Home Crime તમે તો છેતરાઇ નથી ગયા ને ? સાઇબર ક્રાઇમ ગાંધીધામે બે ઠગબાજોને...

તમે તો છેતરાઇ નથી ગયા ને ? સાઇબર ક્રાઇમ ગાંધીધામે બે ઠગબાજોને ઝડપ્યા !

1668
SHARE
પુર્વ કચ્છ સાઇબર ક્રાઇમ પોલીસે લાલચ આપી અલગ અલગ બેંક ખાતાઓ ખોલવડાવી તે બેંક અકાઉન્ટો કમીશન પર વહેચાણ આપી ગેરરીતીથી ૧૨ કરોડો જટેલી રકમ જમા કરાવમાાં ભાગ ભજવનાર બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે અમદાવાદ-આદિપુરના બે ઠગબાજના નામ ખુલ્યા છે.
કચ્છ સહિત સમગ્ર દેશમાં ઠગાઇના કિસ્સાઓ વધ્યા છે. તે વચ્ચે પુર્વ કચ્છ સાઇબર ક્રાઇમ પોલીસે એક અલગ-મોડસ ઓપરેન્ડીથી નાણાની હેરફેરનો પર્દાફાસ કરી બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે. પોલીસે અલગ-અલગ મુદ્દામાલ સાથે બેંક ખાતામાં જમા થયેલ 12 કરોડ રૂપીયાના આર્થીક વ્યવહારને હાલ ફ્રિઝ કરાવ્યા છે. બનાવની વિગતે વાત કરીએ તો ગાંધીધામમાં રહેતા એક યુવાનને તેના મિત્રએ વિશ્વાસમાં લઇ તેના નામે બે બેંકમાં ખાતાં ખોલાવી તે બેંક ખાતામાં અનઅધિકૃત રીતે રૂા. 90 લાખનો આર્થીક વ્યવહાર કર્યો હતો. યુવાને આ મામલે પોલીસ ફરીયાદ કરતા સાઇબર બ્રાન્ચ પુર્વ કચ્છની ટીમે તપાસ આરંભી હતી અને જેમાં આ યુવાન જ નહી પરંતુ અન્ય ભોગ બનનાર લોકોના આ રીતે ખાતા ખોલાવી વિવિધ બેંન્કોમાં પુરા 12 કરોડના વ્યવહાર કરાયા હોવાનુ તપાસમાં ખોલ્યુ છે. ગાંધીધામ સાઇબર ક્રાઇમ પોલીસે આ મામલે અમદાવાદ અને ગાંધીધામના બે યુવાનોને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અલગ-અલગ વ્યક્તિના નામે ખુલેલા આ બેંક ખાતા વિરુદ્ધ દેશના સાત રાજ્યમાં પોલીસ ફરિયાદ થયાનું પણ તપાસમાં બહાર આવ્યુ છે. પુર્વ કચ્છ જીલ્લા પોલીસવડા સાગર બાગમારે આ અંગે આજે પત્રકાર પરિષદ યોજી બનાવની વિગતો જાહેર કરી હતી.
આ રીતે યુવાન છેતરાઇ ગયો !
