરામાં આવી ગયા છે.
કોગ્રેસના નેતાએ ભુજ ઉમેદભવનમાં ધારાસભ્યના કાર્યક્રમ દરમ્યાન મહિલા આઇ.બી કર્મચારીની ખુરશી ખેંચી લેતા ભારે હોબાળો મચી ગયો હતો. અગાઉ કચ્છ કિસાન કોગ્રેસના આગેવાન અને આરટીઆઇ એક્ટીવીસ્ટ એચ.એસ.આહિરે સાંસદ કંગના રનૌત પર સોસીયલ મીડિયામાં કરેલી વિવાદીત ટીપ્પણીને કારણે ચર્ચામાં રહ્યા હતા.ધારાસભ્ય જીજ્ઞેસ મેવાણીની ભુજના ઉમેદભવનમાં પત્રકાર પરિષદ દરમ્યાન આ બનાવ બન્યો હતો જો કે બાદમાં સમગ્ર મામલો ગાંધીનગર સુધી ચર્ચામા રહ્યો હતો અને મહિલા સાથે થયેલા આવા વ્યવહાર બાદ ગૃહમંત્રીએ ટ્વીટ કરી આ ધટનાને વખોડી કોગ્રેસને દલિત અને મહિલા વિરોધી ગણાવી હતી સમગ્ર ધટનામાં કાર્યક્રમનો ફોટા પાડ્યા બાદ ભુજ સ્ટેટ આઇ.બીમા ફરજ બજાવતી મહિલા કર્મચારી રીના ચૌહાણ ખુરશી પર બેસવા જઇ રહી હતી ત્યારેજ કોગ્રેસના આગેવાન એચ.એસ.આહિરે ખુરશી ખેંચી લેતા તે નીચે પટકાઇ હતી સમગ્ર વિવાદ મામલે કોગ્રેસના નેતા કાયદેસર કાર્યવાહીના દાયરામાં આવી ગયા છે. આ અંગે ભોગ બનનાર મહિલા કર્મચારી હરીશ શીવજી આહિર(એ.એસ.આહિર) સામે એટ્રોસીટી એક્ટની વિવિધ કલમો સાથે ફરજ રૂકાવટની ફરીયાદ નોંધાવી છે. જે બાદ ભુજ એ ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ બાદ આઇ.બી ની કર્મચારી રીના ચૌહાણ હોસ્પિટલ પહોંચી હતી તો પચ્છિમ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યા દોડી ગયા હતા અને માહિતી મેળવી હતી ડીવાયએસપી એ.આર.ઝનકાત એ ધટનાને દુખદ ગણાવી ફરીયાદ કરી કાર્યવાહી ચાલુ હોવાનુ જણાવ્યુ હતુ. .
હર્ષ સંધવીના ટ્વીટથી મામલો ગરમાયો
સવારે બનેલી ધટના પહેલા સામાન્ય લાગતી હતી પરંતુ બાદમાં ખુદ રાજ્યના ગૃહમંત્રીએ ધટનાનો સીસીટીવી વિડીયો શેર કરી આ મામલે કોગ્રેસને આડેહાથ લેતા મામલાએ રાજકીય રૂપ ધારણ કર્યુ હતુ. હર્ષ સંધવીએ ટ્વીટ કરી કોગ્રેસને મહિલા-દલિત વિરોધ ગણાવી એચ.એસ.આહિર અને જીજ્ઞનેસ મેવાણીને ટાર્ગેટ કરતી પોસ્ટ મુકી હતી અને ધટનાને વખોડી હતી તે સાથેજ મુદ્દાએ રાજકીય રૂપ ધારણ કર્યુ હતુ. જો કે પોલીસે આ મામલે ફરીયાદ નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ હર્ષ સંધવીના ટ્વીટ બાદ કોગ્રેસે પણ આ ફરીયાદ ખોટી હોવાનો આક્ષેપ કર્યો છે પરંતુ ભુજમાં ખુરશી ખેંચવાનો મામલો હર્ષ સંધવીના ટ્વીટ પછી વધુ છવાયો હતો અને ભોગ બનનાર મહિલા પ્રત્યે સંવેદના કરતા મુદ્દાએ રાજકીય રંગ વધુ લીધો હતો
જીજ્ઞેસ મેવાણીએ કહ્યુ ફરીયાદ ખોટી
