કચ્છમાં વધુ એક કંપનીમાં મોટી દુર્ધટના સર્જાઇ છે. 25 ફુટ ઉંચેથી 18 કામદારો નીચે પટકાતા ગંભીર એક કામદારનુ મોત થયુ છે. જવાબદારોનો પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ,પુરતા સુરક્ષા સાધનો સાથે કામ કરાતુ હતુ કે નહી તે તપાસ કરવી જરૂરી ગંભીર ઇજાગ્રસ્તો સારવાર હેઠળ પોલીસે ઉંડાણ પુર્વકની તપાસ શરૂ કરી
મુન્દ્રાના વડાલા નજીક આવેલી સ્ટીલ કંપનીમાં મોટી દુર્ધટના સર્જાઇ હતી મંગળવારે સાંજે બનેલી ધટનામાં નિલકંઠ સ્ટીલ કંપનીમા કામદારો કામ કરી રહ્યા હતા ત્યારેજ ચેનલ તુટી જતા કામદારો નીચે પટકાયા હતા કામદારો જે જગ્યાએથી નિચે પટકાયા તે ચેનલ ૨૫ ફુટ ઉપર હતી અને તેના પર 18 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા. તે તમામ ચેનલ તુટતા નિચે પટકાયા હતા. જેમાં 18 કામદારોને ઇજાઓ થતા ગાંધીધામની ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયા હતા જ્યા સારવાર દરમ્યાન એક મહિલા કામદારનુ મોત થયાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે. બનાવ બાદ મુન્દ્રા મરીન પોલીસે બનાવ સંદ્રભે વધુ તપાસ હાથ ધરી છે. જો કે ધટનામાં એક ઇજાગ્રસ્ત કામદારનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ અને અન્ય કેટલાક કામદારોની હાલત નાજુક હોવાનુ કહેવાય છે. ઘાયકોની સારવાર આદિપુર-ગાંધીધામની અલગ અલગ ત્રણ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હોવાની વિગતો સામે આવી છે. જો કે એક સમયે કંપનીના જવાબદારોએ મામલો દબાવવા માટે પ્રયત્નો કર્યા હતા અને માત્ર 7 જેટલા લોકોને ઇજા થઇ હોવાનુ જાહેર કર્યુ હતુ જો કે બાદમાં પોલીસે તપાસ કરતા સ્પષ્ટ થયુ હતુ કે ધટનામાં 18 થી વધુ લોકોને ઇજા પહોચી છે. પ્રાથમીક માહિતી મુજબ લોખંડની ચેનલના સેડ નિર્માણ કાર્ય માટે તૈયાર કરાયેલા ચેનલ પર મર્યાદા કરતા વધુ સાંખ્યામાં શ્રમિકો કામ કરતા હોવાથી તે તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. જો કે બનાવ કઇ રીતે બન્યો અને કંપનીની બેદરકારી અંગે પોલીસ હવે વિશેષ તપાસ કરશે જો કે 25 ફુટ ઉંચેથી એક સમયે કામદારો પડતા ભારે અફરાતફરી સર્જાઇ હતી કચ્છમા કંપનીઓ દ્રારા કામદારોની સુરક્ષા માટેની અપુરતી વ્યવસ્થાના મુદ્દા ઉપસ્થિત થતા હોય છે તેવામાં કામદારોને આટલે ઉંચે કામ કરવા સમયે પુરતા સુરક્ષા સાધનો અપાયા હતા કે નહી તે તપાસ માંગી લે તેવો વિષય છે.