સામાન્ય રીતે ઉનાળામા ગરમી કેટલી છે. એની લોકો પુછા કરતા હોય છે. પરંતુ કચ્છમાં છેલ્લા 4 દિવસથી સતત પચ્છમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ફરી ખાવડા વિસ્તારમાં બદલાયેલા વાતવરણ વચ્ચે પવન સાથે વરસાદ વરસતા ગરમી વચ્ચે ઠંડક તો પ્રસરી હતી. પરંતુ લોકોના મનવા એ સવાલ પણ થયો હતો કે આ શુ ઉનાળો છે. કે ચૌમાસુ પ્રી મોનસુન સીસ્ટમ એક્ટીવ થવાના પગલે આ રીતે વાવાવરણ બદલાઇ રહ્યુ છે. જેની અસર ન માત્ર કચ્છ પરંતુ ગુજરાતના પાટણ,અમરેલી સહિત અનેક વિસ્તારોમા જોવા મળી રહી છે. ત્યારે કચ્છમાં પણ નિરોણા ખાવડા અને બન્નીના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ત્યારે આજે સતત ચોથા દિવસે ખાવડા ગામે ભારે પવન સાથે વરસાદી ઝાંપટા વરસ્યા હતા. જો કે આ બેવળી ઋતુની અસર કેટલા દિવસે રહેશે તેનુ ચોક્કસ અનુમાન નથી. પરંતુ હજુ પણ ભારે ગરમી વચ્ચે વરસાદ વરસે તો નવાઇ નહી જો કે સવારે ગરમી બપોરે વરસાદ અને રાત્રે ઠંડક વચ્ચે હાલ ત્રેવડી ઋતુનો અનુભવ ચોક્કસ લોકો કરી રહ્યા છે.