Home Crime કરૂણતા ! વાગડમાં હત્યા-અપહરણના આરોપીએ સગીરા સાથે આપધાત કર્યો

કરૂણતા ! વાગડમાં હત્યા-અપહરણના આરોપીએ સગીરા સાથે આપધાત કર્યો

3153
SHARE
સજોડે આપધાતના આમતો અનેક કિસ્સાઓ સામે આવે છે પરંતુ વાગડના ચર્ચાસ્પદ હત્યા અને અપહરણના આ ચકચારી કિસ્સામાં આપધાતનુ સામે આવતા પોલીસ દોડતી થઇ હતી. બનાવ સદંર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાપરના ફતેહગઢ નજીક વાડી વિસ્તારમાં સગીરાનુ અપહરણ કરી જઇ રહેલા યુવકને રોકવા જતા વચ્ચે પડેલી સગીરાની માતાને ધારદાર હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાના મામલામાં નવો વણાંક આવ્યો છે. ગુરૂવારે પ્રકાશમા આવેલી આ ધટનામાં હત્યા કર્યા બાદ સગીરાનુ અપહરણ કરી નાશી જનાર યુવકે સગીરા સાથે આપધાત કરી લેતા ભારે ચકચાર સર્જાઇ છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિગતે વાત કરીએ તો ફતેહગઢ સુજાવાંઢ વિસ્તારંમા ચાર દિવસ પહેલા માતા ની હત્યા કરી પુત્રી નુ અપહરણ કરનાર આરોપી અને સગીરા એ આપધાત કરી લેતા ચકચાર ફેલાઇ છે. સુજાવાંઢ ના પારકરા કોળી રવિ હિરા પારકરા (કોળી) એ સગીરાની માતા જમણીબેનની તિક્ષ્ણ હથિયાર થી હત્યા કરી સગીરાનુ અપહરણ કરી નાશી ગયો હતો.જે બનાવની તપાસ રાપર પોલીસ ચલાવી રહી છે પરંતુ આજે શનિવારે ફતેહગઢની સીમમા સગીરા અને આરોપીની લાશ ઝાડ પર લટકતી જોવા મળી હતી જે બાબત ની જાણ રાપર પીઆઇ જે.બી.બુબડીયા ને થતાં તેઓ ધટના સ્થળ પોલીસ સ્ટાફ સાથે દોડી ગયા અને વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ અધિકારી જે.બી.બુબડીયા એ જણાવ્યુ હતુ કે યુવક અને સગીરા અગાઉ સાથે રહેતા હતા પરંતુ ત્યાર બાદ તેની માતાએ ઇન્કાર કરતા તેની હત્યા કરી યુવક દ્રારા સગીરાનુ અપહરણ કરાયુ હતુ પ્રાથમીક તપાસમાં જે દિવસે હત્યાનો બનાવ સામે આવ્યો તે દિવસેજ બન્નેએ આપધાત કર્યો હોવાનુ અનુમાન મૃત્દેહ જોતા લગાવાયુ છે. બનાવે સમગ્ર વાગડમા ચકચાર સર્જી છે.