કોગ્રેસના નેતાએ ભુજ ઉમેદભવનમાં ધારાસભ્યના કાર્યક્રમ દરમ્યાન મહિલા આઇ.બી કર્મચારીની ખુરશી ખેંચી લેતા ભારે હોબાળો મચી ગયો છે. અગાઉ કચ્છ કિસાન કોગ્રેસના આગેવાન અને આરટીઆઇ એક્ટીવીસ્ટ એચ.એસ.આહિરે સાંસદ કંગના રનૌત પર સોસીયલ મીડિયામાં કરેલી વિવાદીત ટીપ્પણીને કારણે ચર્ચામાં રહ્યા હતા.ધારાસભ્યના કાર્યક્રમ દરમ્યાન બનેલી ધટના ચર્ચાનુ કેન્દ્ર બની.
કચ્છ કોગ્રેસના નેતા ફરી એક વાર તેના કારનામાને લઇને ચર્ચામાં આવ્યા છે. અગાઉ સાંસદ બનેલી ફિલ્મ સ્ટાર કંગના રનૌત પર વિવાદીત ટીપ્પણીને કારણે કિસાન સેલના આગેવાન એચ.એચ.આહિર ચર્ચામાં રહ્યા હતા તેવામાં અનેક લોકો અને ખાસ કરીને ધારાસભ્યના કાર્યક્રમમાં મહિલા સાથે કરેલા તેના વર્તનને કારણે ફરી તે ચર્ચા અને વિવાદમાં આવ્યા છે. અને કદાચ કાયદાકીય મુશ્કેલીનો સામનો પણ તેને કરવો પડી શકે છે.શનિવારે કોગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કચ્છ આવ્યા હતા. અને ભુજ ઉમેદભવન ખાતે કચ્છના જમીન વિહોણા અનુસુચીત જાતીના ખેડુતોને જમીનનો કબ્જા પાછો અપાવવા અંગેની તેમને મળેલી ફરીયાદ અને તેના સંદર્ભે તેમની રણનીતી અંગે ચર્ચા કરવા તેઓએ પત્રકાર પરિષદનુ આયોજન કર્યુ હતુ. જેમાં આઇ.બીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી પણ હાજર રહ્યા હતા.પરંતુ કોગ્રેસ કિસાન સેલના આગેવાન એચ.એસ.આહિરે તેની ખુરશી ખેંચી લેતા તે પડી ગયા હતા.
શુ હતો સમગ્ર મામલો?
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કાર્યક્રમમાં માહિતી મેળવવા માટે આઇ.બીની ટીમ પણ ત્યા પહોચી હતી તેવામાં કાર્યક્રમનો ફોટા પાડ્યા બાદ ભુજ સ્ટેટ આઇ.બીમા ફરજ બજાવતી મહિલા કર્મચારી ખુરશી પર બેસવા જઇ રહ્યા હતા ત્યારેજ કોગ્રેસના આગેવાન એચ.એસ.આહિરે ખુરશી ખેંચી લેતા તે નીચે પટકાયા હતા.પત્રકારોની હાજરીમાંજ બનેલી આ ધટનાથી એક સમયે તમામ સ્તબ્ધ થઇ ગયા હતા. જો કે મહિલા કર્મચારીએ ત્યાર બાદ ત્યાથી જવાનુ યોગ્ય માની કાર્યક્રમ છોડી જતા રહ્યા હતા જો કે કલ્પના પણ ન કરી હોય તેવો બનાવ બનતા મહિલાની આંખ ભીની થઇ ગઇ હતી પરંતુ કાર્યક્રમમાં વિવાદ કરવાને બદલે તે ત્યાથી જતા રહ્યા હતા હવે સમગ્ર વિવાદ મામલે કોગ્રેસના નેતા કાયદેસર કાર્યવાહીનો સામનો કરી શકે છે. આ અંગે ભોગ બનનાર મહિલા કર્મચારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા તેને હાલ કાઇપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
ધારાસભ્યની હાજરીમાં બનેલી ધટના દુખદ !
સામાન્ય સંજોગોમાં પણ આ ધટના દુ:ખદ જ છે. પરંતુ જ્યારે ધારાસભ્યના કાર્યક્રમમાં આવી ધટના બને ત્યારે ચોક્કસથી સ્ત્રી સન્માન અંગે તેમનો અભીગમ છંતો થઇ જાય તેમાય જીગ્નેશ મેવાણી જેવા ધારાસભ્યના કાર્યક્રમમમાં તેનાજ કાર્યક્રર દ્રારા જ્યારે આવી અશોભનીય મજાક એક મહિલા અને તે પણ સ્ટેટ આઇ.બી જેવા વિભાગના કર્મચારી સાથે કરાય તે ધટના દુખદ છે. કાર્યક્રમમાં હાજર એક પત્રકાર સાથે વાત કરતા તેને જણાવ્યુ કે જીગ્નેશ મેવાણીએ આ ધટના અંગે જાણવાનો પ્રયત્ન કરી મહિલાને પુછ્યુ હતુ પરંતુ ત્યારે મહિલા ત્યાથી જતા રહ્યા હતા જો કે હવે તેના કાર્યક્રમમાં મહિલા સાથે તેના કાર્યક્રરે કરેલી આ ધટના પર તે શુ પ્રતિક્રિયા આપે છે તે જોવુ અગત્યનુ રહેશે..
ધટના કેવા સંજોગોમાં અને કઇ રીતે બની તે તપાસ માંગી લે તેવો વિષય છે. પરંતુ ધારાસભ્યના કાર્યક્રમમાં બનેલી આ ધટના ધૃણાસ્પદ છે. તેવામાં હવે આઇ.બી કર્મચારી આ મામલે શુ પગલા લે છે? કોગ્રેસ આ મામલે તપાસ કરી શુ કાર્યવાહી કરે છે? તેના પર સૌની નજર છે. જો કે ગંભીર કહી શકાય તેવો આ મામલો સભ્ય સમાજમાં કાળી ટીલી સમાન છે.