જેના કાર્યક્રમ દરમ્યાન આ બનાવ બન્યો હતો તેવા જીજ્ઞેસ મેવાણીએ ફરીયાદ નોંધાયા બાદ સ્થાનીક કોગ્રેસની આગેવાનીમા એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેને આ ફરીયાદ ઉપજાવી કાઢેલી અને ગાંધીનગરથી સુચના મુજબ કરાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. ભોગ બનનાર સાથે પહેલા તેની સંવેદના હતી પરંતુ હવે નથી તેમ પણ તેને મિડીયા સમક્ષ જણાવી આઇ.બી તેના કાર્યક્રમમાં આમત્રંણ વગર કેમ આવી તેવા સવાલો ઉભા કરી એટ્રોસીટી એક્ટના ખોટા ઉપયોગનો આક્ષેપ કરી ગાંધીનગરથી આ સમગ્ર કિસ્સાની દોરવણીનો આક્ષેપ કરી રાજ્યના અન્ય મુદ્દા સાથે મહિલા પર અત્યાચારના કિસ્સામા હર્ષ સંધવી કાર્યવાહી કરી દારૂ-જુગાર બંધ કરાવે તેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા
આવુ જોગાનુજોગ થયાની પણ ચર્ચા
જોગાનુજોગ કહો કે પછી બીજુ કાઇ પણ જોવાનુ એ છે કે થોડા સમય પહેલાજ એચ.એસ.આહિરે એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમા સ્થાનીક ભાજપના નેતા ધવલ આચાર્ય પર આક્ષેપ સાથે હર્ષ સંધવીનુ નામ પણ જોડ્યુ હતુ તે સમાચાર માધ્યમમાં ચાલ્યા બાદ હર્ષ સંધવીએ વ્યક્તગત મીડિયાને ખાનગીમાં ખુલાસાઓ કર્યા હતા જોગાનુજોગ આજે એજ કોગ્રેસી નેતાએ મહિલા સાથે આવુ કૃત્ય કર્યાનો મામલો સામે આવ્યા બાદ હર્ષ સંધવીએ ટ્વીટમાં એચ.એસ.આહિરના નામનો ઉલ્લેખ કરી તેને આડેહાથ લીધો હતો તો કોગ્રેસના સ્થાનીક નેતા સહિત જીજ્ઞેસ મેવાણીએ હર્ષ સંધવી સામે પડેલા કોગ્રેસી નેતાને દબાવવાના આક્ષેપ કર્યા હતા
આખી ઘટનામાં હવે રાજકીય રંગ ભડ્યો છે. પરંતુ નજરે જોનાર અને અને નૈતીકતાના ધોરણે ખુરશી ખેંચી અને અટકચારો કરનાર કોગ્રેસી આગેવાન એચ.એસ.આહિર એક મહિલા સન્માને ભુલ્યા છે તેવુ વિડીયોમાં પણ દ્રશ્યમાન થાય છે.અને ત્યા ઉપસ્થિતી લોકોમાં પણ ગણગણાટ હતો તેવામાં હવે આ મુદ્દે શુ કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે. જો કે હાલ તો એચ.એસ.આહિર સામે કાયદેસર કાર્યવાહી માટે ફરીયાદ બાદ પચ્છિમ કચ્છ પોલીસ સજ્જ છે.તો બીજી તરફ ગૃહમંત્રીના ટ્વીટ બાદ ધટનામાં રાજકારણ ભડતા કોગ્રેસ પણ મેદાનમાં આવી છે. સ્થાનીક કોગ્રેસી કાર્યક્રરો ખુરશી ખેંચવાના મામલાને વખોડતા પણ સાંભળવા મળ્યા હતા.હવે જોવાનુ એ અગત્યનુ રહેશે કે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે ધટનાના મુળમાં એવી મહિલા કર્મચારી સાથે બનેલા બનાવની તપાસ યોગ્ય થાય.