Home Current સમસ્યાથી ત્રસ્ત લોકોની ધીરજ ખુટી ! ભુજ પાલિકા કચેરીમાં તાળાબંધી-તોડફોડ જુવો વિડીયો

સમસ્યાથી ત્રસ્ત લોકોની ધીરજ ખુટી ! ભુજ પાલિકા કચેરીમાં તાળાબંધી-તોડફોડ જુવો વિડીયો

3540
SHARE
ભુજમાં વરસાદ હોય કે ન હોય પરંતુ ગટરનુ પાણી ગમે ત્યારે અને ગમે ત્યા વહી નિકળે છે. તેમાય ચોમાસામાં તો પાણી કરતા વધુ ગટરના પાણી શહેરમાં ફરી વડે છે ત્યારે આજે સમસ્યાથી ત્રસ્ત ભુજના લોકોએ પાલિકા કચેરીમાં તાળાબંધી તોડફોડ કરી હતી.
હાલ ભુજ શહેરના ઐતિહાસીક હમિરસર તળાવમાં ગટરના પાણી આવાત હોવાનો મામલો ભુજ શહેરમા ચર્ચામાં છે અને તેને લઇને ભુજના પ્રબુધ્ધ નાગરીકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે માત્ર ભુજનુ હ્દય હમિરસર જ નહી પરંતુ ભુજના કેટલાય વિસ્તારો ગટર સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે આજે સોમવારે ખુલતી કચેરીએ ભુજ નગરપાલિકામાં ભારે અફરાતફરી ફેલાણી હતી. ભુજના આશાપુરા નગરના રહિસો આજે આગેવાનો સાથે પાલિકા કચેરીએ દોડી આવ્યા હતા અને રજુઆત સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. દરમ્યાન કોઇ જવાબદાર ન હોતા લોકોનો રોષ ભભુક્યો હતો લોકોએ કચેરીમાં હલ્લાબોલ કરવા સાથે ઉધમ મચાવ્યો હતો અને કાગળો ફાડવા સાથે ખુર્શીઓ ઉલાડી હતી. અને બાદમાં કચેરી બહાર સુત્રોચાર કરી પાલિકા કચેરીને તાડાબંધી કરી હતી આ વિસ્તારમાં લાંબા સમયથી ગટરના પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છે અને અગાઉ પણ અનેકવાર રજુઆતો કરી ચુક્યા છે પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી આજે કચેરીમાં ભારે તોફાની માહોલ સર્જાતા કચેરીના કર્મચારીઓ પણ કચેરી બહાર દોડી આવ્યા હતા.લોકોના ભારે વિરોધ વચ્ચે પાલિકા તંત્ર તેમની સ્થિતી જાણવા માટે સ્થળ પર ગયુ હતુ. પરંતુ તે પહેલા નાગરીકોએ નગરપાલિકા કચેરીમાં ભારે હોબાળો મચાવ્યો હતો બે દિવસ પહેલા અન્ય વિસ્તારમાંથી પણ મોરચો નગરપાલિકા કચેરીએ આવ્યો હતો અને સમસ્યા અંગે રજુઆત કરી હતી વરસાદ બાદ ભુજના અનેક વિસ્તારોમાં સમસ્યાએ ભરડો લીધો છે.આજે ગટર સમસ્યાથી ત્રસ્ત લોકોએ પાલિકાની અંદર તોડફોડ કરતા વાતાવરણ ભારે ગરમાયુ હતુ
જુવો નગરપાલિકા કચેરીમાં અફરાતફરીના દ્રશ્યો