ભુજ તાલુકાના કેરા ગામે મંગળવારે જગંલ વિસ્તારમાં છુપાવી રખાયેલો 12600 નો દારૂ માનકુવા પોલિસે ઝડપ્યો હતો. જો કે રેડ દરમીયાન દારૂનો વ્યવસાય કરતા બે ધંધાર્થીઓ નાસી જવામા સફળ રહ્યા હતા પરંતુ વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરો મયુરસિંહ જાડેજા તથા ગીરીરાજસિંહ ઉર્ફે ગીલો દેવેન્દ્રસિંહ જાડેજાના આ મામલે નામ ખુલ્યા હતા. જેની સામે માનકુવા પોલિસ મથકે ગુન્હો નોંધી માનકુવા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.
માધાપરમાં ઘવાયેલી મહિલાએ સારવારમા દમ તોડ્યો
9 એપ્રિલના માધાપર નજીક કાર અને મોટરસાઇકલ વચ્ચે થયેલા અકસ્માતમા ઘવાયેલી મહિલાનુ સારવાર દરમીયાન મોત થયુ છે. મેહુલ કાંનતીલાલ સલાટ તેની પત્ની સાથે માધાપરથી ભુજ આવી રહ્યા હતા ત્યારે કાર સાથે તેનો અકસ્માત થયો હતો જેમા તેની પત્નીને ઇજા પહોંચી હતી. જેનુ સારવાર દરમીયાન મોત થયુ છે.
મોટીરાયણની યુવતી સાથે બળાત્કાર ગુજારનાર સામે ફરીયાદ
માંડવી તાલુકાના મોટી રાયણ ગામની એક યુવતી સાથે સંપર્ક બનાવ્યા બાદ તેની સાથે અવારનવાર બળાત્કાર ગુજારનાર રાવજી બુંદા ગામના રણજીત હોનજીભાઇ ગામીત સામે માંડવી પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ છે. યુવતી સાથે ફોન પર સંપર્ક બનાવ્યા બાદ યુવકે તેની સાથે બળાત્કાર ગુજારવા સાથે તેને જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે તેનુ અપહરણ પણ કર્યુ હતુ. જે બાબતે ફરીયાદ નોંધાતા માંડવી પોલિસે તેની સામે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
નાગલપર ગામનો તડીપાર શખ્સ ફરી કચ્છમા આવતા ઝડપાયો
માંડવી તાલુકાના નાગલપર ગામે વિવિધ ગુન્હાઓમા સંડોવાયેલા શખ્સ રાજેશ ખીમજી મહેશ્વરીને 2017માં કચ્છમાંથી તડીપાર કર્યા બાદ ફરી હદ્દપારીનો ભંગ કરી કચ્છમાં આવતા નાગલપર બીટમાંથી ઝડપાઇ ગયો છે. માંડવી પોલીસે હદ્દપારી ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
રાપરમાં યુવક યુવતીના આપઘાતની તપાસ ઠેરની ઠેર
રાપર તાલુકાના નાગપુર(લોદ્રાણી) ગામે ખેતરમાં એક સાથે યુવક-યુવતીએ કરેલા આપઘાતના કેસમાં હજુ કોઇ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી સોમવારે બનેલા આ બનાવ સંદર્ભે તપાસ કરી રહેલા અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ છે. કે આ બાબતે હાલ પરિવાર અને અન્ય લોકોના નિવેદન લેવાની કામગીરી ચાલુ છે. યોગ્ય નિવેદન મળ્યા બાદ આપઘાત પાછળનુ ચોક્કસ કારણ સામે આવી શકે તેમ છે.
માધાપરમાં યુવતીના ઘરમાંથી મોબાઇલ રોકડ સહિતની ચોરી
માધાપર જુનાવાસમા રહેતી પ્રીયા હનુમંતરાવે બી-ડીવીઝન પોલિસ મથકે રામ કનૈયાલાલ ઠક્કર વિરૂધ રોકડ મોબાઇલ સહિત 34,500ના કિંમતી સામાનની ચોરી કર્યાની ફરીયાદ નોંધાવી છે. યુવતીના ઘરે પ્રવેશ કરી તેના પાકિટમા રહેલ કિમંતી વસ્તુ સહિત અન્ય બે વ્યક્તિના ઘરમાંથી કિંમતી સામાનની ચોરી આ યુવકે કરી હોવાની ફરીયાદ બી-ડીવીઝન પોલિસ મથકે નોંધાતા પોલિસે તપાસ શરૂ કરી છે.