ગાંધીધામના ચિરાગ બિપિનકુમાર સાધુ નામના યુવાને પોતાના મિત્ર નરેન્દ્ર કિશન રાજપૂત વિશ્વાસ કરી બેંક ઓફ કર્ણાટકમાં ખાતું ખોલાવ્યું હતું. થોડા દિવસ બાદ નરેન્દ્રએ ફરીથી ફરિયાદીને મળી મારા મિત્રના પણ પૈસા આવવાના છે. જેના લીધે મારા પણ પૈસા અટકી ગયા છે તેમ કહી વિશ્વાસમાં લઇ ફરિયાદીનાં નામે મહારાષ્ટ્ર બેંકમાં પણ ખાતું ખોલાવ્યું હતું. થોડા સમય બાદ પણ રૂપિયા પરત ન મળતા અને મિત્રનો વ્યવહાર પણ શંકાસ્પદ જણાતા ફરિયાદી યુવાને મહારાષ્ટ્ર બેંકમાં જઇ પોતાના ખાતાની વિગતો તપાસ કરાવતા તેમાં મર્યાદા કરતાં વધારે અને અનઅધિકૃત રીતે વ્યવહાર થયા હોવાનું બહાર આવ્યું હતું. અને તેનું ખાતું બંધ કરી દેવાયું હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. જેથી આ યુવાન તરત બેંક ઓફ કર્ણાટકમાં ગયો હતો તેમાં પણ અનઅધિકૃત રીતે વ્યવહાર થયાનું બહાર આવ્યું હતું. જેથી ફરિયાદીએ કર્ણાટક બેંકનું ખાતું પોતાના મોબાઇલથી લિન્ક કરાવી તેનું સ્ટેટમેન્ટ કઢાવતાં તા. 10/7થી 3/8 દરમ્યાન તેના ખાતામાં રૂા. 90 લાખથી વધુના ટ્રાન્જેક્શન થયા હોવાનું બહાર આવ્યું હતું. પોતાની સાથે મિત્રએ છેતરપિંડી કરી હોવાનું સામે આવતાં ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી જેની તપાસ નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર કરાતાં આ ખાતાં વિરુદ્ધ કેરલા ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદો થઇ હોવાનું સપાટી પર આવ્યુ હતુ. વધુ તપાસમાં આરોપી નરેન્દ્ર રાજપૂતએ જિગર નીતા પંડયા, શંકર સુમાર એડિયા, ચિરાગ શંકર કારિયા,પવન થારૂને પણ આવી રીતે વિશ્વાસમાં લઇ તેમના પણ ખાતાં ખોલાવી પોતે વાપરતો હોવાની તપાસમાં કબુલાત આપી છે. પોલીસે આ મામલે નરેન્દ્ર ઉર્ફે હિતેશ કિશનલાલ રાજપુત તથા પ્રમોદકુમાર ઉર્ફે આશિષ મહેશ જાંગીરની આ મામલે ધરપકડ કરી છે
૧૨ કરોડથી વધુના વ્યવહારો થઇ ગયા
કેસની તપાસમાં આરોપીઓએ ગાંધીધામના 18 લોકો, મોડાસા અને અમદાવાદના પાંચ લોકોને વિવિધ રીતે વિશ્વાસમાં લઇ 23 બેં અકાઉન્ટ ખોલાવીને તેમાં 12.24 કરોડ રૂપિયાના હેરફેર કરી હોવાનું ખુલ્યું હતું આરોપી નરેન્દ્ર આ ખાતાઓ અમદાવાદ રહેતા પ્રમોદકુમાર જાંગીરને આપતો હતો.અને પ્રમોદ આ ખાતાઓ ઉપયોગ કરવા માટે મુળ ગાંધીધામની અને હાલે અમદાવાદ રહેતી હસ્મિતા મનોજ ઠકકર તથા આદિપુરના રાજ દિપક ધનવાણીને આપતો હતો આ બન્ને આરોપી હસ્મિતા અને રાજ આ ખાતાઓનો ઉપયોગ કરતા હતા.હાલ પોલીસે નરેન્દ્ર અને પ્રમોદકુમારને ઝડપી લીધા છે. જયારે અન્ય આરોપીને શોધખોળ ચાલું છે.આ કિસ્સામાં તપાસ દરમ્યાન માસ્ટર માઇન્ડ એવા બે શખ્સોની ધરપકડ બાદ મોટા આંતરરાષ્ટ્રીય મામલાનો પર્દાફાસ થાય તો નવાઇ નહી. ઝડપાયેલા બન્ને કમિશન પર આ બેંક એકાઉન્ટ ઉપયોગ માટે આપતા હોવાનુ સામે આવ્યુ છે.
સાઇબર ક્રાઇમ અને વિશ્વાસધાતના વધતા બનાવો વચ્ચે પોલીસ સતર્ક બની છે. પરંતુ હજુ પણ લોકો વિશ્વાસ અને ક્યાક લાલચમાં આવી ઠગાઇનો ભોગ બની રહ્યા છે. ત્યારે પોલીસે લોકોને સતર્ક રહેવા સાથે આવા મામલામાં પોલીસનો સંપર્ક કરવા અપિલ કરી છે. સાંભળો શુ કહ્યુ પોલીસવડાએ